Monday 2 November 2015

વાર્તા શિબિર ૭ (મુંબઈ)

વાર્તાલેખન શિબિરની સાતમી બેઠકનો અહેવાલ.. (મુંબઈ) ૨૭-૧૦-૨૦૧૫નાં રોજ.. ફોરમનાં સભ્ય પ્રીતિ જરીવાળાના ઘરે..

~~ “મૈં અકેલા હી ચલા થા જાનિબ-એ-ઘર મગર, લોગ જુડતે ગયે ઔર પરિવાર બઢતા ગયા..”

હા.. આ વખતે આપણાં આ પરિવારમાં સુરતથી ત્રણ નવા સભ્ય જોડાયા.. રક્ષા બારૈયા અને હિતેષ શ્રોફ જે સૂરતથી આવ્યાં હતાં અને  પ્રફુલ્લભાઈ શાહ . 
નેહા તો છેલ્લી બેઠકમાં પણ આવી જ હતી.. આ વખતે એની સાથે આવ્યું 'લાઈવ સરપ્રાઈઝ' એટલે કે રક્ષા.. રક્ષા બારૈયા.. નેહા એ પણ બેઠક પહેલા ખાસું સસ્પેન્સ ઉભું કરેલું કે હું સાથે લાઈવ સરપ્રાઈઝ લઈ આવીશ..  એ પહેલું સરપ્રાઈઝ તે આ ગોળમટોળ ગાલવાળી મીઠડી રક્ષા.. (જે લીપ્સ્ટીક ક્યારેય નથી લગાવતી તો પણ સુંદર દેખાય છે..) એનાથીય વધુ મીઠડી મને નેહા લાગી.. કારણકે  એ બદ્ધાં માટે ઘરેથી બનાવીને  ઘારી  લઈ આવેલી..નેહાનાં સાસુમાના હાથની બનેલી ઘારીનો એ સ્વાદ આજીવન નહિ ભુલાય.. એમને આપણા બધાં તરફથી વંદન.. બીજું સરપ્રાઈઝ  તે ફૂટડા હિતેશનું આગમન.. એણે નેહા અને રક્ષાને પારલા સ્ટેશન પાસે એ લોકો રીક્ષા શોતા હતાં ત્યારે  પાછળથી 'બાઉ' કરીને ચમકાવી દીધાં.. ત્રીજું સરપ્રાઈઝ.. સુત્રધારની સમયસર પધારામણી.. આ બેઠકમાં સુત્રધાર એકદમ સમયસર આવી ગયાં હતાં. જરાય વાટ જોવડાવી નહિ! શ્રી પ્રફુલ્લભાઈ શાહ
 મુંબઈથી દર મહિને પ્રકાશિત થતાં સામાયિક 'શબ્દસેતુ' નાં તંત્રી છે.

સાતમી  બેઠક પાર્લા(વેસ્ટ)માં રહેતાં ફોરમનાં ક્યુટ સભ્ય પ્રીતિ જરીવાળાનાં ઘરે યોજાઈ.વેલકમ ડ્રિન્ક પછી વિધિવત્ત બેઠકની શરુઆત થઈ. નવા સભ્યોની પરિચયવિધી થઈ. ત્યાર બાદ  વાર્તાને લગતાં કે કલાને લગતાં કોઈ પ્રશ્નો હોય તો એ રજુ કરવાની સુત્રધારે ટહેલ નાખી. રક્ષાથી શરુઆત થઈ.સુરતનાં રક્ષા બારૈયા શિક્ષક છે. સૂરતમાંજ તેઓ બાળકો માટે રીડીંગ રૂમ ચલાવે છે. જેનાં અંતર્ગત બાળકોને નિઃશુલ્ક પુસ્તકો આપવામાં આવે છે. એમને વાર્તાલેખન પ્રત્યેનો રસ આ બેઠક સુધી ખેંચી લાવ્યો. કોન્વેન્ટ્માં ભણેલા હિતેશે કહ્યું કે એણે ૯૫થી વાર્તા લખવાનું ચાલુ કર્યું. પંદરેક વાર્તાઓ લખી. પણ કદી ક્યાંય મોકલી જ નહિં. એક વાર્તા એક મિત્રને ખુબ ગમી અને એણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં મોકલી આપી જે છપાઈ પણ ખરી. ગુજરાતીમાં લખવાનું એણે ફોરમમાં જોડાયા પછી ચાલુ કર્યું.

વાર્તા લખતી વખતે કોઈ ખાસ મુશ્કેલીઓ પ્રશ્નો નડે છે? કોઈ એરિયા એવો છે જ્યાં અટકો છો? રાજુએ પૂછ્યું. તો હિતેશે કહ્યું કે એવું કશું હમણાં ફીલ થતું નથી. કોઈ પ્રોબલમ આવતો નથી. 

ટેક્નીકલ પ્રોબલમ નડે? જેમ  કે કાગળ કે પેન જડતી નથી.. હવા પ્રકાશ બરાબર નથી..એકાંત નથી મળતું વગેરે વગેરે.. હિતેષએ હસીને ના પાડી.
અશોકભાઈને પૂછતાં એમણે  કહ્યું કે પહેલાં તેઓ ફક્ત અછાંદસ લખતાં. હવે બેઠકો અટેંડ કર્યા પછી વાર્તામાં રસ ઉગ્યો છે. હવે તેઓ વાર્તા લખવાનો પ્રયત્ન કરશે.

નેહા શાહ (મુંબઈવાળી)એ કહ્યું કે એણે અત્યારસુધી ફક્ત લેખો જ લખ્યા છે. હરકિસન મહેતા ફાઉન્ડેશન સાથે એ જોડાયેલી છે અને એમાં થતી પ્રવૃત્તિ વિશે એણે ખૂબ લખ્યું છે. આગળ નેહાનાં જ શબ્દોમાં એની વાત સાંભળીએ. 

~~ "શિબિરમાં જોડાયા પછી હું વાર્તા લખતી થઈ. મને પોતાને જ ખબર નહોતી કે હું વાર્તા લખી શકું છું..  ધીમે ધીમે ફાવટ આવી. હવે શિબિર અને ટાસ્કનાં અનુભવ  દ્વારા થોડું થોડું સમજાવા લાગ્યું છે કે વાર્તાને કઈ તરફ વાળવી, કયો મોડ આપવો..."

ભારતીબેન પંડ્યા એ પોતાની વાત કહી. ભારતીબેન છેલ્લી બેઠક જે યામિનીને ઘરે થઈ હતી ત્યારથી  બેઠકથી જોડાયા છે. એમણે કહ્યું કે કોલેજકાળ દરમિયાન એમણે ઘણી વાર્તાઓ લખી. એક દિવસ તેઓ પોતાની વાર્તાઓ લઈને એક 'મોટા સાહિત્યકાર' પાસે સલાહ સુચન માટે ગયાં. એ કહેવાતા મોટા સાહિત્યકારે એમને રુક્ષતાથી કહ્યું કે પહેલા તમે બીજા સર્જકોની ૫૦૦ વાર્તાઓ વાંચો અને પછી મારી પાસે આવો..અને એનાં પરિણામ સ્વરુપ ભારતીબેનની લેખન યાત્રા અટકી ગઈ..! એમણે કહ્યું કે હમણાં હમણાં ફરી કોશિષ શરુ કરી છે લખવાની. કોઈ એક પ્લોટ મનમાં ઉપસે.. પછી એ ઘૂંટાયા કરે.. શેકાયા કરે.. આકાર પામે.. પણ એમને હજુ પોતાનાં લખાણથી સેટીસ્ફેક્શન નથી. ભારતીબેને કહ્યું કે હવે તેઓ ચોક્કસ લખશે. એમણે પોતાને મુંજવતા બીજા એક પ્રશ્નની વાત કરી કે ખુબ ખુબ બધું વાંચી લીધું.મરીઝ, બેફામ, શુન્ય,  જેફ્રી આર્ચર, અગાથા ક્રિસ્ટી.. તો હવે બાકી શું રહ્યું? બધાં જ કલ્પનો, વિચારો વપરાઈ ચુક્યા છે.. નવું શું આપવું?

રાજુએ જવાબ આપ્યો કે  આ પ્રોબલમ તમારો એકલાનો નથી. વૈશ્વિક છે. કલાવિધાનમાં આ મર્યાદા મહદ અંશે બધાંને જ નડતી હોય છે. તે છતાં ક્યાંક ને ક્યાંક કશુંક ક્યારેક  નવું અવતરતું, આલેખાતું જ હોય છે. આપણાં બધાંની અંદર એક ઈનડીસીપ્લિન્ડ બાળક હોય છે અને એજ સાચી વ્યક્તિ છે. જ્યારે અંદરથી એનું પ્રેશર આવશે ત્યારે તમે લખશો. જેનાં પર વિચાર સુધ્ધાં ના કર્યો હોય એવા વિષય પર પણ લખશો. ભારતીબેનની મુંજવણ થોડે ઘણે અંશે દૂર થઈ.

પછી મારો એટલે કે રાજુલનો વારો આવ્યો. મેં કહ્યું કે મારી મૂંઝવણ એ છે કે હું બહુ વર્ણનાત્મક નથી લખી શકતી. રાજુએ કહ્યું કે એવું તમને કોણે કહ્યું કે વર્ણનાત્મક લખવું જ જોઇએ કે પછી વર્ણનાત્મક હોય તો જ સારું હોય..? આવતીકાલે લોકો એમ કહેશે કે તમારી વાર્તામાં ગાળ નથી, અને જ્યાં સુધી ગાળ નહિ આવે તમારું લખાણ બોલ્ડ નહિ ગણાય!! તો શું આપણે ગાળ લખશું?  કોઈ એકના અભિપ્રાયથી આપણે  આપણી સર્જનપ્રક્રિયા પર ગમે ત્યાંથી વિચારવા માંડીએ એટલો હક્ક કોઈને આપવો નહિં. મેં નક્કી કર્યું છે કે હું ફક્ત કૃષ્ણ ભગવાનનું જ સાંભળીશ અને આઈ એમ સ્યોર કે કૃષ્ણ ભગવાન ક્યારેય આવવાનાં નથી..! મને તમારી સમસ્યાનું નિવારણ કરવામાં પ્રોબલેમ નથી પણ પ્રોબલેમ એ છે કે આ સમસ્યા જ નથી!! તમે કહો કે અહિં રાક્ષસ છે એને હટાવો.. પણ રાક્ષસ હોય તો હું હટાવું ને? જો આ તમારો ભ્રમ હોય તો આપણે ભ્રમનો  ઈલાજ  કરીએ. વર્ણનાત્મકતા હોવી જોઇએ કે ન હોવી જોઇએ એ બીજું કોઈ નક્કી કરી શકે નહિ.. તમે પોતે પણ નક્કી ન કરી શકો.. કોઈ લેખક નક્કી ન કરી શકે.. એ ફક્ત વાર્તા પોતે જ નક્કી કરી શકે.. 

~~ પછી મેં આ જ વાત બીજી રીતે કહી કે મારી પાસે કોઈ પ્લોટ હોય, વિચાર હોય.. હું એ કાગળ પર ઉતારું પણ મોટેભાગે એ લઘુકથાનાં સ્વરૂપમાં જ ઉતરી આવે છે.. તો રાજુ એ કહ્યું કે તમને શું એમ લાગે છે કે તમે એક ફોરમેટ માં અટકી ગયા છો? હા.. મેં કહ્યું.. એમણે કહ્યું કે  કૃતિ અવતરવી એ પ્રક્રિયા  સંતાનનાં જન્મ જેવી છે. સંતાન ગર્ભમાં આકાર લે અને પોતાના નિયત સમયે અવતરે.. એનો રંગ, સેક્સ આપણે નક્કી નથી કરી શકતા. એ આપણાં હાથમાં હોતું નથી.. કાળું કે દુધ જેવું સફેદ, છોકરો કે છોકરી જે જન્મે આપણે એક્સેપ્ટ કરવું પડે. પણ વાર્તાની બાબતમાં આપણે એ ભ્રમમાં હોઈએ કે એનું સ્વરુપ આપણા હાથમાં છે અને એના લીધે ઘણીવાર વાર્તાની વાટ લાગી જતી હોય છે..હું ફરી ફરીને કહું છું કે વાર્તાને પોંખો.. જેવી એ આવી રહી છે એને સમજો.. સાંભળો.. તમારું કામ લહિયા જેવું હોવું જોઈએ.. લહિયા પાસે કોઈ સ્ત્રી પોતાનાં પુત્રનાં સરનામે કાગળ લખાવવા જાય કે "તુ જો બે દિવસમાં નહીં આવે તો તારી મા મરી જશે.. " ત્યારે લહિયો એમ ના કહી શકે કે આવું ના લખી શકાય.. પત્ર વાંચનારને હાર્ટ એટેક આવી જશે.. લહિયા એ આવુ ડહાપણ ના કરવાનું હોય.. એણે તો જે કહેવામાં આવે એ લખવાનું હોય છે. એ એવું પણ ન વિચારી શકે કે આ કાગળને પહોંચતા જ ચાર દિવસ લાગવાના છે.. તો તુ બે દિવસની ડેડલાઈન શી રીતે આપી શકે?

