Sunday 30 August 2015

કાઉન્ટ ડાઉન -- મીના ત્રિવેદી

કાઉન્ટ ડાઉન - મમતા મેગઝીન જુલાઈ ૨૦૧૫ અંકમાં આવેલ મીના ત્રિવેદીની  વાર્તા



૧૦ એપ્રિલ. બપોરના ૨ વાગ્યે, ડી.એન.ટી.વી ચેનલપર અચાનક સમાચાર વાંચનાર પ્રતિનિધિ પળભર આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ હોય એવું લાગ્યું..તરત જ પરિસ્થિતિને કાબૂમાં લેતી એ આગળ સમાચાર વાંચવા લાગી..:

અબી હાલ મળેલા અજાયબી ભર્યા સમાચાર.. એક મહિલાએ એક માણસને દેડકો બનાવી દીધો.. ચેન્નાઇના ગુંટુર શહેરના અમારા પ્રતિનિધિ આ બિનાનો આખો અહેવાલ આપશે.. આપ ચેનલ પર જ ધ્યાન રાખો.. હવે સમય છે એક બ્રેકનો..

બ્રેકના ટેકનીકલ સમયગાળામાં સમાચાર વાચનાર મહિલાએ ફરી ખબર ને ચકાસી જોયા... ના વાંચવા કે સમજવામાં તો કોઈ ભૂલ નહોતી..!!
૨.૦૭ વાગ્યે - બ્રેક પછી ..: આપનું ફરીથી સ્વાગત છે.. સાંભળો ચેન્નાઈના પ્રતિનિધિ શિવશંકર પાસે આ ખળભળાટજનક સમાચાર.. સંપર્કક્ષેત્રમાં વિક્ષેપ હોવાને કારણે શિવશંકરસુધી પહોંચવામાં મુશ્કેલી.. ફરીથી કોશિશ કરીએ છીએ શિવશંકર સાથે સંપર્ક કરવાની.. હા ...હા.... સંભળાય છે યસ--- બોલો શિવશંકર.. શું તમે મારો અવાજ સાંભળી શકો છો.. લો.. ઓવર ટુ શિવશંકર..'
'ચેન્નાઇના ગુંટુર વિભાગમાંથી થી હું શિવશંકર.. આ બિનામાં મળેલી વિગત પ્રમાણે ૨૮ એપ્રિલને સાંજને સમયે અહીંની રહેવાસી રાજલક્ષ્મી બેનપણીઓ સાથે માર્કેટ ગઈ હતી. રસ્તામાં કોઇ અજાણ્યા શખ્સે એની સાથે અડપલાં કર્યાં અને રાજલક્ષ્મીને પાસે ખેંચીને બાથમાં ભીડવાનો પ્રયત્ન કર્યોરાજલક્ષ્મી ખૂબ ડરી ગઈ.. તે અચાનક સ્તબ્ધ ઊભી રહીપોતાના બંને હાથના પંજા આગળ તરફ ફેલાવીને બોલવા લાગી.. ' ખબરદાર જો જરા જેટલું આગળ વધ્યો છે તો.. તું દેડકો બની જઈશ ..આ સાંભળી પેલો માણસ ખડખડાટ હસવા લાગ્યો.. અને રાજલક્શ્મીએ કોઇ મંત્રજાપ કર્યો.. અને કંઇ સમજાય એ પહેલા પેલો માણસ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો..એણે પહેરેલા કપડાં ત્યાં ઢગલો થઈને પડેલા દેખાયા.. સાથે ચાલતી છોકરીઓએ કહ્યું કે એમણે ત્યાંથી એક દેડકાને ગટરના ઢાંકણા તરફ ભાગતા જોયો.. અને બધી છોકરીઓ ડરીને સ્થળેથી ભાગી ગઈ..ચેન્નઈથી થી શિવશંકર .... ડી.એન.ટી.વી.ની ન્યુઝ રીડરે કહ્યું : ..':શિવશંકર ખુબ આભાર .. શું તમે રાજલક્ષ્મીનો ફરીથી સંપર્ક કર્યો? એની પાસેથી કશી જાણકારી મેળવી શક્યા?”--- શિવ શંકરે જવાબ આપ્યો : જઈ રાજલક્ષ્મી ને મળવાના અમે લગાતાર પ્રયત્નમાં છીએ.. હજી સંપર્ક નથી થયો.. ન્યુઝ રીડરે શિવ શંકર સાથે ની લાઈન કાપી કહ્યું : .. આ બનાવને વિગતવાર જોતા રહો.. ચેનલ પર ટ્યુનડ રહો.. હવે સમય છે એક બ્રેકનો..
બ્રેક બાદ ૨.૧૫ વાગ્યે ..' આપનું આ સમાચાર બુલેટીનમાં સ્વાગત છે.. આગળ વધીએ છીએ ખળભળાટભર્યા સમાચાર વધુ વિગતે..' વળી ન્યુઝ રીડરની આંખો પહોળી થઈ ગઈ..' સાંભળો એક વધુ સનસનાટીભર્યા સમાચાર.. અમૃતસરથી.. ત્યાંપણ દેડકો બનાવવાની ચેન્નાઇ જેવીજ ઘટના બનવા પામી છે.. એક આધેડવયનો પુરુષ દેડકો બનાવી દેવામાં આવ્યો.. બિનાની વિગતમાં ઓફિસ બંધ થવાના સમયે સાથે કામ કરતી એક મહિલાને પોતાની હવસનો શિકાર બનાવવાની કોશિશ .. એ મહિલાએ પણ કોઈ મંત્રજાપ કર્યો અને.. પેલો પુરુષ દેડકો બની ગયો.. ' ન્યુઝરીડર મોં પરનો મલકાટ છુપાવી શકી નહી.. ' સાંભળો સાંભળો.. આવીજ ઘટનાઓના રીપોર્ટ આવી રહ્યાછે.. સિક્કીમ, ગોઆ,મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, કોલકત્તા જેવા શહેર તેમજ ગ્રામીણ દૂર અંતરિયાળ ઇલાકામાંથી.. બિનાની વિગત સરખીજ.. અને કારણો પણ એક સમાન સ્ત્રીઓની સાથે ગેર વર્તાવ કરવા જતાં પુરુષનું દેડકો બની જવું.. અકલ્પ્ય ઘટના.. વીસેક ઘટનાઓનો રીપોર્ટ અમારી પાસે પહોંચી ચૂક્યો છે.. આપ વધુ વિગત માટે ચેનલ પરજ રહો.. અમે તરત જ આવીએ છીએ બ્રેક બાદ.. ''
બ્રેક બાદ ૨.૩૦ વાગ્યે .. 'આખા દેશમાં દેડકો બનાવવાના સમાચારથી બોંબસ્ફોટ બાદ ફેલાતી દહેશત ફેલાઇ રહી છે, અફવા ફેલાઇ રહી છે..ઘરઘરમાં ટી.વી ચેનલ્સ બદલી બદલીને લોકો જોઇ રહ્યા છે.. હવે જુઓ.. જેના જાપથી દેડકો બનાવી શકાયો એ મંત્રવિષે વધુ જાણકારી.. બ્રેકબાદ.. '

