Sunday 30 August 2015

પાંચમી બેઠક-- પરાગ જ્ઞાની

વારતા શિબિર – પાંચમી બેઠક વિષે એક સભ્ય પરાગ જ્ઞાની ની નોંધ [ ૮ ઓગષ્ટ ] 



બહુ 'હેવાલ ( કે અહેવાલ ?) હેવાલ' કર્યું, એમાં આ લખાણ ચોંટી પડ્યું 😁 ખેર , યું તો યું સહી ..

સમયસર પહોંચવાની આદત ખરાબ છે ફરી પુરવાર thayu😁 મીના ત્રિવેદીના ના. મ.જોશી પહોચી ઘંટડી મારી અને કેટકેટલા વાર્તા રસિકોના મોઢા જોવા મળ્યા !
રાજુ પટેલ ચાય પીવા પણ સમય ના લેતા સીધા વિષય પર આવી ગયા. છેલ્લા task થી વાત શરુ કરી , મોડા મોડા પણ પ્રતિભાવથી તેઓ આનંદિત લાગ્યા. મીના ત્રિવેદી અને કુસુમ પટેલની વાર્તાની નોંધ લેવાઈ . નેહા રાવલને સુરતમાં હેડકી આવે એમ એમની વાર્તા સંદર્ભે યાદ કર્યાં . મીનાએ લખવાનું હજુ નવું નવું જ શરુ કર્યું છે છતાં એમના લખાણની તાજગી કાબિલે-દાદ કહી .( જાણ ખાતર મીનાબેન ચાર ભાષાઓમાં વાંચે છે અને વર્ષોથી..)
વાર્તાકાર બે રીતે થવાય , એક ખૂબ વાંચીને અને બીજો રસ્તો વાંચ્યા સિવાય ખુદના વિચારને મૂલવીને લખવાનો ,પેહલા,બીજા, ત્રીજા દરેક વિચારને એક પછી એક જોવાનો, મુકવાનો ,મૂલવવાનો..કારણ આપણે અંગત એવી diary નથી લખી રહ્યા ! છેવટે એ પળ આવશે જયારે તમે તમારા લખાણ વિષે સો ટચ શ્રદ્ધા ધરાવી શકશો ..!
સાહિત્યમાં વિષયો વિપૂલ છે છતાં ચોક્કસ છે, પ્રેમલા પ્રેમીની એક મળવાના , બે ના મળી શકવાના , મરી પરવારવાના કે એ સિવાયના કોઈ અંતથી પછી કશું નથી ,છતાં દરેક વાર્તામાં કશુક નાવીન્ય લાવવું એ ત્યારે જ બને જયારે લેખક શું શું લખાયું છે , કેમનું લખાય છે એથી માહિતગાર હોય !
નાસ્તા-પાણીના બ્રેક પછી એક surprise task 'ભજવાયું '!!
તમે જે કેરેક્ટરને નફરત કરો છો એ બીજા બે સભ્ય સાથે ત્રણેક મિનીટ ભજવી બતાવો -!
ફળશ્રુતિ એ હતી કે લેખકને કોઈ પાત્રથી ધિક્કાર ના પોસાય , લેખન જીવવાથી મળશે , નકારથી નહિ. પાત્ર ભજવવાથી શું અનુભવ્યું એવા પ્રશ્ન મુકાયા .
છેલ્લી અગત્યની જાહેરાત ફોરમનો બ્લોગ બનાવવાની થઇ .ચાર ઉત્સાહી (!) નીમી દેવાયા! 😁👍 ફોરમના સભ્યોનું છપાયેલું લખાણ , ગતિવિધિ બધું અહીં સચવાશે .
.
છુટ્ટા પડતા આઠ વાગ્યા ! library માં Manto મૂકી pgg પવનકુમારની તેત્રીસ વાર્તાઓ લઈ ઉડ્યો !

####

No comments :

Post a Comment