એમણે મને સલાહ આપી કે તમે દસ એવી વાર્તાઓ વાંચો કે  કે જે અલગ અલગ દસ ભાષામાં હોય, અથવા દસ અલગ અલગ દેશની હોય..એનાથી દસ અલગ અલગ પરિવેષ મળશે.. દસ વિભિન્ન સ્ટાઈલ મળશે.. દરેક દેશની, દરેક ભાષાની પોતાની સંવેદના હોય છે.. પોતાનું વિશ્વ હોય છે.. પોતાની સમસ્યા હોય છે.. આનાથી એ થશે કે તમારી પાસે  દસ વૈવિધ્યપૂર્ણ કલમ આવશે.ત્યારબાદ તમે જે લખશો તેમાં તમને આપોઆપ ખ્યાલ આવશે કે વાર્તાના પોતને આપણે કેવી રીતે બહેલાવી શકીએ..આપણે એને ક્યાં વધારી શકીએ કે ઘટાડી શકીએ કે પછી ક્યાં વધારવું જોઈએ કે ઘટાડવું જોઈએ..વાંચનથી ચેતોવિસ્તાર વધશે. એ વાર્તાઓ તમે પોતે શોધી શકો અથવા હું તમને નામ આપી શકું.. પણ તમે જાતે શોધી શકો તો સારું.. કયા લેખકોને વાંચવા જોઈએ કે કોને ન વાંચવા જોઈએ એ બાબત સ્પોન્સર્ડ ન હોવી જોઇએ. લેખકો પોતે નક્કી કરવા, પોતે વાંચવા અને પોતે જ ડિસ્કસ કરવા.. કોણ વાહિયાત લખે છે અને કોનું એવું છે કે ચોક્કસ વાંચવુ જ જોઈએ એ જાતે નક્કી કરવું.. યામિનીને અગાથા ક્રિસ્ટી ગમે છે તો મને પણ ગમવી જ જોઇએ એવો કોઈ નિયમ નથી.. આ એટલી બધી ડેલિકેટ વસ્તુ છે, એટલી બધી પર્સનલ વસ્તુ છે, એટલી બધી રીલેટિવ વસ્તુ છે.. કે એને તમે જાતે જ સ્પર્શો, નક્કી કરો..કોઈનો દિવો આપણને પ્રકાશ ન આપી શકે. બધાની પાસે પોતપોતાનો દિવો હોવો જોઇએ. પ્રીતિનો દિવો પ્રીતિને જ કામ આવશે એ મારા કોઈ કામનો નથી..!

પછી સમીરાનો વારો આવ્યો. સમીરાએ પોતાની સમસ્યા વર્ણવતા કહ્યું કે ફરજિયાતપણું એને અવરોધ સ્વરુપ લાગે છે. ટાસ્કમાં જ્યારે કમ્પલસરી વાર્તા લખવાની હોય એ પણ ચોક્કસ સમય મર્યાદામાં એનો એને ભાર લાગે છે. ભાર આવી જાય છે..તે ઉપરાંત એણે કહ્યું કે,"હું લખતી હોઉં ત્યારે લખાઈ જાય પછી એમાં સુધારા વધારા નથી કરી શકતી કે કોઈ વિસ્તારવાનું કહે તો એવું નથી કરી શકતી." રાજુએ કહ્યું કે તમને વિસ્તારવાનું કોણ કહે છે? તમારા પતિ? તમારો દિકરો?કે પછી કોઈ ફ્રેન્ડ? સમજો કે એક જણ આગળ વધારવાનું કહેશે, બીજો કાપવાનું કહેશે, કોઈ ત્રીજું એમ કહેશે કે ફાડી નાખો આખી વાર્તા તો શું કરશો? તમને કોઈ ચાઈલ્ડ સ્પેશીયાલીસ્ટ કહે કે તમારા સંતાનને બહાર ક્યાંક મોકલી દો.. તો તમે મોકલી દેશો?

અહિં તમે તમારી જ ફૂટપટ્ટી પર ભરોસો નથી મૂકી રહ્યા.. તમારો તમારી વાર્તા વિષે એક નક્કર અભિપ્રાય હોવો જોઇએ. એમણે આ તબક્કે 'બાપ, બેટો અને ગધેડો' એ વાર્તાનો સંદર્ભ આપ્યો.કે બાપ-બેટાએ મેળામાંથી ગધેડો ખરીદ્યો.. અને પછી રસ્તામાં વિવિધ તબક્ક્કે લોકોએ એમને સલાહો આપી, કોઈએ હાંસી ઉડાવી.. પણ કોઈએ એ એમને ગધેડા વિશેની હકીકત  જાણ કરી નહિ!

બીજું ઉદાહરણ એમણે ફિલ્મ મેકર મહેશ ભટ્ટ્નું આપ્યું. મહેશ ભટ્ટની શરુઆતી ચાર ફિલ્મો  સદંતર ફ્લોપ ગઈ હતી. ચ્ચચાર ફિલ્મો ફ્લોપ ગયા બાદ એમણે માથું ખંજવાળ્યું.મનોમંથન પછી એમને સમજાયું કે એ ચારેચાર ફિલ્મો બનાવવામાં એમને પણ જરાય મજા આવી નહોતી . એમણે એવી ફિલ્મો ફક્ત એટલા માટે જ બનાવી કારણકે મિત્રોએ કહ્યું કે આજકાલ આ જ ટ્રેન્ડ છે.. લોકોને આવું જ ગમે છે! પણ તે છતાં ફિલ્મો ફ્લોપ થઈ.. કોઈ થીએટરમાં આવ્યું નહિં.. પછી એમણે નક્કી કર્યું કે હવે હું એવી ફિલ્મો બનાવીશ કે જે મને ગમતી હશે.. કોઈને ના ગમે એનાં કરતાં કમ સે કમ એક જણ તો એવો હશે કે જેને ફિલ્મ ગમતી હશે... એ એક જણ એટલે મહેશ ભટ્ટ પોતે..ત્યાર બાદ સારાંશ આવી.. લોકોને ખુબ ગમી.. હિટ થઈ.. અર્થ આવી એ પણ ખુબ સફળ રહી.. એ ફિલ્મો મહેશ ભટ્ટએ પોતાની પસંદગીનાં સબ્જેક્ટ લઈને, પોતાની મરજીની સ્ટાઈલથી બનાવી. 'માસ' ને નહિં પણ 'ક્લાસ'ને ખૂબ પસંદ પડી.

તમારી વાર્તા તમને ગમતી હોયએ  બધાને જ  ગમશે એ જરુરી નથી..પણ કોઈ સ્લોટ એવો હશે કે જેમને ચોક્કસ ગમશે..

વાર્તા લખવાથી ડરામણી પ્રક્રિયા કોઈ નથી..આ ગલીના ગુંડાને ફેસ કરવા જેવું છે.. ડરીને રસ્તો બદલવાથી નહીં ચાલે..ધારોકે રસ્તો બદલ્યો.. પણ બીજા રસ્તે બીજો ગુંડો હશે.. તો શું કરવું?.. એને ફેસ કરો..પછી એ નહીં સતાવે..

સમીરાને રાજુએ પૂછ્યું કે તમે કેટલા વર્ષથી લખો છો? સમીરાએ એ કહ્યું ૧૫ વર્ષથી લખું છું પણ સિરિયસલી લખવાનું બે વર્ષથી ચાલુ કર્યું છે. રીપ્લાયમાં રાજુ એ કહ્યું કે આ તો એવી વાત થઈ કે દર વર્ષે એકવાર નવરાત્રી આવે..આપણે વરસના એ ૯ દિવસ ગરબા રમીએ..એવી રીતે વાર્તા નહી લખાય.. યુ હેવ ટુ બી કોન્સટન્ટ એટ ઈટ..કયારેક મૂડ આવ્યો અને  લખી  લીધું એવું નહિ ચાલે.. વરસમાં એક વાર ગરબા રમીએ ને સારું ન રમી શકાય.. ફરી છેક બીજે વર્ષે દાંડિયો હાથમાં લઈએ.. ત્યારેય જો સારું ન રમી શકાય તો પછી કમ્પ્લેઈન કરવી જોઈએ નહિં..કે નથી આવડતું..

તમારી કૃતિ પર ટીકા થાય એ લઈ લો.. સ્ટોકમાં રાખો..એમાંથી કેટલી એક્સેપ્ટ કરવી કે ન કરવી એ તમારા હાથમાં છે. 

ટીકાનું એવું છે કે નાનું બાળક ચાલતાં સીખે ત્યારે પડે આખડે.. આપણે પ્રશંસા કરીએ.. ટીકા પણ કરીએ..  પણ એનાં માટે વોકર લઈ આવશું અને એની મદદથી એ ચાલતાં શીખશે તેમાં એને પડવાનો અનુભવ નહિ મળે. એ ચાલતાં તો સીખી જ જશે પણ  મોટો થયા બાદ જો ક્યારેક પડશે ત્યારે સહન નહીં કરી શકે.. કારણ એનાં હાડકાંને વાગવાનો કશો અનુભવ નથી..

આ વાતો દરમિયાન એક પ્રસ્તાવ આવ્યો કે આપણે બેઠકની જગ્યા બદલવી જોઈએ કે..? જ્યાં બેઠા હતાં ત્યાં એસી હતું... બહાર ના હોલમાં થોડી મોકળાશ હતી પણ ત્યાં એસી નહોતું... થોડાં મતમતાંતર પછી સુત્રધારે હોલ માં જઈએ એ વાત પર ભાર મુક્યો અને સહુ હોલ માં શિફ્ટ થયા...

જગ્યા બદલ્યા બાદ વાત ચાલુ થઇ એટલામાં ડોરબેલ વાગી.. પ્રીતિએ ઉઠીને દરવાજો ખોલ્યો.. પ્રિતીનું કશું મિસ ન થાય એટલે રાજુએ વાતો અટકાવી.. દરવાજે એક છોકરી હતી જેણે  કહ્યું કે હું યોગા ક્લાસ માટે આવી છું. પ્રીતિએ કહ્યું કે અહિં કોઈ યોગા ક્લાસ નથી ચાલતાં આ રેસીડેન્ટ છે. પણ પેલી છોકરીએ જણાવ્યું કે મને આ જ એડ્રેસ આપવામાં આવ્યું છે. ઘણુ સમજાવ્યા પછી પણ પેલી છોકરી એ માનવા તૈયાર જ નહોતી કે અહિં કોઈ યોગા ક્લાસ નથી ચાલી રહ્યા.પ્રિતીએ એવું પણ અનુમાન લગાવ્યું કે કદાચ યોગા ક્લાસ 'A' વિંગમાં હશે.. આ 'B' વિંગ છે.. તને ગેરસમજ થઈ હશે.. પણ પેલી માની નહિ અને  રટ પકડી રાખી કે આજ એડ્રેસ સાચું છે, હું કાલે અહિં જ આવીને પાંચ હજાર રુપિયા ભરી ગઈ છું એનાં હાથમાં યોગા મેટ પણ હતી. એણે મોબાઈલમાં એડ્રેસ બતાવ્યું પણ ખરું જે પ્રીતિનાં જ ઘરનું હતું! એનો ચહેરો દયામણો હતો. આ બધામાં ૭..૮.. મિનિટ પસાર થઈ ગઈ. રૂમમાં ગણગણાટ થવા લાગ્યો કે, રવાના  કરો એને જલ્દી.. આટલુ બધું ક્લેરીફીકેશન આપવાની જરૂર નથી જો એ સમજતી ન હોય તો.. દરવાજો બંધ કરીદો એવું પણ કોઈકે કહ્યું. પણ પેલી છોકરી બરાબર વચ્ચે એવી રીતે ઉભી હતી કે દરવાજો બંધ કરી શકાય નહિ. આ બધો ચણભણાટ, ગણગણાટ સાંભળી પરિમલભાઈ, પ્રીતિનાં હસબન્ડ પણ બીજા રૂમમાંથી બહાર આવ્યા. એમણે પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તુ ખોટા સરનામા પર આવી છે.. ચાલ હું તને 'A' વિંગમાં મુકી આવું.. પણ પેલી ધરાર ન માની. પરિમલભાઈ એ થોડો કડક રવૈયો અપનાવીને એને બાજુ એ કરી અને દરવાજો બંધ કરી દીધો અને  પોતાની રૂમમાં ચાલ્યા ગયાં. અમે બધાં પણ આશ્ચર્યચકીત હતાં કે કેવી  જિદ્દી છોકરી હતી.. સમજતી જ નહોતી.. કોઇનીય વાત માનતી નહોતી.. કોઈ આટલું 'ઢીઠ' કઈ રીતે હોઈ શકે? બધું થાળે પડે અને બેઠકનો અનુસંધાન ફરી સધાય એ પહેલાં ફરી બેલ વાગી. એ જ છોકરી હતી..! પ્રીતિએ હવે ચીડાઈને કહ્યું કે તને સમજાતું નથી હું કહું છું કે આ મારું ઘર છે અને અહિં કોઈ યોગા ક્લાસ નથી ચાલી રહ્યા?

હવે સુત્રધાર રાજુ વચ્ચે પડ્યા. એમણે કહ્યું હું સમજાવું છું એને.. એમણે છોકરીને અંદર બોલાવી અને પૂછ્યું, "જો બરાબરતુ કાલે અહિં જ આવી હતી પૈસા ભરવા..?" પેલીએ કહ્યું હા.. અહિં જ આવી હતી.. 

ફરી રૂમમાં ચણભણાટ થઈ ગયો . હવે જિજ્ઞા અને ભારતીબેન ઉઠીને એની પાસે ગયાં. અમારામાંથી કોઈ એમ પણ બોલ્યું કે આમ કોઈ અજાણ્યાને ઘરમાં ન લેવાય.. જમાનો કેટલો ખરાબ છે. કઈ હથિયાર બથિયાર કાઢી લીધું તો?? જિજ્ઞાએ પેલીને બાંવડેથી ઝાલી કે આને તો હું મૂકી આવું છું 'A' વિંગમાં..  પેલી છોકરી રડમસ થઇ ગઈ .. હું અહિં જ આવી હતી કાલે, આ જ ઘરમાં અને પાંચ હજાર રુપિયા ભરી ગઈ હતી.. રાજુએ બધાને શાંત રહેવા કહ્યું અને પેલી છોકરીને પાણી પાયું. કે શાંતિથી વિચારીને જો.. આ જ ઘર હતું? પેલી એ ફરી હા પાડી.. મને એ છોકરી ઑટીસ્ટીક લાગી.. મેં સેમને કહ્યું આ છોકરીને મેન્ટલ પ્રોબલમ લાગે છે.. એ ખરેખર ભૂલી ગઈ હશે કે  ગઈકાલે કયા એડ્રેસ પર ગઈ હતી..ભારતીબેન હવે ખાસ્સાં ચીડાઈ ગયાં.. એમણે પેલીને ખખડાવવાનું ચાલુ કર્યું. આ ઘડીએ રાજુએ સૌને ચુપ કરાવી દીધાં અને ઘટસ્ફોટ કર્યો કે આ છોકરીનું નામ પલ્લવી છે અને એ મારી મિત્ર છે.. મેં એને અહિં બોલાવી હતી અને આ જ તમારું આજનું ટાસ્ક છે..!