ડોડાફોનની જાહેરાત.. આપની સલામતી માટે ખાસ આ ઍપલીકેશનઅમે હમેશ આપીએ આપનો સાથ.' રીલે કરવામાં આવી પાંચ પાંચવાર..
બ્રેકબાદ ૨.૪૦ વાગ્યે ,...... “શિવશંકર. રાજલક્ષ્મીએ ક્યા મંત્રનો જાપ કર્યો હતો એ અંગે વધુ જાણકારી મેળવી શક્યા છો? આજ સવાલ અમે અમારા જુદા જુદા વિભાગના પ્રતિનિધિઓને પૂછ્યો છે.. હા બોલો શિવશંકર.. મંત્રની માહિતી જાણવા લોકો અતિઉત્સુક છે.. ઓવર ટુ શિવશંકર..
''શિખા....હેલો.... હેલો......"--- ઓહ...અમને ખેદ છે.. સંપર્ક ટૂટી ગયો.. બસ અમે આ ગયા ને આ આવ્યા નાનકડા બ્રેક બાદ..' ટી.વીના સ્ક્રીનપર હનુમાન ચાલીસા યંત્રની જાહેરાત મોટા મોટા અવાજમાં થતી રહી.. ' આપની સુરક્ષા માટે, આત્મવિશ્વાસ માટે પહેરો હનુમાનચાલીસા યંત્ર.. કરો જાપ હનુમાનચાલીસા મંત્ર..' પૂરા પાંચ આવર્તન આવતા રહ્યા..
બ્રેકબાદ ૨.૫૦ વાગ્યે , ' અમારા અલગ અલગ વિભાગના પ્રતિનિધિઓ તરફથી મળેલ મંત્ર અંગેની વિગત સાંભળો..બધી મહિલાઓએ જે મંત્રનો જાપ કર્યો હતો એને ધ્યાનથી સાંભળો..:

સદીઓથી કર્યા અમે સેવા દાન ,

સ્નેહથી મેળવ્યા પુણ્ય.. રાખો આન..
હે પુરુષો - સ્ત્રીશક્તિનું રાખો માન..
જો કરશો કુદૃષ્ટિ સ્ત્રી જાતી પર તો
બને એ પુરુષ દેડકો, ગુમાવી તન, ભાન અને સાન...
જોકે આ ઘટના સાથે સંકળાયેલ બધી મહિલા સાથે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું તેઓને જરાય ખ્યાલ નહોતો કે આ મંત્રના પરિણામે ખરે જ કોઇ દેડકો બની જશે..તે સહુ સ્ત્રીઓના કહેવા મુજબ એ બધી એટલી ડરી ગઈ હતી કે કંઇ ચમત્કાર થાય અને આમાંથી સુરક્ષિત સલામત બહાર નીકળી જવાય એ માટે થઈને આ શબ્દો રટી ગઈ હતી.. પણ સાચે કોઇ દેડકો થશે એવું એ પોતે માનતી હતી નહિ..
આજ પ્રકારની અનેક ઘટનાના સમાચાર દેશના જુદા જુદા ભાગમાંથી આવી રહ્યા છે .. ઘટના ક્રમમાં કોઇ ફેર નહિ..મહિલાનો મંત્રજાપ અને પુરુષનું દેડકો બનવું.. ' ' એમ કહેતા ન્યુઝરીડર થાકી ગયેલી જણાતી હતી..
એક બ્રેક.. અને વાહિયાત જાહેરખબરોની રમઝટ..
નવી ન્યુઝરીડર ૩.૧૦ વાગ્યે .. ' શિવશંકર લોકો જાણવા માગે છે કે રાજલક્ષ્મી આ મંત્ર ક્યાંથી શીખી? કોણે શીખવ્યો? શું આપ આની પર પ્રકાશ ફેંકી શકો?.. ' શિવશંકરનો અવાજ સંભળાયો..' આ અજબગજબ મંત્ર અંગે રાજલક્ષ્મીનું કહેવું છે કે એને યાદ નથી કે આ મંત્ર એને ક્યાંથી શીખવા મળ્યો.. કોણે શીખવ્યો..એનું કહેવું છે કે એમની આસપાસની બધીજ મહિલાઓ આ મંત્ર જાણે છે. આમાં કેટલું તથ્ય છે એ જાણવા ડી.એન. ટી.વી.ના આ પ્રતિનિધિએ આસપાસની કેટલીક મહિલાઓ સાથે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે સદીઓથી કર્યા અમે સેવા દાન , સ્નેહથી મેળવ્યા પુણ્ય.. રાખો આન.. ..” -- આ મંત્ર સહુને આવડતો હતો. . મોઢે હતો..આ મંત્ર વિષે અત્યંત મજાની વાત તો એ છે કે બધા પ્રતિનિધિઓ પોતપોતાના વિભાગમાંથી જણાવે છે કે આ મંત્ર જુદા જુદા સામાજીક પરિવેષમાંથી આવતી નાની બાળકી કે વૃદ્ધા, સ્કુલે જતી કે અભણ, નોકરી વ્યવસાય કરતી, ગૃહિણી, મજૂર બધાજ પ્રાંતની જુદી જુદી બોલી ભાષા સમજતી મહિલાઓ આ મંત્ર જાણે છે.. પરંતુ આ મંત્ર ક્યાં શીખ્યા. કોણે શીખવ્યો એ અંગે કોઇ પાસેથી ઝાઝી માહિતી મળી શકી નહિ…. વધુ જાણવા ચેનલથી દૂર ન જાઓ.. અમે આવ્યા એક બ્રેક બાદ..'
'મિલે સૂર મેરા તુમ્હારા..' વિવિધતામાં એકતા દર્શાવતી આ જાહેરાત દેખાડવામાં આવી ,વારે.. વારે ..વારે..
બ્રેકબાદ ૩.૪૦ વાગ્યે : સાંભળો હજી વધુ સનસનાટી ભર્યા સમાચાર.. પુરુષના દેડકો બની જવાની ખબર સાંભળીને કેટલાય યુવકો, પંચાયતના સભ્યો, પુરુષો ઉશ્કેરાઇ ગયા.. ચિંતાગ્રસ્ત થઈ ગયા તો થોડાક પુરુષોએ સ્ત્રીઓને આને માટે પાઠ ભણાવવો જ રહ્યો એવું નક્કી કર્યું.. પટના, જયપુર, પોરબંદર, સોનેપતથી મળતા સમાચાર છે કે સ્ત્રીને પાઠ ભણાવવાના પાક્કા ઇરાદાથી પુરુષો ટોળામાં નીકળ્યા અને સ્ત્રીઓને છેડવા માંડ્યા.. જેવા પુરુષો આગળ વધ્યા તરતજ સ્ત્રીઓએ મંત્રજાપ કરવા શરુ કર્યા અને જે જે પુરુષોએ છેડતી કરી હતી તે બધા પુરુષો દેડકો બની ગયા…'( ન્યુઝરીડર ના મોંપર તાણ દેખાતી હતી..) હવે જુઓ વિડિઓ.. આ ઘટના સ્થળે હાજર પુરુષે ઉતારેલ વિડીઓની એક ઝલક એ પહેલા સમય છે એક બ્રેકનો..'
સોની સાયબરશોટ વિડીઓ કેમેરાની. માય્ક્રોમેક્સ મોબાઇલના મલ્ટીફંક્શન કેમેરાની જાહેરાતો એક પછી એક દેખાડવામાં આવી પૂરી પાંચ મિનિટ..
૪.૦૫ વાગ્યે પુરુષ ન્યુઝરીડર એકદમ ફ્રેશ ..' સ્વાગત છે આ ખાસ બુલેટીનન પ્રસારણમાં આપ સહુનું.. હું મનોજ શર્મા.. આજની અજબગજબ બિનાની હજી પૂર્ણાહુતિ નથી થઈ.. આ બિનાઓની ચકાસણી સોંપવામાં આવી છે સી.બી.આય. ના ઉચ્ચતમ અધિકારીને *** ત્વરિત ગતિએ તપાસ કરીને રીપોર્ટ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે..
એ દરમિયાન બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળની ખાસ બેઠક બોલાવવામાં આવી છે. મંત્રણાનો દોર ચાલુ છે..

