Friday 18 September 2015

પ્રથમ વાર્તા શિબિર સુરત(અસ્તિત્વ દર્શનની નોંધ)

સુરતની  પ્રથમ  વાર્તા શિબિર સુરત --- અસ્તિત્વ દર્શનની નોંધ .

માણસ એક વારતાશીલ પ્રાણી છે. ગપ્પાં મારવાથી માંડીને વાયા ગોસીપ, નિંદા-કુથલી, મરચું-મસાલો ભભરાવીને કહેવું, ના બની હોય એવી રીતે ઘટનાને કહેવી અને ના થયા હોય એવા સંવાદો એડ કરીને બોલવાથી માંડીને જે થયું છે કે ઘટ્યું છે એને રસપ્રદ રીતે કહેવું, યથાર્થ છતાં મોહક અભિવ્યક્તિ સુધીનું ઘણુંઘણું, આ વિધાનને સિદ્ધ કરે છે કે માણસ એક વર્તાપ્રીય માણસ છે. વારતા કહેવા/લખવામાં એ પૂર્વે કેટલાક સામાન્ય છતાં અર્થપૂર્ણ નિયમોને સમજવા જરૂરી છે. મૂળે વારતા કંઇક કહેતી હોય છે. વિચારને વ્યક્ત કરવાના સરળ માધ્યમ તરીકે વારતા આપણી પાસે છે. જરા ઊંડાણથી, બધા આયામોમાં વારતાને સમજીએ તો એ કહેવાની મજા વધે અને એને લખવાની રીત સ્પષ્ટ થતાં એમાં રસ પણ વધે.



તારીખ 18/08/2015ના રોજ સુરત ખાતે એકદિવસીય વારતાશીબીરનું આયોજન થયું. સુરતના નેહા રાવલે કાર્યક્રમનું આયોજન કર્યું અને Raju Patelએ વારતા લખતાં શીખવ્યું. રાજુની રજૂઆત મોહક અને રસપ્રદ, માહિતીસભર અને ચોકસાઈપૂર્વકની રહી. રાજુ સમજાવતા સમજાવતા વિષયાંતર થાય, એમના વિષયેતર તથ્યમાં તમે ખોવાઈ જાઓ ત્યાં એ પોતે જ મૂળ વાત પર આવી જાય! એમની વાણી અને એમની ચેષ્ટાઓ તમને જકડી અને પકડી રાખે. એ વારતા સાથે જીવે છે અને વારતામાં પણ જીવે છે. એમને વારતા માટે ઘણું કરવું છે. સુરતનો કાર્યક્રમ સાર્થક રહ્યો. અમદાવાદમાં પણ આવો વારતાશીબીર કરવો છે?


#####

1 comment :