રૂમમાં પીનડ્રોપ સાઈલેન્સ પથરાઈ ગયું.. બધાં મોં વકાસીને વારાફરતી કયારેક પોતાનાં બાજુવાળાને તો ક્યારેક સુત્રધારને જોતાં રહ્યાં.. બે-ચાર મિનિટ પછી કંઈક કળ વળતાં ધીમે ધીમે સૌને ગડ પડી કે  થોડીવાર પહેલા આ બધું શું થઈ ગયું હતું.. પછી તો 'આપણે કેવા ઉલ્લુ બની ગયાં' એ વિચારે ખુબ હસવું આવ્યું..


પ્રીતિના ઘરે પ્રથમ બધાં લિવિંગ રૂમમાં બેઠા હતાં.વેલકમ ડ્રીંક લીધા પછી પ્રીતિએ પ્રસ્તાવ મુક્યો કે આપણે અંદર સ્ટડીરૂમમાં બેસીએ કારણ અહી લિવિંગરૂમમાં AC ની સગવડ નથી અને ગરમી ખુબ છે. સૌએ આ પ્રસ્તાવને વધાવી લીધો અને અંદર ગોઠવાયા. પણ રાજુને આ વ્યવસ્થા પસંદ પડી નહી. કલાકેક થયો હશે ત્યાં એમણે વાંધા વચકા કાઢવા માંડ્યા. AC ખુબ તેજ છે..AC  ઓછું કરવામાં આવ્યું .રૂમ નાનું છે હરવા ફરવાની જગા નથી. ખુરશીઓ થોડી થોડી હટાવીને જગા બનાવવામાં આવી. પણ રાજુને તોય ફાવ્યું નહિ છેવટે એમણે કહ્યું કે આ રૂમમાં સફોકેશન થાય છે તેથી આપણે બહાર બેસીએ. અહી મજા નથી આવતી! આખરે બધાં ફરી બહાર લિવિંગરૂમમાં આવીને બેઠાં.

અંદરનાં રૂમમાં રાજુને શું વાંધો પડ્યો? એ પ્રશ્ન નો જવાબ પલ્લવી આવી ત્યારે સમજાયો! કદાચ એમને એ વાતની ચિંતા હશે કે મેઈન ડોરથી સ્ટડીરૂમ ખાસ્સું દૂર છે. થોડીજ વારમાં પલ્લવી આવશે ને એ ડ્રામા ભજવાશે ત્યારે અંદર રૂમમાં બેઠેલા લોકો દૂરીને કારણે કનેક્ટ નહિ થઇ શકે!તો પછી જે ટાસ્ક છે એની સાથે ખુબ મર્યાદિત લોકો જોડાઈ શકશે. બધાં બહાર હોય તો એકસાથે જોડાય અને બધાનાં રીએકસન્સ મળે!
પલ્લવી વાળો ડ્રામા ભજવાઈ ગયા પછી યામિનીએ એક વાર આ વાત મૂકી પણ હતી કે શું આના માટે તમે બધાને બહાર લઇ આવ્યા સફોકેશનનું બહાનું કરીને? રાજુએ કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો...
પણ  હવે તો એ જ ખરું પણ લાગે છે!

પલ્લવીને એની આ અફલાતૂન એક્ટિંગ માટે સૌએ અભિનંદન આપ્યા અને વાતોએ વળગ્યાં. રાજુ એ આવી જ કોઈ મૌલિક ઘટના આલેખવાનો-એમાંથી વાર્તા નીપજાવવાનો ટાસ્ક આપ્યો. કે ઘરમાં ગેટ-ટુગેધર ચાલી રહ્યું છે.જન્મદિવસની પાર્ટી, લગ્નની પાર્ટી, ડિવોર્સની પાર્ટી, ફ્રેન્ડસનું ગેટ-ટુગેધર કંઈ પણ હોઈ શકે.. ત્યાં આવી જ રીતે કોઇ આગંતુક આવે એ પરિસ્થિતિ વર્ણવો.. એમાં હાજર રહેલા લોકોનાં શું શું અને કેવા કેવા રીએક્શન હોઈ શકે એ વર્ણવો અને એને એક સરસ અંત આપો. આ બધા માટે સમય આપ્યો પૂરી વીસ મિનિટ..! આ સરપ્રાઈઝ ટાસ્ક ઉપરાંત  પલ્લવીના  આ અણધાર્યા પ્રવેશ વિષે પોતપોતાનો અનુભવ ટૂંકમાં લખી મોકલવા સુત્રધારે બેઠકમાં હાજર તમામ સભ્યોને નિવેદન કર્યું હતું. એ કલરફૂલ અનુભવો અહેવાલમાં એમનાં નામ સાથે ટાંકવામાં કરવામાં આવ્યા છે એ નોંધશો.

બધાં જ સભ્યો એ વાર્તા લખી અને રાજુને સોંપી..

એ કાગળ પછી સભ્યોમાં બાંટી દેવામાં આવ્યા. જેનાં હાથમાં જે વાર્તા આવી એણે એ વાર્તાનું પઠન કર્યું. કુસુમની વાર્તાનું પઠન હિતેશે કર્યું..જેમાં ખૂબ હસાહસ અને મુજનું વાતાવરણ સર્જાયું. મારી જિજ્ઞાએ વાંચી.. ભારતીબેનની સમીરાએ. ભારતીબેન આ  એકબીજાની વાર્તા વાંચવાના આઈડીયાના પક્ષમાં બિલ્કુલ નહોતા. કારણ એમને લાગતું હતું કે એમનાં અક્ષર અતિશય ખરાબ છે અને એમના સિવાય કોઈ ઉકેલી નહિં શકે. પણ સમીરાએ ભારતીબેનની વાર્તા સરસ રીતે વાંચી. ત્યાર બાદ એમનો શ્વાસ હેઠો બેઠો..! આ પઠનનો દૌર ચાલી રહ્યો હતો ત્યાં ફરી ડોરબેલ વાગી. હાજર તમામ સભ્યોની આંખો રાજુનાં ચહેરા તરફ મંડાઇ કે હજુ આ માણસે બીજું કશું વિચિત્ર સરપ્રાઈઝ તો પ્લાન નથી કર્યું ને!

દરવાજો ખોલ્યો.. તે દિવસનાં મહેમાન સર્જક શ્રી સલામ બીન રઝાક અને સાથે અસલમભાઈ જે રાજુનાં મિત્ર હતાં એ આવ્યાં હતાં. સલામભાઇના  અભિવાદન અને ઓળખાણ કરાવ્યા બાદ સલામભાઈએ પોતાની નિતાંત સુંદર વાર્તા 'આદમી ઔર આદમી'નું પઠન કર્યું.
માનવીય સંવેદનાને ઝણઝણાવી નાખતી, ક્રીયેટીવ સંવેદનાને ઝણઝણાવી નાખતી એ વાર્તા સાંભળીને સૌ સ્તબ્ધ થઈ ગયાં..!

પછી સલામભાઈએ એ વાર્તા વિષે વાતો શેર કરી કે એ વાર્તા એમને ક્યાંથી જડી..એમણે કહ્યું કે વર્ષો પહેલા એમણે થોમસ એડીસનની વાત વાંચેલી. ટ્રેક પર પડી ગયેલા બાળકને બચાવવા એડીસન ચાલતી ટ્રેન સામે કુદી ગયાં હતાં ..બાળકને બચાવી લીધું પણ એમનાં પગની એડી ટ્રેન નીચે આવી જતાં કપાઈ ગઈ. 
બીજા એક પ્રસંગમાં એમણે ક્યાંક 'સાંપ કા બચ્ચા સંપોલા હોતા હૈ' આ વાક્ય  વાંચ્યું અને એમના મનોમસ્તિષ્કમાં આ વાક્ય કોતરાઈ ગયું..! એમનાં જ શબ્દોમાં સાંભળીયે..

~~ "ફ્રાન્સમેં ઈન્કિલાબ આયા. વોહ ભયાનક ક્રાન્તિ થી. મજદૂર ગરીબ થે.. ઉન્હેં જાગીરદારોંને ચુન ચુન કે માર દીયા.ઉનકા પૈસા અપને પાસ રખા થા. ઉનકે ખલિહાનોંસે ભરે ખેતોં મેં હઝારોં કી તાદાતમેં કબુતર છોડ દેતે થે..  કબુતર સારા દાના ચુગ લેતે.. ઔર ઈસ તરહ ગરીબી કભી ઉનકા પીછા ન છોડતી.. દુસરી ઓર બેગમ કે સેન્ડલ રખને કે લિયે ભી અલગ અલગ કમરે રખે થે.. ઈસ તરહ ગરીબોં પે ઝુલ્મ હોતે.. એક દીન દવ ફટા.. લોગોંને જાગીરદારકે પરિવાર કો માર ડાલા.. એક છોટા બચ્ચા બચ ગયા.. અંતમેં ઉસે ભી યહ સોચકર કાટ ડાલા કી સાંપકા બચ્ચા  સંપોલા હી હોતા હૈ..આગે ચલકે ડસેગા જરુર.."

આમ આ બે પ્રસંગ ભેગા થયાં અને એક અમર વાર્તા લખાઈ. એમણે કહ્યું કે કહાનીકા જો બીજ હોતા હૈ.. વોહ હમારે જહનપે ગીરતા હૈ.. અંકુર ફૂટતેં હૈં.. પનપતા હૈ.. ઉસમેં પાની, ખાદ સૂરજકી રોશની સબ શામિલ હોતા હૈ તબ જાકર કહાની જન્મ લેતી હૈ.. પછી આ વાર્તા પર ચર્ચા થઈ. એમણે સભ્યોનાં પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપ્યાં. વાર્તાનો પરિવેષ જ એવો હતો કે વાતો હિન્દુ-મુસ્લિમ દંગા ફસાદ સુધી પહોંચી ગઈ.એમણે કહ્યું કે મેં મારી આખી વાર્તામાં કોઇ ધર્મનો ઉલ્લેખ કર્યો નથી. પહેલા ભાગમાં બાળક પોતાનાં સંપ્રદાય કરતાં અલગ સંપ્રદાયનું છે અને  યુવક એને બચાવે છે અને બીજા ભાગમાં બાળક પોતાનાં સંપ્રદાય કરતાં અલગ સંપ્રદાયનું છે એટલે યુવક એને મારી નાખે છે. એમણે કહ્યું કે શું ફરક પડે છે કે કોનો કયો ધર્મ છે..હિન્દુસ્તાન હો યા પાકિસ્તાન.. ઝુલ્મ ઝુલ્મ હોતા હૈ.. બર્બરતા બર્બરતા હોતી હૈ.. દંગા ક્યારે આમ આદમી કરતો નથી..  રોજ કમાવીને રોજ ખાનારા માણસને ખબર છે કે જો દંગા ફસાદ થશે તો મારા જ ઘરમાં ચુલો નહિં બળે. આ બર્બરતા આચરે છે રાજનીતિમાં પડેલા લોકો.. લીડર પણ એ જ હોય છે અને ગુંડા પણ એ જ.. ધર્મના નામ પર ફસાદ કરાવીને એમને પોતાનોજ રોટલો સેકવો હોય છે.. અને એટલે જ તેઓ ભડકા કરાવે છે..અને મેં આ જ સંદેશો આપવાની કોશીષ કરી છે. 

ત્યાર બાદ એમણે પોતાની બીજી નવલિકા 'પ્રવચન'નું પઠન કર્યું. જે બુધ્ધનાં જીવન પર આધારિત હતી.સભ્યો એ પ્રશ્નો પૂછ્યાં. ભારતીબેનનાં એક પ્રશ્નનાં જવાબમાં સલામભાઈ એ કહ્યું કે એ વિચારો કે જબ આપ કહાની બનાતે હો તો કહાની પહેલે બનતી હૈ યા વિચાર પહેલે બનતા હૈ? એન્ડ કૈસે બનતા હૈ

એમણે મન્ટોની સર્જનપ્રક્રિયા વિષે વાત કરી. મન્ટો એક જ બેઠકમાં વાર્તા લખી નાખતાં. અખબારમાં જે સમાચાર છપાતાં એમાંથી પણ એ અફલાતુન વાર્તા શોધી લેતાં.એમની પાસે શરાબ પીવાનાં પૈસા ના હોય તો એ ટાઈપરાઈટર પર બેસી જતાં અને વાર્તા લખી નાંખતા..!

એમણે કહ્યું કે રેશમનો કીડો પોતાની આસપાસ દિવસરાત મહેનત કરીને કોષેટો બનાવે છે.. ત્યારે જઈને રેશમ ઉત્તપન્ન થાય છે. ૯૨/૯૩નાં કોમી દંગા દરમિયાન તેઓ એક ભયાનક ઘટનાનાં સાક્ષી બન્યાં. એમણે એ ઘટનાને વાર્તા તરીકે અવતારવા ઘણા પ્રયત્નો કર્યાં. પણ જારે જ્યારે કલમ ઉપાડતાં એમને સમજાતું નહીં કે ક્યાંથી શરુઆત કરવી!