મહિલા સંઘઠનના એક પ્રતિનિધિ અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં છે .. કવિતા કૃષ્ણન.. ચાલો સાંભળીએ કવિતા આ બિના અંગે શું કહે છે.. ' કવિતા આપનું સ્વાગત છે. શું આપ માનો છો કે મંત્રજાપ કરવાથી કોઇ દેડકો બની જાય? '

કવિતા, ' આવો ચમત્કાર થયો છે એમ તમારી ચેનલો જ દેખાડી રહી છે.. એ કેટલું સંભવ છે એ હું જાણતી નથી..આજ સુધી સ્ત્રીઓ પર આ લટકતી તલવાર રહેતી.. એની પવિત્રતા પર શંકા પણ થાય તો તેણી અહલ્યાની જેમ પત્થર બની જશે કે પછી સીતા માફક અગ્નિપરીક્ષા માટે બાળી નાખવામાં આવી શકે.. કે પછી ધરતીમાં સમાવું પડે.. ડગલે ને પગલે અપમાન, હડસેલા નામોશી સહન કરવાની હામ ભીડવાની તૈય્યારી રાખવી પડતી..... આવા ડરમાંથી મુક્તિ મળે એવો કોઇ મંત્ર મળે તો એ તો શુભ સમાચાર છે ,અમારા મહિલા સંઘઠનો આનાથી એકદમ ખુશ છે.. '
'આવા મંત્રજાપ કરવાથી સમાજપર અવળી અસર પડી શકે, કોઇ નિર્દોષનો 'દેડકો' બની જાય એનો તમે વિરોધ કરશો કે પ્રોત્સાહન આપશો?'
કવિતા,' નો કોમેંટ્સ..