કોઈ ઘટના/કિસ્સો પ્રભાવિત કરી જાય ત્યારે સૌથી પહેલા એ વિચારવું કે આમાંથી વાર્તા નીકળી શકે છે કે નહિં? પછી કેરેક્ટર, સંવાદ વિષે વિચારવું. વાર્તાનું વાતાવરણ કેવી રીતે ઉભું કરવું એ વિષે વિચારવું.. દ્ર્શ્ય કેવી રીતે ઉમેરવા.. આ બધું ખૂબ વિચાર માંગી લેતી પ્રક્રિયા છે.

એમણે પોતાનાં સર્જનકાળ દરમ્યાન ૭૦ થી ૮૦ વાર્તાઓ લખી છે પણ એમાંથી 'માસ્ટર પીસ' કોઈ નથી એવું એમને લાગે છે..માસ્ટર પીસ ક્યારેક જ અવતરે.. કોઈ એક વિષિષ્ટ પળે..એમની  એવી વાર્તા હજુ આવાની બાકી છે એવું એમનું માનવું છે. 

ત્યાર બાદ જે ટાસ્ક થયું હતું એમાંની અમુક સભ્યોની વાર્તાનું વાંચન બાકી હતું તે થયું. યામિનીએ પોતાની વાર્તા ઓનલાઈન હિન્દી ટ્રાન્સલેટ કરીને વાંચી.જે સલામભાઈને ગમી. બધા સભ્યોમાંથી કુસુમની વાર્તા બેસ્ટ હતી. મારી વાર્તા જિજ્ઞાએ વાંચી હતી. એ પૂરી થયા પછી રાજુએ કહ્યું તો કંઈ જ નહિં પણ એમણે જે 'વિશિષ્ટ' પ્રકારનાં રીએક્શન આપ્યાં એ જોતાં મને એવું સમજાયું કે મારી  વાર્તા પણ નોંધનીય તો છે જ.. 

સલામભાઈએ આ મુદ્દે પણ પોતાનાં અભિપ્રાય આપ્યા. જે એમનાં જ શબ્દોમાં સાંભળીયે.

~~ "વર્કશોપકી કહાની પ્રકાશિત નહીં હો સકતી. ક્યુંકી પ્રોસેસ સે ગુજરનેવાલી કહાની હૈ."

ભારતીબેન એ કહ્યું કે કોઈ એક પ્રસંગ અપાય ને લખવાનું કહેવામાં આવે તો એ સમયે મોસ્ટલી વિચારશક્તિ પુરબહારમાં ખીલતી નથી હોતી..!

સલામ ભાઇએ કહ્યું કે દરવાજો કોઈ બહારથી ઠોકે કે પછી અંદરથી..શું ફરક પડે છે?  બેઉ બાબતમાં કલ્પનાથી લખવું જોઈએ એ મુખ્ય અને કોમન વાર છે. તમે કહી એ વાત અંદર સુધી સ્પર્શવી જોઈએ.કેન્સર વિશે લખવા જરૂરી નથી કે તમારે કેન્સરના અનુભવમાંથી પસાર થવું જ જોઈએ તો જ સંવેદનશીલતા આવે. તમારી પોતાની અંદર કેટલી સંવેદનશક્તિ છે એ ચકાસો. અંદરની ક્ષમતાને પૂરેપૂરી કામે લગાડો. ત્યારે જ કોઇક સરસ વસ્તુ બહાર આવશે. વાર્તા તમને તમારી આસપાસ જ મળતી હોય છે..એને ગોતવી પડે.. એ ક્યારેય આકાશમાંથી ટપકતી નથી કે પછી ટપકવાની નથી..!

ફરી વાત મહાન વાર્તાકાર મન્ટો પર આવીને અટકી.

મન્ટોને કોઈએ પૂછ્યું,'આપ કહાની કૈસે લીખતેહૈં?' મન્ટોએ જવાબ આપ્યો,' મૈં સુબહ ઉઠતા હું, અખબાર પઢતા હું, અખબારમેં કોઈ ઐસી ખબર દીખ જાયે તો કહાની લીખ લેતા હું.'

એમણે એક દિવસ અખબારમાં ખબર વાંચી કે કોઈ એક ગરીબ સ્ત્રીએ સડકના કિનારે એક બાળકીને જન્મ આપ્યો. બસ મન્ટોએ આ સમાચાર વાંચ્યા અને વાર્તા (સડક કે કિનારે) લખી નાખી. બાળકીનાં જન્મ પહેલાની ક્ષણો અને જન્મ લીધા પછીની ક્ષણોને એમણે નિતાંત સુંદર રીતે કાગળ પર કંડારી.સવારનાં એ બાળકી કચરા ટોપલીમાંથી મળી..  એની અધખુલી આંખો બ્લ્યુ કલરની હતી..કાગળ પર વાર્તા અહિં પૂરી થાય છે. પણ અસલી વાર્તા ત્યારબાદ જ ચાલુ થાય છે.. બાળકીની આંખો બ્લ્યુ હતી તો શું એ કોઈ અંગ્રેજનું સંતાન હતી? કોઈ અંગ્રેજે પેલી સ્ત્રી સાથે ઝોર જબરદસ્તી કરી હશે? તે સમયમાં અંગ્રેજો ભારત પર રાજ કરતા. એનું એવું પણ ઈન્ટરપ્રીટેશન 

થઈ શકે કે એ સ્ત્રી જાણે ભારતમાતા હતી અને અંગ્રેજો એનાં પર ઝુલમ કરતાં હતાં..!

સાહિત્યિક ઈન્ટરર્પ્રીટેશન ઘણાં હોઈ શકે પણ કમર્શિયલ એક્કે નથી હોતું..! 
હવે વાતનો દોર રાજુએ ફરી પોતાના હાથમાં લીધો.વાર્તા વાંચતી વખતે એવું જરાય ના લાગવું જોઈએ કે લખનાર આ આલેખાતી ઘટનાનો સાક્ષી નહોતો.એ ત્યાં હાજર નહોતો. આ અહેસાસ જરૂરી છે. અનુભૂતી નહીં હોય તો વાર્તા લખીશું કેમ? સલામભાઈએ બુધ્ધની વાર્તા લખી પણ એ માટે એમને એ સમયનાં અનુભવથી પસાર થવાની કોઈ જરૂર નથી. એ યુગ અલગ હતો.. ત્યાર બાદ જમાનો વીતી ગયો. પણ સલામભાઇએ વાર્તાનાં પરિવેષમાં એ સમય, એ પૃષ્ઠભૂમી એટલી સરસ રીતે અને સહજતાથી કંડારી જાણે કે એ પોતે આ ઘટનાનાં સાક્ષી ન રહ્યા હોય.. ! આ વાત છે અનુભૂતીને અંદર ઉતારવાની.અનુભૂતીને અંદર ઉતારી લો.. બસ પછી કશાયની જરૂર નહિં પડે.

સિદ્ધાર્થ બુદ્ધ બન્યાં પછી ફરી એકવાર વિહાર કરતાં કરતાં પોતાનાં જન્મસ્થળે  આવ્યાં. એમનાં પિતા શુદ્ધોધનને એમનાં આગમનની ખબર પડી. તે પુત્રને મળવા ગયાં. બુદ્ધ ત્યારે એક વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠાં હતાં. ભગવાન બુદ્ધનાં સાંસારિક જીવનનાં પિતા શુધ્ધોધનએ  ધીમેથી એમનાં પૂર્વાશ્રમનાં નામથી સંબોધન કર્યું..' સિધ્ધાર્થ..' બુદ્ધએ આંખો ખોલી અને સાવ નિર્લેપ ભાવે પૂછ્યું..' કોણ સિધ્ધાર્થ?'..
જ્યારે વસ્તુ અંદર સુધી ઉતરી જાય વ્યક્તિત્વો બદલી જતાં હોય છે.

વર્ષાએ સલામભાઈને પોતાની મૂંઝવણ  જણાવી કે આપણે જે વિચારીએ છીએ એમ થતું નથી! જે રીતે વિચારી રાખ્યું હોય એ રીતે કાગળ પર ઉતારી શકાતું નથી અને બધું ગલત થઇ જાય છે!

સલામભાઈએ વાતનો અનુસંધાન સાધી લેતાં કહ્યું કે ગલત કે સહી તમે વિચારો છો જ શું કામ? શુરુ કિયા.. એક વાકિયા એક સેન્ટેન્સ આગળ વધતાં બદલાય તો કોઈ વાંધો નથી.. ફક્ત વિષયાંતર ન થાય એનું ખ્યાલ રાખવું.
ભારતીબેન એ પૂછ્યું કે ધારોકે વાર્તાનો અંત વિચારી રાખ્યો છે,પણ વાર્તા અંત સુધી પહોંચે ત્યાં સુધી બે  ત્રણ અંત સુઝી આવ્યા હોય છે અને પછી સમજાતું નથી કે કયો અંત લેવો?

સલામભાઈએ કહ્યું કે યહ કામ આપકો ખુદહી કરના હોગા.આપકા હાથ પકડકર કોઈ નહિ બતાયગા કે ઐસે કરો ય ઐસા લીખો. આપકો ખુદ લિખના હોગા.

અહિં અસલમભાઈએ વાત પકડી લીધી. એમણે કહ્યું કે આપ ખુશનશીબ હૈ કી  એક કહાનીકે આપકે પાસ તીન અંત હૈ.. કઈઓં કે પાસ એક ભી નહિ હોતા!

જબ તય ના કર પાઓકી કૌનસા અંત લું તબ તીનો અંત લીખકે ઉસે ઐસેહી છોડ દો. ભૂલ જાઓ.યહાઁ તક કી વોહ જહનસે ઉતર જાયે.બ્લર હો જાયે. તબ ફિર એક બાર ઉસ કહાની પર ગૌર કરો.તબ આપ બહેતર પોઝીશનમેં હોંગી કી કૌનસા અંત લું.. યા ફિર ઐસાભી હો સકતા હૈ કી આપકો કોઈ ચૌથા સબસે બઢીયા અંત મિલ જાયે!

સલામભાઈએ આ વાતમાં પોતાનો સૂર ઉમેરતાં કહ્યું કે થોડોક સમય પસાર થયા બાદ વતુઓ બદલી જતી હોય છે. જો લખતી વખતે કોઈ સમસ્યા સામે આવે તો કાગળ ડ્રોઅરમાં મૂકી દો.૧૫..૨૦... દિવસ પછી ફરી એને બહાર કાઢો. ત્યારે તમને જ એવું લાગશે કે આટલી નાની બાબતથી હું મૂંઝાઈ હતી? આવી નાની સમસ્યા પર અટકી હતી? ડરી ગઈ હતી? સમય ઘણું બધું શીખવતો હોય છે.

અસલમભાઈએ ફરી વાતચીતનો દોર પોતાના હાથમાં લીધો. એમણે નાટ્યકાર બાદલ સરકારનું ઉદાહરણ આપ્યું. બાદલભાઈ જીવનનાં આખરી તબક્કામાંમાં હતા. ભાઈદાસ હૉલમાં એમની લાઈવ મુલાકાત હતી. તેઓ નાટકો લખતાં. નાટક પૂરું લખાઈ ગયા પછી, તૈયાર થઈ ગયા પછી તેઓ એને મહિના દોઢ માટે સાઈડ પર રાખી દેતાં.ફરી જ્યારે એ પોતાનું જ નાટક વાંચતા અને એમને  એમાં ઘણી બધી ત્રુટીઓ મળી આવતી, અને ક્યારેક તો આખું નાટક જ સાવ ન ગમતું એવું બનતું. ત્યારે એમને લાગતું કે આ એક દોઢ મહિનામાં મારો ગ્રોથ થયો છે. હું હવે આનાથી બેટર કરી શકું છું.. પણ હવે જીવનના આ મુકામ પર હું જ્યારે મારા જુના નાટકો ફરી વાંચું છુ ત્યારે મને મારું લખાણ ગમે છે..! એનો મતલબ એ કે હું DEAD થઈ ચૂક્યો છું..! 

સલામભાઇએ કહ્યું કે બેય હાથ ફેલાવીને જે પણ સુઝે , ઉકલે એને વેલકમ કરો. રોજ ૨ થી ૩ ફુલસ્કેપ ભરીને લખવું જ એવો નિયમ રાખો. 

અસલમભાઈ ફરી વચ્ચે ટપકી પડ્યા અને કહ્યું કે ધારોકે હું બારીમાંથી સામે દેખાતા જે ઝાડને જોઈ રહ્યો છું એના વિષે મારે લખવું છે. પણ પ્રકાશ ઓછો છે.. અંધારું ઉતરી આવ્યું છે એટલે હું સ્પષ્ટપણે બધું જોઈ શકતો નથી. અહિં આપણને સલામભાઈ એ જે કહ્યું તે એક્સપીરીયન્સ કામ લાગશે. રોજ જે બે..ત્રણ ફુલસ્કેપ ભરીને લખવાનો મહાવરો હશે એ કામ લાગશે. માનસિક વિઝન ફોકસ થશે તો શબ્દની કમી ક્યારેય નહિં પડે.  જેટલું દેખાય છે સામે એમાં માનસિક વિઝન અને લખવાનાં મહાવરાનો ઉપયોગ કરીને હું એ ઝાંખા દેખાતા વૃક્ષ વિષે સારું જ લખી શકીશ એવું મને લાગે છે. આના માટે ખૂબ ખૂબ વાંચો. સજ્જ થાઓ.. ત્યારે જ કલમની જંગ ખતમ થશે.. એને શબ્દો અવતારવા જદ્દોજહદ  નહિ કરવી પડે..! 