ન્યુઝરીડર, 'મંત્રીમંડળદ્વારા માર્ગદર્શક સૂચનાપત્ર પ્રસારિત કરવામાં આવ્યું છે..

- સહુ પુરુષ સમૂદાયને સૂચિત કરવામાં આવે છે કે પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને ક્યાંય એકલા આવજા ન કરે.
- કોઇ અજાણી સ્ત્રી સાથે એકાંતમાં સમય વીતાવવો પડે એવી પરિસ્થિતિથી દૂર રહે.

- પોતાની સલામતી ખાતર કોઇ સ્ત્રીની છેડતી ન કરવી, સ્ત્રીવાચક અપશબ્દો ટાળવા, અપમાનજનક રમૂજ ન કરવી.. સ્ત્રી સાથે આદરભાવ રાખવો. -

સરકારી અર્ધસરકારી , ખાનગી કાર્યાલયોમાં આ સૂચનાપત્ર લગાડવામાં આવે.. આ અંગે ખાસ પ્રશિક્ષણ-તાલિમ યોજવામાં આવે.

ઘર ઘરમાં સ્ત્રી તરફ આદરભાવ રાખવાના સંસ્કાર આપવામાં આવે એનું ધ્યાન બધા પરિવારજનો રાખે.. દીકરો દીકરી ભેદ ગુનો ગણવામાં આવશે.

પોતાની સલામતી માટે આટલું આવશ્ય કરો

યાદ રહે સ્ત્રીઓનું અપમાન એ માત્ર ગુનો નથી, આપના અસ્તિત્વ પર ખતરો પણ છે .

ન્યુઝરીડરના બોલવામાં થાક વર્તાતો હતો.. એક બ્રેક..
દીકરી બચાવો સરકારી જાહેરખબર બતાડવામાં આવતી હતી લગાતાર..
સાંજ ૭.૦૦ વાગ્યે , ડી.એન. ટી.વી.ના સાંજના ૭ના સમાચાર બુલેટીનમાં સ્વાગત. હું નિરૂપમ જોશી. બપોરથી લગાતાર મળી રહેલા સમાચાર આગળ વધારીએ. આ એક અત્યંત મહત્વનો મુદ્દો છે પુરુષોના અસ્તિત્વનો પ્રશ્ન છે..સી.બી.આઈની તપાસમાં ખાસ કશું પ્રમાણિત કરી શકાય એવું જાણવા મળતું નથી. સ્ત્રી સમૂદાયની સામૂહિક ચેતનાનો વિસ્તાર થઈ રહ્યો છે .. સ્ત્રીઓ શક્તિમતિ બની રહી છે એનું પ્રમાણ આ ઘટનાઓમાં પ્રતિબિંબિત થાય છે.. સ્ત્રીને સ્ત્રીની મર્યાદામાંના બંધનમાં જકડી રાખતા પરિબળોપર સ્ત્રી વિજયી બની રહી છે.. અને સમાજના પુરુષોએ ચેતીને ચાલવા જેવું છે..એક મંત્ર જે પુરુષને દેડકો બનાવી શકે એ સ્ત્રીના ભાથામાં છે એ ભૂલશો નહિ. આ સાથે આજના સમાચાર અહીંજ સમાપ્ત કરીએ છીએ.. ફરી મળીશું આવતીકાલે સવારે ૭.૦૦ શુભરાત્રિ.. જયહિંદ. '
આ સમાચાર સાંભળનાર , જોનાર કે અહીં આ માધ્યમ થી વાચનાર પુરુષો જોગ : આ જાણ્યા બાદ દેડકા બનવાનું ટાળજો ...

####

No comments :

Post a Comment