સલામભાઈ એ વધુ એક ઉદાહરણ આપ્યું. એમણે કહ્યું કલમ તલવાર ભલે નથી પણ કલમથી સશક્ત કોઈ હથિયાર નથી. ધારો કે તમે કોરા કાગળ પર એક શબ્દ લખ્યો..'મેલા'.. અને આંખો સામે મેળાનું મનોરમ્ય દ્રશ્ય ઉભું થઈ જાય . ઘણીવાર આપણે જોયેલું જાણેલું એમજ કાગળ પર ઉતારી દઈએ છીએ. આ તાકાત માત્ર શબ્દના માધ્યમ પાસે છે... સમજો કે કોઈ એક ફિલ્મમાં તમે મેળાનું દ્રશ્ય જોયું છે. તો તમારી દિમાગ અનાયસ જ આપોઆપ એ દ્રશ્ય સુધી પહોંચી જશે..આંખો સામે સ્ક્રીન પર જોયેલું એ દ્રશ્ય ભજવાવા લાગશે.. અને તમારી 

કલમ એને આલેખી લેવા તત્પર બની જશે..

પણ.. સબૂર..

યાદ રાખો કે દ્રશ્ય શૂટ કરવાવાળાની આંખોથી જોયેલું હશે અને સ્ક્રીન ઇમેજને સીમીત કરી દેતી હોય છે. જ્યારે આપણે આપણી માહિતીની સાથે સાથે કલ્પના શક્તિનો પણ ભરપૂર ઉપયોગ કરવો રહ્યો તો જ કાગળ પર મેળાનું એક સુંદર દ્રશ્ય ઉપસી આવશે. કોઈ દિગ્દર્શક ફિલ્મના પરદે તમને કદાચ ખુબ ભવ્ય મેળો દેખાડી શકે પણ એ મેળો એના વિઝન નો હશે... એમાં જોનાર ની કલ્પના માટે અવકાશ  ન હોય.

આ વાત સમજાવવા એમણે શાહરુખ ખાન નો દાખલો આપ્યો.કે શાહરુખે 'અશોકા' ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવ્યું સમ્રાટ અશોકનું. સમ્રાટ અશોક એક મહાન રાજા હતો જેની પ્રતિભા અને ગુણોને કોઈ એક ઈમેજમાં કે અભિનયનાં બંધનમાં બાંધી શકાય એ ત્યંત મુશ્કિલ કામ છે. પણ 'અશોકા' ફિલ્મ આવ્યા પછી જ્યારે જ્યારે સમ્રાટ અશોક નો ઉલ્લેખ થાય આપણાં દિલ-દિમાગ પર 'અશોકા' ફિલ્મનો શાહરુખ હાવી થઈ જાય છે. આમ સ્ક્રીન પરનાં શાહરુખે ભજવેલાં પાત્રએ સમ્રાટ અશોકની ઈમેજને મર્યાદિત, સંકુચિત કરી દીધી..!

આ બેઠકથી ફોરમમાં જોડાયેલા  સામાયિક 'શબ્દસેતુ'નાં સંપાદક શ્રી પફુલ્લભાઈએ સલામભાઇને પૂછ્યું કે આપણે કોઈ એક વાર્તા લખતા હોઈએ તો એમાં રીયાલીટીનો ભાગ કેટલો અને ડ્રામાનો કેટલો હોવો જોઇએ?
સલામભાઈ એ પ્રફુલ્લ્ભઈને જે જવાબ આપ્યો એ એમનાં જ શબ્દોમાં અહિં ટાંકુ છું..

~~ "બનિયેકી દુકાન પર તરાજુ લેકર કહાનીકાર નહિં બૈઠા હોતા કી ‘યે ઈતના--ઔર વો ઉતના’ દે દો..અભ્યાસ કીસ તરહ સે આયા વોહ દેખો..યે દેખો કે રીયાલીટીકો કલ્પના કિસ તરહ સે ફૈલાતી હૈ? બહેલાતી હૈ..આપ જબ અપને જહનમેં કહાની જન્મ લેતે દેખ રહેં હોં તબ ઉસકે સાથ સાથે ઉસકે નીચેસે એક લહરભી બહ રહી હોતી હૈ.. વોહ  દીખ રહી હૈ જો આપ દેખ સકો તો..ઉસે અગર છૂ લિયા ઔર બાદ જો આયે વહી સહી કહાની વર્ના કહાની ઔર અખબારકી રિપોર્ટમેં કોઈ ફર્ક નહિં.."

બધાં ટ્રાન્સમાં હતાં. સલામભાઈનાં અવાજનાં સંમોહનમાં હતાં. સાત વાગી ચૂક્યા હતાં. સુત્રધારે ઓફીસીયલી બેઠક સમાપ્ત થયાની જાહેરાત કરી. ગ્રુપ  ફોટો લેવાયો.
 પણ બેઠક તો ત્યાર બાદ પણ કલાકેક ચાલતી રહી. બધાંને સલામભાઈને મળવું હતું, વાતો કરવી હતી, સવાલો પૂછવા હતાં..અમે પણ સલામભાઈ ,અસલમભાઈ સાથે વાતો કરી..આવવા બદ્દલ અને સમય આપવા બદ્દલ આભાર માન્યો..પલ્લવીને એની અસીમ અભિનય પ્રતિભા માટે અભિનંદન આપ્યા અને ત્યારે બાદ  હું અને કુસુમ લગભગ આઠેક વાગે ત્યાંથી રવાના થયાં ત્યારે રાજુ, સલામભાઈ, અસલમભાઈ અને અમુક સભ્યો  હજુ બેઠાં હતાં. પણ અમને ઘર બોલાવી રહ્યું હતું..રસોડું બોલાવી રહ્યું હતું.. પાર્લાથી ઘાટકોપર પહોંચવાનું હતું..! એટલે નીકળ્યા સિવાય છૂટકો નહોતો.. બધાંને આવજો કહી બેઠકની ખુશનુમા યાદો  અને નેહાનાં સાસુમાના હાથે બનેલી ઘારીનો સ્વાદ મમળાવતાં અમે પ્રીતિનાં ઘરનો દાદરો ઉતર્યાં.

અસ્તુ.
તા.ક. 
બીજે દિવસે  સુત્રધાર રાજુએ વોટ્સએપ પર મને પલ્લવીએ એમને પાઠવેલો ઓરીજીનલ મેસેજ અને એનું ગુજરાતી વર્ઝન ફોરવર્ડ કર્યો.જે અહિં એઝ ઈટ ઇઝ મુકું છું. 

~~ "Thanks Raju. Nicely recounted. And m glad that it turned out to be a success. Thanks for inviting me. It was an interesting experience for me since I went out of my comfort zone. One can call it a social experiment where It was interesting to see how the people who were sympathetic towards my character didn't speak up, and a small number of people who were suspicious, were aggressive and in the front. A little glimpse of mob lynching and silent spectators. A good experiment. I really feel lucky to be part of it."

~~ “ખુબ આભાર રાજુ.સરસ પ્રયોગ.અને પ્રયોગની સફળતા થી ખુબ ખુશી થઇ.મને નિમંત્રવા બદ્દલ  આભાર..મારી સાનુકૂળતાના ચોકઠાં બહાર જઈ કશુક કરવું મારા માટે આહલાદક રહ્યું.આ પ્રયાસને  સામાજિક પ્રયોગ તરીકે જોઈ શકાય જ્યાં મારા પાત્ર તરફ સહાનુભુતિ અનુભવતા લોકો ચુપ હતાં અને મારા પાત્ર તરફ શંકિત કિંતુ અલ્પ સંખ્યક લોકો ઉશ્કેરાયેલા અને આગેવાનીમાં હતાં...ટોળાના ફાસીવાદ અને મૌન શ્રોતાઓની એક નાનકડી ઝલક જેવું દ્રશ્ય.. એક સુંદર અનુભવ. અને આનો હિસ્સો બનવા બદલ હું મારી જાતને સદભાગી ગણું છું..

~પલ્લવી.”


અને હા... હજુ એક વાત રહી ગઈ..



બે-ત્રણ દિવસ પહેલા મારી રાજુ સાથે ફોન પર વાત થઈ.. વખતની બેઠક ઘણાં બધાં કારણોસર યાદગાર રહી વાત થતાં મેં પૂછ્યું કે મહેમાન સર્જક સલામભાઈ આવ્યાં, એમની સાથે સરસ ગોષ્ઠી થઈ આપણને બધાંને ખૂબ ગમ્યું.. પણ સલામભાઈનો અનુભવ કેવો રહ્યો, એમને ગમ્યું કે નહિં? આના જવાબમાં રાજુએ એમની અસલમભાઈ સાથે ફોન પર જે વાત થઈ એનાં અંશો સંભળાવ્યા..

ઓવર ટુ અસલમભાઈ..


~~ " સલામભાઈકો ભી બહોત અચ્છા લગા આપ સબસે મિલકે.. આપકા યહ કામ, ડેડીકેશન દેખકર વે કાફી ઈમ્પ્રેસ હુએ.. વે ખૂશ હુએ કી  ગુજરાતીમેં અચ્છા કામ હો રહા હૈ..  ઉર્દુમેં નહિં હો રહા..ઐસા કુછ ઉર્દુમેં ભી હોના ચાહીયે..પર જાને ક્યા કમી હૈ કી નહિં હો રહા.. ફિર દો સેકન્ડ કી ચુપ્પીકે બાદ બોલે.. અપને પાસ એક લમ્બે બાલવાલે આદમી કી કમી હૈ.."



જય હો..


~~ રાજુલ ભાનુશાલી ( વાર્તા રે વાર્તા ટીમ)
                      ******************************

~~ સરપ્રાઈઝ ટાસ્કનાં સભ્યોએ મોકલેલા અનુભવ એમનાં જ શબ્દોમાં..


અજાણ્યો  આંગતુક ~~ નેહા જિનેશ શાહ- મુંબઈ

વાર્તા  શિબિર  માં અમે સહુ સુત્રધાર ના પ્રશ્નો  ના  જવાબ માં બીઝી હતા .વાર્તા ના સર્જન માં આવતી અડચણો વિષે વાત ચાલતી હતી .

    ત્યાં જ અચાનક ઙોરબેલ વાગી પ્રીતિબેન દરવાજો ખોલવા ગયા. અમને સહુ ને લાગ્યું ક્યાં રંગ માં ભંગ  પાડવા કો આવ્યું .બહાર એક યુવતી યોગાક્લાસ  વિષે પૂછતી હોય તેવું લાગ્યું .સૌ પ્રીતિબેન ને જલ્દી પાછા આવા ઈશારા માં કેહતા હતા .છેવટે તેઓ અહી કોઈ યોગા નથી ચાલતા તમે બાજુ ની વિંગ માં તપાસ કરો તેમ કહી ને ફટાફટ બારણું બંધ કર્યું. અમને હકીકત જણાવી ત્યારે લાગ્યું હાશ !! બાળ ટળી .પણ પાંચેક મિનીટ માં જ પછી બેલ્લ  વાગી .પાછી  એજ  યુવતી  બમણી ત્વરા  થી પ્રીતિ બેન ને કેહવા લાગી કે તે કાલે આહિ  આવી હતી અને તેને ૫૦૦૦ રુપયા પણ ભર્યા હતા ,પ્રીતિ બેન ગભરાઈ  ગયા .અમારા માંથી પણ રાજુ અને પ્રીતિબેન ના પતિ બહાર નીકળ્યા અને  રાજુ એ પરીમલ ભાઈ ની નામંજૂરી છતા તેને અંદર બોલાવી પાણી આપવા કહ્યું .ભારતીબેન અને પરિમલભાઈ તેને બહાર મોકલી દેવા દબાણ કરવા લાગ્યા પણ રાજુ ખુબ શાંત હતા .આ જોય ને અમને રાજુ ની ધેર્યશક્તિ ના દર્શન થયા .વાહ કેટલી શાંતિ થી બધુ પૂછે છે આટલા બધા લોકો ઘાંટા પાડી ને વાત કરે છે ત્યારે આ રાજુ ઘણા કૂલ છે.જીજ્ઞાબેને તો તેને બાજુ ની વિંગ માં મુકવા સુધી ની વાત કરી પણ પલ્લવી તો એક ની બે ન થાઈ અને એમજ કહે કે કાલે જ હું અહી યોગા કરી ને ગઈ છું .આ સાંભળી ને બધા વિચાર માં પડ્યા.
શરૂઆતમાં મને લાગ્યું કઈ ગેરસમજ થઇ હશે પણ પલ્લવી વાત કરતા ગળગળી  થઇ ગાઈ .આ જોય અમે થોડા સીરીયસ  થયા .સાચે આ છોકરી છેતરાય  લાગે છે .અથવા ઘર ભૂલી લાગે છે.સહાનુભુતિ પણ થઇ .પણ આવું કેવી રીતે બને? યામિનીબેન ને લાગ્યું નક્કી પાવલી કામ હોય તેવું લાગે છે વળી મેં કહ્યું જવા દો ને આપણ ને  તો વાર્તા મળી .હા પણ થોડી મગજ થી અસ્થિર લાગે છે કારણ કે આંગતુક નો દેખાવ પણ જરા એવોજ ભાસતો હતો . રાજુ તેને શાંતિ થી સમજાવતા હતા પણ વાતાવરણ ખુબ ગરમ થવા  થી તેમને  સાચી હકીકત  જણાવી .સૌ એ તાલી  થી આ  સરપ્રાયસ ને વાધાવી  લીધી .પલ્લવી નો અભિનય ખુબ કાબીલેદાદ હતો .અમારા બધા માંથી કોઈ ને પણ તે અભિનય કરતી હશે તેનો અણસાર પણ નોહ્તો  આવીયો રાજુ આજ હકીકત આપડું ટાસ્ક છે તેવું એલાન કર્યું .રાજુ  ની આ સરપ્રાયસ થી અમે ખુબ મજા આવી શાંત શિબિર માં હલચલ મચી જવા થી શિબિર માં તાજગી વર્તાઈ .આવા નવા નવા વિચાર રાજુ ને જ આવે અને એટલે જ તો એ આમારા સુત્રધાર છે.અમે સૌ રાજુ ને અભિનંદન આપી ને ટાસ્ક લખવા માં લાગી ગયા. 



અણધારી પધરામણી પલ્લવીની~~ પ્રીતિ જરીવાળા
આ વખતે વાર્તા રે વાર્તાનીશિબિર મારા ઘરે હતી.મારા ઘરનો બેઠકખંડ લેખકમિત્રોથી ખીચોખીચ ભરેલો હતો. વાર્તાલેખન વખતે બધાને શું શું અવરોધો નડે એ બાબત આપણા માસ્તર રાજુ સૌને પૂછીને એના ઉકેલ જણાવી રહ્યા હતા.હું એકદમ ઓતપ્રોત થઈને સાંભળી રહી હતી. ત્યાં તો ડોરબેલ વાગી.ખરેખર તો ત્યારે એ ડોરબેલ મને અવરોધરૂપ લાગી રહી હતી.
બારણુ ખોલ્યું તો સામે એક નાજુક,નમણી, થોડી ગભરાયેલી એક છોકરી ઊભી હતી.પહેલાં થયું કોઈ નવી શિબિરાર્થી  હશે. મેં પૂછ્યું,‘કોનું કામ છે?’ એ ધીમા થોડા અસ્પષ્ટ અવાજમાં બોલી, ‘યોગાક્લાસ.’
‘અહીં કોઈ યોગાક્લાસ નથી.’
‘ના, અહીં જ છે.ગઈકાલે અહીં જ આવી હતી.’
એના હાથમાં યોગની સાદડી હતી.એટલે એ યોગાક્લાસની વિદ્યાર્થિની એ નક્કી પણ અહીં?મને થયું આને ચિત્તભ્રમ અને દિશાભ્રમ બન્ને થયા છે.એને મેં એડ્રેસ બતાવવાનું કહ્યું એના મોબાઇલમાં મારા નામ સાથે મારું જ એડ્રેસ! આશ્ચર્ય, ગુસ્સો, શિબિરનો સમય વેડફાઈ રહ્યો છે એની ચિંતા˜ એકસાથે આટલા બધા મનોભાવોનું આક્રમણ થયું કે પેલી છોકરીની જરાયે દરકાર કર્યા વગર મેં બારણું બંધ કરી દીધું.કોઈએ કહ્યું તમારે દરવાજો ક્યારનો બંધ કરી દેવાનો હતો. મેં કહ્યું,‘એ છોકરી દરવાજામાં જ ઊભી હતી એને ધક્કો મારીને દરવાજો કેવી રીતે બંધ કરું?’ત્યાં તો પાછી બેલ વાગી.જોયું તો એ ત્યાં જ ઊભી હતી.મેં ગુસ્સો કર્યો, ‘મૈંને બોલા ન યહાં કોઇ યોગક્લાસ નહીં હૈ.’ રાજુને એના પર દયા આવી,‘એને અંદર આવવા દો. પાણી આપો.’એ અંદર આવી. મનોમન વિચારી રહી રાજુને ખ્યાલ કેમ નથી આવતો કે શિબિરનો અમૂલ્ય સમય બગડી રહ્યો છે. એ નાહકના આને આટલું મહત્વ આપે છે.મને અચાનક્થી યાદ આવ્યું કે A વિંગમાં યોગક્લાસ ચાલે છે.આ ભૂલથી A ને બદલે B WING માં આવી ગઈ છે. મેં એને કહ્યું કે બાજુના બિલ્ડિંગમાં યોગાક્લાસ છે.નીચે વૉચમેનને કહેજો એ બતાવશે. જિગ્નાએ  મને  પૂછ્યું, ‘ આને હુંA WING માં મૂકી આવું?’ એટલે  અજાણી છોકરી તરત જ બોલી,‘હું કાલે અહીં જ આવી હતી અને મેં૫૦૦૦ રૂપિયા આપ્યા છે.’ જેવી રૂપિયાની વાત કરી કે મને એ Schizophrenic અને fraud લાગી. ૫૦૦૦ રૂપિયાની વાત સાંભળીને મારા પતિદેવ એકદમ ઊકળી ગયા, ‘ તને કંઈ ખબર પડે છે કોઈ તારા નામથી રૂપિયા ઉઘરાવે છે અને છેતરે છે. આવા લોકોને ઘરમાં આવવા જ નદેવાય. એનું બાવડું પકડીને એને ઘરની બહાર કાઢો.’ ભારતીબહેનને એ છોકરી થોડી crack લાગી.વાતાવરણ વધારેને વધારે તંગ થતુંહતું.

હવે ગભરાવાનો વારોરાજુનો હતો.પરિસ્થિતિ એમના કાબૂની બહાર જતી રહે એ પહેલાં એમણે ઘટસ્ફોટ કર્યો, ‘ આ મારી મિત્ર છે. એનું નામ પલ્લવી છે અને આ ટાસ્કનો એક ભાગ હતો.ને અમે બધા જે છોભિલા પડી ગયા એકએકના મોઢાં જોવા જેવા હતા.એ સાથે જ મને જે હાશકારો થયો છે કે મારી જાણ બહાર કોઈએ મારા નામથી ૫૦૦૦ રૂપિયા નથી પડાવ્યા.બીજી ક્ષણે થયું પલ્લવીએ શું એક્ટિંગ કરી છે! ગુડ્ડી ફિલ્મનો ડાયલોગ યાદ આવી ગયો- ઐસી એક્ટિંગ કી હૈ કિ મીનાકુમારીકી છુટ્ટી કર દી.


એક નાનાકડી ટાસ્ક ~~ વર્ષા તન્ના
અમે સહુ પ્રીતિને ઘરે ઓક્ટોબર મહિનાના ટાસ્ક માટે ભેગા થયા હતા. ઓક્ટોબર મહિનાની ગરમી એટલે પ્રીતિએ એપસી રૂમમાં બેસવાની વ્યવસ્થા કરી હતી. વેલકમ ડ્રીંક્સનો સ્વાદ લીધા પછી એસી રૂમમાં ગોઠવાયા. સંખ્યા વધારે હોવાને લીધે રૂમ તારક મહેતાનનો કોટડી શબ્દ યાદ આવ્યો રૂમ જરા પણ નાનો ન હતો પણ લોકો ઘણા હતા. એટલે સૌએ મળીને એસીની હવાનો ભોગ આપી ખુલ્લી હવામાં એટલે કે ખુલ્લી બાલકનીવાળા એટલે હોલમાં જ્યાં બધા સારીરીતે બેસી શકે ત્યાં બેસવાનું નક્કી કર્યુ.

હજુ તો તાજી હવાએ સૌને સ્પર્શ જ કર્યો હતો ત્યાં ડોરબેલ વાગી. પ્રીતિએ દરવાજો ખોલ્યો અને હું પણ રસોડામાંથી રૂમમાં મારી નક્કી કરેલ જગ્યાએ બેસવા જતી હતી ડોરબેલ સાંભળી પેસેજમાં જ રોકાઈ ગઈ. એક છોકરી પ્રીતિને કહેતી હતી કે ‘હું યોગા ક્લાસ માટે આવી છું.’  પ્રીતિએ કહ્યું કે અહીં કોઈ યોગા ક્લાસીસ ચાલતાં નથી. આ ક્લાસ બાજુની વીંગમાં ચાલે છે. તમે ત્યાં જાઓ.’ પણ પેલીએ આ ઘર માટેનો આગ્રહ ચાલુ રાખ્યો તેણે એમ પણ કહ્યું ‘હું કાલે જ આવીને 5000/- રૂપિયા આ જ ઘરમાં આવી ભરી ગઈ છું. પલ્લવીના હાથમાં યોગા માટેની મેટ લઈને આવી હતી અને જવાનું નામ જ લેતી ન હતી. હું સામે હતી પ્રીતિ દરવાજો બંધ કરવા માટે પ્રયત્ન કરતી હતી પણ પલ્લવી વચ્ચો વચ્ચ ઊભી હતી દરવાજો બંધ થઈ શકે તેમ ન હતો. બધા જોરજોરથી બોલતાં હતા. ‘તેને અંદર આવવા દેતાં નહીં.’‘આજકાલ ગમે તેવા લોકો આવી જાય છે.’ બધાના કોલાહલથી ડો. પરિમલભાઈ તેમના રૂમમાંથી બહાર આવ્યા. તેમણે પણ કહ્યું કે ‘આ કોઈ ફ્રોડ લાગે છે એને બહાર કાઢો.’ આવા તો કેટલાય લોકો આવે આપણે તેને અંદર આવવા દેવા જોઈએ નહીં. તમે તેને બાવડું પકડીને બહાર કાઢો. પણ એટલીવારમાં રાજુભાઈએ તેની દયા ખાઈને અંદર લીધી અને બોલ્યા ‘તેને અંદર આવવા દ્યો જરા પાણી પીવડાવો’  પલ્લવીને અંદર લીધી હવે પલ્લવીએપોતાની એકટીંગનો પતંગ ચગાવ્યોતેની આંખોમાં જળજળિયાં આવ્યા હોય તેવું લાગ્યું. તેણે પાણી પીધું અને જાણે ઓચિંતો નાટકનો પડદો ખૂલ્યો ‘રાજુભાઈએ કહ્યું આ પલ્લવી છે. આ નાટક છે જે તેણે એક ટાસ્કના ભાગરૂપે આ કામ કર્યુછે.’ આટલી વાત પછી બધાના નહીં તો પણ ઘણાના ચહેરાં પર ભારેખમ નિરાંત દેખાઈ. બધાના મનમાં એક સરખું આવતું હતું કે ‘આજ કાલ તો આવું રોજ જ બને છે. આપ્ણે ટાસ્ક કેવીરીતે સમજીએ.તેવો ગણગણાટ ચાલ્યો. મને આમ વિચાર આવ્યોહતો અને પેલા આવું કંઈક બોલતા હતા. પલ્લવીની એક્ટીંગની વાહ વાહ બોલાતી હતી. તેણે આટલી સારી એક્ટીંગ કરી આ ટાસ્કમાં કસ્તૂરી ઉમેરી.

આ પછી તરત જ રાજુએ ટાસ્ક આપ્યુ ‘આવી રીતે તમે સમુહમાં કોઈ કારણસર ભેગા થયા છો અને આવીરીતે કોઈ અજાણ્યુ આગંતૂક આવે તો શું?’ વીસ મીનીટનો સમય.....અને વિચારવા માટે તો સામે બેઠેલી પલ્લવીનો અભિનય અને આપણી સંવેદના. સહુએ પોતપોતાની રીતે ખૂબ સુંદર લખ્યું. વાંચન શરૂ થયા પહેલાં ચા નાસ્તાનીશરૂઆત થઈ.

આત્યારે સમય ખૂબ ખરાબ છે આપણે ઘણી વખત જોયુ છે ઘણી વખત વાંચ્યું છે….સાંભળ્યું છે પણ એકાદ આવું ઉદાહરણ એક ટાસ્ક તરીકે નહીં પણ સાચેસાચ...તે જવલ્લે જ બને છે તેની સારી વાર્તા બને છે પણ પછી વાહ વાહ કરી આપણે ભૂલી જઈએ છીએ. આપણે સાચી વ્યક્તિ અને સારી પણ સાવ અજાણી વ્યક્તિને આપણે મદદ કરી શકીએ છીએ. અને માની લ્યો કે કરીએ તો તે સારી જ નીકળશે તેની ગેરેંટી શું? કોઈ વ્યક્તિના કપાળ પર સારા કે ખરાબનું લેબલ નથી માર્યુ હોતું! સહુ સેફ સાઈડ જ રમે. 


~~ જિજ્ઞા શાહ

વાર્તા ની બેઠક બહાર ના રૂમ માં ફેરવાણી  { રાજુ ને પોતાનો પ્લાન ને અમલ માં લાવવો હતો }અને અમે બધા ત્યાં ફરી પાછા ગોઠવાઈ ગયા ચર્ચા ફરી થી ચાલુ થઈ ત્યાં તો દરવાજા ની bell વાગી પ્રીતિબેન મારી બાજુ માં જ બેઠા હતા દરવાજા ની પાસે જ તેમને જઈને બારણું ખોલ્યું .અમે બધા ચર્ચા કરતા હતા લગભગ ૨/૩ મિનીટ સુધી એ ત્યાં જ ઊભા હતા થોડો થોડો અવાજ આવતો હતો કે "યહા પર કોઈ યોગા ક્લાસ નહિ હૈ યે ગલત એડ્ર્રેસ હૈ બાજુ કે વિંગ મેં હોગા. સામે થી ધીમો અને તીણો અવાજ મને સંભળાતો હતો" નહિ મુજે યેહી એડ્ર્રેસ દિયા હૈ ઔર એ બરાબર જગહ હૈ" વગેરે ...પેહલા તો મને એમ લાગતું હતું કે કોઈ કામવાળી બાઈ છે જે કચકચ કરે છે.બહુ જ રકજક થતી હતી પ્રીતિ બેન ના husband પણ આવી ગયા ત્યાં એ પણ કહેતા હતા કે દરવાજો બંધ કરી દો.હું દરવાજા પાસે ગઈ જોયું તો એક છોકરી હાથ માં યોગા મેટ   લઇ ને એકદમ દરવાજા ની નજીક ઊભી હતી જેથી safety door બંધ થાય એમ જ ના હતો એને ધક્કો મારવો એ પણ સારું ના લાગે એમ વિચારી પ્રીતિ બેન બહુ જ શાંતિ થી એને સમજાવતા હતા પણ છોકરી માનવા જ તૈયાર ના હતી .હવે મેં કીધું "આપ બાજુ કે વિંગ મેં જાઈએ યહા પર નહિ હૈ ક્લાસ ,નીચે watchman કો પૂછ લેના પણ મારી બેટી જબરી હો અને યોગા ના જબરા મુડ માં હતી {જાણે અમને પણ યોગા કરાવી ને જ જંપશે }દરવાજો કેમ બંધ કરવો એની અવઢવ માં પ્રીતિ બેન હતા બસ પછી જરાક દરવાજો બંધ કરવાની કોશિશ કરી ને એણે સમજાવી એ થોડીક પાછળ ગઈ ને દરવાજો બંધ કરી ને અમે પાછા યથાસ્થાને આવ્યા .થોડીક વાર એની જ ચર્ચા. એણે અહિયાં કોઈ ને ૫૦૦૦ રૂપિયા આપેલા ,સરનામું પણ બરાબર હતું અને આજ ઘર હતું આવું બધું પ્રીતિ બેન ને એણે કીધું જે એમને અમને પછી કીધું બસ ત્યાં તો ફરી bell વાગીફરી પાછી એ જ છોકરી હતી પાછુ એ જ .....દરવાજા પાસે થી જ એણે કહેવા માં આવ્યું કે અહિયાં ક્લાસ નથી ત્યાં તો અમારા સુત્રધાર {આ તિકડમ ને રચનાર } આવ્યા અને એણે અંદર લીધી ત્યાં જ "અપનો સમય વેડફાય છે એને જવા દો "પ્રીતિ બેન બોલ્યા .રાજુ કહે એને એક ગ્લાસ પાણી આપો {પાણી આપવાના મુડ માં હતા શું કામ એ પાછી સમજાણું}એને ત્યાં બેસાડી અને પૂછ્યું " ઇનમેં સે કિસે આપ ને પૈસે દિયે થે દેખિયે સબ કો "મારી બેટી એક આંખ માં પાણી લાવી દયામણું મો કરી બોલી "નહિ મેં યહા પર હી આયી થી યહી પર યોગા ભી કિયા ઔર પૈસે ભી દિયે થે ."મેં ત્યાં ઊપર પડેલા જગ માં થી પાણી આપ્યું {પૂરું પી લીધું મારી બેટી જબરી }.પ્રીતિ બેન ને બેઠક નો સમય વેડફાતો હતો એની ચિંતા ,એમના husband ને ઘરમાં આ શું ચાલે છે એનો ગુસ્સો અને અમે બધા હતપ્રભ !દયા પણ આવે અને ગુસ્સો પણ .એની એક આંખ જરા વાંકી લાગી મને અને એ થોડી મેન્ટલ .એને mobile માં સરનામું બતાવ્યું હવે શું કરવું?બસ બધા એને બહાર જવા દેવા ની વાત કરતા હતા {રાજુ ના સિવાય }મેં તો એને બાવડે થી પકડી પ્રેમ થી થોડી ઘણી દયા આવી કે હું એને ત્યાં મૂકી આવું જ્યાં એને જવાનું છે."ચલીએ મેં આપકો છોડ આતી હું બહુ કે વિંગ મેં ",એવું મારું કહેતા જ રાજુ બોલ્યા :"આને તમે કોઈ એ બોલાવી છે પ્રીતિબેન નું સરનામું આપી ને ?" અમે બધા ચુપ .બસ મામલો થોડો ગંભીર થવા લાગ્યો ઘર ના માલિક ગુસ્સે થવા લાગ્યા આમ કોઈ ને ઘર માં ના લેવાય એને બહાર મોકલો .....બસ રાજુ ત્યાં જ બોલ્યા " આ મારી મિત્ર પલ્લવી છે અને સરપ્રાઇસ  ટાસ્ક તમારા માટે "અને અમે બધા હસી પડ્યા પ્રીતિબેન તો એકદમ હળવા થયા કે આ તો ટાસ્ક હતું બસ એક જણ બોલ્યું કે "રૂપિયા કોને આપ્યા છે એવા સવાલ પર આછોકરી કોઈ ની પર આંગળી મૂકી દેત તો ?" તો શું થાત ?આવું વિચારતા બધા હસવા લાગ્યા સાથે ઉલ્લૂ બન્યા એમાં તે થોડું ફરી થી હસ્યાં. અને રાજુ તો મન માં અટ્ટહાસ્ય કરતા હશે .ત્યાં તો હિન્દી માં ડૉ .મેડમ બોલ્યા કે "અપને અંદર કિતના ખૌફ હૈ ડર હૈ હમ કિતના ડરે હુએ  હૈ "  બસ આવું થયું અને અમે પુરા જ ઉલ્લૂ બની ગયા ..



રાજુ રોક્સ ......... 

~~ યામિની પટેલ
બેઠક બરાબરની જામી હતી. જગ્યા બદલવાનુ ડીસ્ટર્બન્સ હતુ. પણ પાછા અમે સેટલ થઇ ગયા હતા. એટલામાં બેલ વાગ્યો. ઘરમાં જ બેઠક હોય તો આવુ બધુ તો થાય જ. પ્રીતિનુ ઘર હતુ એટલે અને બારણા પાસે જ બેઠી હોવાથી પ્રીતિ જ ઉભી થઇ.રાજુનુ બોલવાનુ ચાલુ જ હતુ. મને એમ  કે જરાવાર માં પ્રીતિ પાછી આવશે.પણ એવુ થયુ નહીં. રાજુ બોલતા બંધ થઇ ગયા. અમારા બધાના કાન બારણા તરફ થયા.પ્રીતિ કોઇને કહી રહી હતી, ના આ યોગ ક્લાસ નથી.સામેથી કોઇ બોલી રહ્યુ હતુ, ના હુ કાલે આવી હતી. પ્રીતિ સમજાવી રહી હતી કે એવુ ન હોય. અહી યોગ ક્લાસ નથી ચાલતા. ચાર પાંચ વાર બન્ને એ આમ જ વાત કર્યા કરી. બાપ રે! આ વળી નવુ ડીસ્ટર્બન્સ, પ્રીતિ ચાલને બહેન ,એમને વહેતા કરી જલ્દી આવ તો બેઠક આગળ વધે પણ પેલા સામેવાળાની માથાકુટ ચાલુ જ રહી. ડો. પરીમલ પણ આવી પહોચ્યા. એ બન્નેનુ કહેવુ હતુ કે A વીંગમાં હશે.ત્યાં જાવ. માંડ બારણુ બંધ થયુ. હજુ રાહતનો  શ્વાસ લઉ ત્યાં બીજો બેલ, ખબર નહીં કેમ ખાતરી જ હતી કે પેલી પાછી આવી છે એમ જ હતુ. વળી એંની એ માથાકુટ આ ક્યાંથી ટપકી પડી છે? કેમ સમજતી નથી?પ્રીતિએ સમજાવ્યુ તો એણે એડ્રેસ કાઢ્યુ.એડ્રેસ પણ સેમ પ્રીતિનુ જ. What?આવુ કેવી રીતે હોય?A બદલે B લખ્યુ હશે એણે ભૂલથી? તો ફ્લેટ નંબર તો જુદો હોયને? પાછા પરીમલભાઇ ડોકાયા હવે એ જરા જુસ્સામાં હતા.પેલી તો કહે કાલે હુ ક્લાસ કરી ગઇ હતી. મેં 5000 રૂપિયા ભર્યા છે. હજુ ગઇકાલે, હવે પરીમલભાઇ ચીડાયા. આ શુ ચાલે છે,ત્યાં બારણા પર પ્રીતિ એના મોઢા પર બારણુ કેમ બંધ નથી કરી દેતી? શું જરૂરછે આટલી માથાકુટ કરવાની ચાલને પ્રીતિ મોડુ થાય છે,ત્યાં તો રાજુ બોલ્યા,કોણ છે ? શું થયુ?
            હવે બધા એકશનમાં આવ્યા,રાજુએ એને અંદર બોલાવવા કહ્યુ.એક નાજુક, નમણી,એકદમ ડેલીકેટ  બાંધાની છોકરી ડરતા ડરતા અંદર આવી.ખભે બગલથેલો અને હાથમાં    
યોગામેટ. રાજુ કહે આ યોગા ક્લાસ નથી. જુઓ દેખાય છે? ઓત્તારીની આ રાજુએ વળી એને સમજાવવાની શુ જરૂર છે? પણ આ છોકરીની આંખો..... એ કેમ આવી રીતે જોવે છે? is she normal ? એ જાણે થોડી સ્લો લર્નર હોય એમ લાગે છે. સહમી સી,ડરી સી, લાગ્યુ હમણા રડી પડશે. આંખમાં આંસુ તગતગવા લાગ્યા. કોઇની આંખમાં એ આંખ નહોતી મીલાવી રહી.જમીન પર પણ નહીં અને મોઢા પર પણ નહીં એ ક્યાંક વચ્ચે જ ગભરામણ, ડરમાં જોઇ રહી હતી.સાચ્ચે આ સ્લો લર્નર જ છે. ભૂલ થઇ ગઇ લાગે છે.એની વિંગ અને સરનામુ સમજવામાં. વળી પ્રીતિએ યાદ આવતા કહ્યુ કે એ વિંગમાં  કોઇ બહેન યોગ ક્લાસ ચલાવે છે. પરીમલભાઇ તાડૂક્યા હવે એ બહેન તો બહારગામ છે, મારા પેશન્ટ છે,મને ખબર છે.તરત જ મારી સીક્સ્થ સેન્સે જબરજસ્ત ઉછાળો માર્યો. નક્કી દાળમાં કઇ કાળુ છે. પરીમલભાઇ બોલ્યા ફ્રોડ છે આ, બહાર કાઢો એને.
                વળી વચ્ચે વચ્ચે એ રીતી બહેન ક્યાં છે? હુ રીતી બહેન પાસે કાલે આવેલી એમ કહેવા લાગી હતી. પ્રીતિએ કહ્યુ કે અહી કોઇ રીતી બહેન નથી.બધા આમ ઉંચા થઇ ગયેલા. સાલુ આ ચાલે છે શુ?

                 ત્યાં તો રાજુએ કંટ્રોલ સંભાળ્યો એક મીનીટ એક મીનીટ કરતા ત્યાં ગયા. એમને શાંત થવા દો. બધા નહીં બોલો. એમને પાની આપો જાણે પકડીને ખુરશી પર બેસાડી જ  દીધી રડુ રડુ થતી પેલીને. ઓહો રાજુ જાણે સમજે છે શુ થઇ રહ્યુ છે તે. એમણે પેલીને કહ્યુ આ યોગ ક્લાસ જ છે. બેસો. આ વળી શુ? રાજુ કેમ એમ કહે છે? આ ક્યાં યોગ ક્લાસ છે.ઓહ! એને પણ એમ લાગ્યુ છે કે પેલી જરા સ્લો છે,ગ્રાસ્પિંગમાં એટલે સમજાવતા પટાવતા હશે. મે નેહાને કહ્યુ આનુ દીમદ બરાબર નથી લાગતુ નહીં? નેહા કહે આ તો નવી જ સ્ટોરી થઇ ગઇ.
                 હવે રાજુ કરડાકીથી બોલ્યા આપણામાંથી કોઇએ પ્રાન્ક કર્યો છે આની સાથે? તો બોલી દો. હેં? પ્રેન્ક? અમારામાંથી કોઇ? મગજ શુન્ય. બાધાએ નકાર ભણ્યો હવે રાજુ પેલી તરફ ફર્યા એ પાણી પી ચૂકી હતી. હવે બોલો. બધાને ધ્યાનથી જુઓ. તમે કાલે આવ્ય ત્યારે આમાનુ કોઇ હતુ? ઓળખો છો કોઇને? અચકાતાં અચકાતાં એણે એક પછી એકને જમણેથી ડાબે જોવા માંડ્યા. મારી હાર્ટબીટ્સ વધી ગઇ. આ મને જોઇને એમ ના કહે તો સારૂ કે હા યામીનીને ઓળખુ છુ તો તો ફસાઇ જ જઇશ. એની નજર મારા પર અટક્યા વિના આગળ ગઇ.
                  નાની છોકરીની જેમ માથુ હલાવી એ બોલી, ના કોઇને નથી ઓળખતી હું. હાંશ! હવે સમજશે. ઘણાએ એને A વિંગમાં મૂકી આવવા ઓફર કરી. ભારતીબેન તો લાગતુ હતુ જાણે હમણાં પેલીને ઉભી કરીને બહાર ઘસડી જશે. રાજુએ કહ્યુ કે આ છે મારી ફ્રેન્ડ પલ્લવી. હેં? આ વળી રાજુની ફ્રેન્ડ છે? કે એને અહી આ માહોલમાં કમ્ફર્ટેબલ કરવા રાજુ આવુ બોલી રહ્યા છે. હજુ પણ મને કાંઇ સમજાતુ ન હતુ. થોડીક ક્ષણો પછી બત્તી થઇ. આ રાજુનો જ પ્રેન્ક હતો. આમ તો આ નાટક લાંબુ ચાલત પણ ભારતીબેનની જુસ્સાભરી ઉતાવળને લીધે રાજુએ એ વહેલું લપેટી લીંધુ.    



 ~~  નેહા રાવલ (સૂરત)



વાર્તા લેખનમાં આવતી મુશ્કેલીઓ વિષે સમીરાના પ્રશ્નો નું રાજુ નિરાકરણ કરી રહ્યા હતા એવામાં ડોર બેલ વાગી.થોડીવાર દરવાજામાં કઈ રકઝક થઇ અને શિબિરની પ્રવૃત્તિ અટકી ગઈ. સહુનું ધ્યાન એ તરફ....હાથમાં યોગાની મેટ પકડીને એક છોકરી કહી રહી હતી કેઅહી યોગના ક્લાસ ચાલે છે અને પોતે એમાં યોગા શીખવા આવી છે. એને સમજાવા છતાં અને ના કહેવા છતાં એ છોકરી ત્યાંથી ખસતી ના હતી.એક વાર એને બહાર કાઢી દરવાજો બંધ કર્યો પણ સતત ત્રીજી વખત બેલ વગાડી ઘરમાં પ્રવેશવા મથામણ કરતી એ યુવતીના પ્રયત્નોથી શિબિરાર્થીઓ અકળાઈ ગયા. રાજુની સળંગ વાકધારાને ખલેલ પહોંચી રહી હતી. શિબિરનો સમય બગડી રહ્યો હતો. પ્રીતિના પતિ પણ જાતે ઉઠીને દરવાજે આવ્યા. ભારતીબેન પોતાની જગ્યા પરથી ઉભા થઇ એ યુવતીને કાઢી મુકવા તત્પર થયા. જીજ્ઞાએ કહ્યું કે હું જાતે એને બાજુની વિગ માં ચાલતા યોગના ક્લાસ માં મૂકી આવું. પરંતુ એ છોકરી તો એકજ રટણ કરતી હતી....આ એજ એડ્રેસ છે , જ્યાં હું ગઈ કાલે યોગા માટે આવી હતી. મેં અહી યોગા કર્યું પણ હતું  અને ૫૦૦૦ રૂપિયા ફી ના પણ આપ્યા છે.આજ ઘર છે અને આજ રૂમ છે...!

આંખમાંથી ટપકી પડવાની તૈયારી કરતા એના આંસુ અને દયામણો ચહેરો જોઈ કેટલાક ને લાગ્યું કે  એકોઈ માનસિક બીમારીની દર્દી છે , તો કોઈને લાગ્યું કે ઘબરાઈ ગઈ છે.સૌ એને યેનકેન પ્રકારે અહીંથી કાઢવાની પેરવીમાં હતા.જાણે એ કોઈ છોકરી નહિ પણ ટાઈમ બોમ્બ હતો...જે ગમે ત્યારે ફૂટે...!થોડો ગુસ્સો ,થોડો ડર અને ખુબ બધી અકળામણ ! સૌ ને જોઈ ને મને તો એમ લાગ્યું કે બધા નાહક નું આટલું સખત વલણ રાખી રહ્યા છે.આપણે તો આટલાબધા છીએ અને એ તો એકલી, બિચારી તે પણ એડ્રેસ ભૂલેલી .....ભલા આપણું શું નુકસાન કરી લેવાની? પછી બે ઘડી એવો પણ વિચાર મલકી ગયો કે આજે રાજુના સમયસર આવવાથી સમયનો જે લાભ મળ્યો છે એ આપણા શિબિરને માફક નથી આવ્યો લાગતો. એટલે આમજ બગડતો સમય સરભર થઇ રહ્યો છે.
રાજુ એ છોકરી ને અંદર રૂમ માં લાવ્યા અને બેસાડી ને પૂછ્યું...જુઓ..આ બધામાં થી તમે કોઈને ૫૦૦૦ રૂપિયા આપ્યાહતા? યામિની , રક્ષા અને હું તો આ સંભાળીને ફફડી ગયા....કે આ તો જો આપણી પર આંગળી મૂકી દે  તો તો  ભેરવાઈ જવાય..!રડું રડું થતી એ છોકરી દરેકના ચહેરા પર વારાફરતી નજર ફેરવી રહી હતી જાણે પોલીસ સ્ટેશનમાં કોઈ ચોરની ઓળખ પરેડ ના ચાલતી હોય..!એના હાથમાંની યોગાની મેટ અને ચહેરા પરની  મૂંઝવણ જોઈ અમારી મૂંઝવણ પણ વધતી જતી હતી. રાજુએ એને  ખુરશીમાં બેસાડી પાણી આપ્યું.અને કોઈએ પોલીસ ને બોલાવવાની વાત કરી. વાતને વધારે વણસતી જોઈ રાજુએ આખરે રાઝ પરથી પડદો ઉચક્યો અને કહ્યું....આ મારી દોસ્ત પલ્લવી છે. અને આ આખું એક નાટક હતું. એક અણધારી પરિસ્થિતિનો અનુભવ આપવા માટે અને એ વિશે તમને લખવાનું ટાસ્ક આપવમાટે આ નાટક કર્યું હતું. સૌ ના ચહેરા પર હાસ્ય અને હળવાશ....અને રાજુ ના અણધાર્યાપણા માટે આશ્ચર્ય  અને ટાસ્ક ની તૈયારી માટે માન ઝળકી ઉઠ્યું.

~~ રક્ષા બારૈયા


પલ્લવી

તેનું આગમન સાવ અણધાર્યું-અનઅપેક્ષિત, વાતાવરણ થોડું ડોહળાઈ ગયું .એવું તો નહોતું જ કે તેના આવ્યા પહેલા બધું શાંત અને સમથળ હતું પરંતુ તેના આવ્યા બાદ કોલાહલ વધી ગયો.અચાનક ડોરબેલ વાગી.બારણું ખોલવા ગયેલી વ્યક્તિ થોડા કંટાળા ને અણગમા ભરેલી રકજકથી ઘેરાઈ જાય છે. ઘણું બધું અચરજ,થોડું કુતુહલ,જરાક કંટાળો ને ઢગલાબંધ પ્રશ્નો,સામે એક અપરિચિત ચહેરો,એક અજાણ્યો અવાજ, હિન્દી ભાષી,દેખાવે સામાન્ય,પહેરવેશ તદ્દન સાધારણ,હાથમાં યોગા-મેટ,અને એક મમત, એ માનવા જ તેયાર નહોતી કે તે જે શોધે છે તે જગ્યા આ નથી. થોડી સહાનુભુતિ દેખાડી કોઈએ,એને બેસવા કહ્યું ને પાણીનું પણ પૂછ્યું.તેના ચહેરા પર આવેલા ભાવ ખરેખર દયામણા હતા.આંસુ તગતગતી તેની આંખો દરેકને તાકી રહી હતી. શું શોધે છે આ ? કોઈ પરિચિત છે એનું કોઈ અહી ? તે કહે છે તે સ્થળ આ તો ચોક્કસ જ નથી. પણ તે આટલા વિશ્વાસથી કેમ કહે છે? કોઈએ છેતરી છે?તેને ૫૦૦૦ ફીસ પણ ભરી હોવાનું જણાવ્યું.સાચે જ કોઈ બનાવટ કરી ગયું લાગે છે.

અરે ના , એ જે હોય તે આને ઘરમાંથી કાઢો.આમ સાવ ઘરમાં આવી જાય તે કેમ ચાલે ? હશે ,કોઈ: “કાં તો ગાંડી જ લાગે છે” .” અરે ફ્રોડ પણ હોય”. “ચલ’”એય છોકરી ઉભી થા, તારી જ કોઈ ભૂલ છે.અહી કોઈ યોગા-કલાસ નથી’. ચારેક વ્યક્તિઓથી ઘેરાયેલી તે ખુરસી પર જાણે રોપાઈ ગઈ હતી .કોઈ ઉખેડી ના શકે તેમ. અચાનક કોઈને યાદ આવ્યું! કાયદો અને વ્યવસ્થા! પોલીસને ફોન કરવો જોઈએ. ના હવે વધુ ખેંચાય તેમ નહોતું. આખરે ફોડ પડ્યો.એ તો ત્યાં આમંત્રણ આપીને બોલાવાયેલું અચરજ હતું! પલ્લવી સિંઘલ – થીયેટર આર્ટીસ્ટ,મુવી એડિટર...સુત્રધારની મિત્ર.થોડી વાર તો સહુ સ્તબ્ધ, પછી હસા હસને રમૂજથી ઘર ઉભરાઈ ગયું. સહુ ગુજરાતી બોલતા હતા જેનું હિન્દીકરણ કરીને પલ્લવી સુધી સુત્રધાર દ્વારા પહોચાડવામાં આવ્યું. થોડી વારે બધું થાળે પડ્યું અને બધા સહજ થયા. પણ પલ્લવીના પ્રવેશથી વાતાવરણમાં પથરાયેલો રોમાંચ શિબિરના અંત પછી પણ અનુભવાયો.




                                                                    

9 comments :

  1. good activity. I appriciate

    ReplyDelete
  2. એકદમ મસ્ત અહેવાલ એકદમ જીવંત જેવો,
    અને બેઠક.પણ મસ્ત,અલગ અનુભવ સાથે મહત્વ નું જાણવા મળ્યું.

    ReplyDelete
  3. એકદમ જીવંત અહેવાલ .બેઠક જેવો અને અનુભવ સારો,

    ReplyDelete
  4. પલ્લવી
    તેનું આગમન સાવ અણધાર્યું-અનઅપેક્ષિત, વાતાવરણ થોડું ડોહળાઈ ગયું .એવું તો નહોતું જ કે તેના આવ્યા પહેલા બધું શાંત અને સમથળ હતું પરંતુ તેના આવ્યા બાદ કોલાહલ વધી ગયો.અચાનક ડોરબેલ વાગી.બારણું ખોલવા ગયેલી વ્યક્તિ થોડા કંટાળા ને અણગમા ભરેલી રકજકથી ઘેરાઈ જાય છે. ઘણું બધું અચરજ,થોડું કુતુહલ,જરાક કંટાળો ને ઢગલાબંધ પ્રશ્નો,સામે એક અપરિચિત ચહેરો,એક અજાણ્યો અવાજ, હિન્દી ભાષી,દેખાવે સામાન્ય,પહેરવેશ તદ્દન સાધારણ,હાથમાં યોગા-મેટ,અને એક મમત, એ માનવા જ તેયાર નહોતી કે તે જે શોધે છે તે જગ્યા આ નથી. થોડી સહાનુભુતિ દેખાડી કોઈએ,એને બેસવા કહ્યું ને પાણીનું પણ પૂછ્યું.તેના ચહેરા પર આવેલા ભાવ ખરેખર દયામણા હતા.આંસુ તગતગતી તેની આંખો દરેકને તાકી રહી હતી. શું શોધે છે આ ? કોઈ પરિચિત છે એનું કોઈ અહી ? તે કહે છે તે સ્થળ આ તો ચોક્કસ જ નથી. પણ તે આટલા વિશ્વાસથી કેમ કહે છે? કોઈએ છેતરી છે?તેને ૫૦૦૦ ફીસ પણ ભરી હોવાનું જણાવ્યું.સાચે જ કોઈ બનાવટ કરી ગયું લાગે છે.
    અરે ના , એ જે હોય તે આને ઘરમાંથી કાઢો.આમ સાવ ઘરમાં આવી જાય તે કેમ ચાલે ? હશે ,કોઈ: “કાં તો ગાંડી જ લાગે છે” .” અરે ફ્રોડ પણ હોય”. “ચલ’”એય છોકરી ઉભી થા, તારી જ કોઈ ભૂલ છે.અહી કોઈ યોગા-કલાસ નથી’. ચારેક વ્યક્તિઓથી ઘેરાયેલી તે ખુરસી પર જાણે રોપાઈ ગઈ હતી .કોઈ ઉખેડી ના શકે તેમ. અચાનક કોઈને યાદ આવ્યું! કાયદો અને વ્યવસ્થા! પોલીસને ફોન કરવો જોઈએ. ના હવે વધુ ખેંચાય તેમ નહોતું. આખરે ફોડ પડ્યો.એ તો ત્યાં આમંત્રણ આપીને બોલાવાયેલું અચરજ હતું! પલ્લવી સિંઘલ – થીયેટર આર્ટીસ્ટ,મુવી એડિટર...સુત્રધારની મિત્ર.થોડી વાર તો સહુ સ્તબ્ધ, પછી હસા હસને રમૂજથી ઘર ઉભરાઈ ગયું. સહુ ગુજરાતી બોલતા હતા જેનું હિન્દીકરણ કરીને પલ્લવી સુધી સુત્રધાર દ્વારા પહોચાડવામાં આવ્યું. થોડી વારે બધું થાળે પડ્યું અને બધા સહજ થયા. પણ પલ્લવીના પ્રવેશથી વાતાવરણમાં પથરાયેલો રોમાંચ શિબિરના અંત પછી પણ અનુભવાયો.

    ReplyDelete
  5. વાર્તા લેખનમાં જોડવા માંગતા અને જાતે હાજર ના રહી શકેલા મિત્રો માટે આ અહેવાલ ખરેખર એક ગાઈડ લાઇન પૂરી પાડવા સક્ષમ છે. ના આવી શકેલા મિત્રો ભલે ઘારીનો સ્વાદ ના લઇ શકયા, પણ વાર્તા લેખન માં આવતી મુશ્કેલીઓ અને લાઈવ ટાસ્ક ના બધાના અલગ અનુભવો પણ અહી જે રીતે ટાંક્યા છે.....એ વાંચીને ગેરહાજર રહેવાનો અફસોસ થોડો ઘણો ઓછો તો થઇ જ ગયો હશે.આ સાથે સલીમભાઈ એ પઠન કરેલી એમનીજ લખેલી વાર્તા જયારે e mail થી મળી જશે ત્યારે એ વાંચીને જે અનુભૂતિ થાય એ દરેક સભ્યો ને અહી શેર કરવા હું આગ્રહ કરું છું. પલ્લવી ને thanks તો શું કહીએ...એનો અભિનય બધાને સ્પર્શી ગયો. એકંદરે ...જેમ તરસ લાગે અને પાણી શબ્દ માત્ર થી તરસ ના છીપે,એ પીવા થીજ છીપે..એમ શિબિર નો અનુભવ અહેવાલ માં ના સમાવી શકાય છતાય રાજુલ ખુબ ઝીણવટથી અને સુન્દર અહેવાલ લખે છે..એ માટે અભિનંદન અને આભાર. :)

    ReplyDelete
    Replies
    1. આભાર નેહા-- :)

      એમનું નામ સલામભાઈ છે....

      Delete