Wednesday 30 December 2015

વાર્તાશિબિર ૮ (મુંબઈ)

વાર્તાલેખન શિબિરની આઠમી બેઠકનો અહેવાલ..   (મુંબઈ
૧૮મી ડિસેમ્બર ૨૦૧૫.. યામિની પટેલના ઘરે.. પાર્લા..




વર્ષો પહેલા એક પુસ્તક મેળામાં ફરતાં ફરતાં શ્રી એ.જી. કૃષ્ણમૂર્તિ લિખિત પુસ્તક 'ધીરુભાઈઝમ' પર નજર પડી. આમ તો એ પુસ્તક કોઈ સાહિત્યિક કૃતિ નથી. શ્રી.ધીરુભાઈ અંબાણીના સિદ્ધાંતો અને કાર્યપ્રણાલી પર આધારિત છે. પરંતુ પુસ્તકનાં મુખપૃષ્ઠ પર છપાયેલા સ્ટેટમેન્ટ પર નજર પડી અને કશુંય વિચાર્યા વગર એ પુસ્તક ખરીદી લીધું.

શેર કરું છું..

"ઊંચું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો.. વિચારો પર નથી કોઈનો ઈજારો."

યામિનીના ઘરે યોજાયેલી આઠમી બેઠકમાં જ્યારે સુત્રધારે હાથ પર હાથ ઠોકીને કહ્યું કે "કશુંક અલગ વિચારો.. આગળનું વિચારો.." ત્યારે મને ન જાણે કેમ ધીરુભાઈની આ વાત યાદ આવી ગઈ..

ફોરમનાં યુવાન સભ્ય જિગર ફરાદીવાલા જે કચ્છ, ભુજ ખાતે રહે છે એમની સાથે હમણાં થોડા દિવસ પહેલા ગઝલ લેખન બાબતે થોડીક ચર્ચા થઈ. એમણે પણ આવા જ મતલબની એક વાત કરી હતી કે,"એવું કશું જ નથી જે આગળ કહેવાઈ ના ચૂક્યું હોય.આમ તો દરેકને અમુક બાબતમાં સમાન અનુભવ જ હોવાના.. અને એ જીવનને ખાસા સ્પર્શ્યા પણ હોય એટલે આપણે એ લખવા પ્રેરાઈએ પણ ખરા.. પરંતુ તે છતાંય એમાં કલ્પનાનાં અવનવા રંગ ભરીને કશુંક નવતર આપી જ શકાય."

સાવ સાચું..

વાર્તાલેખન ફોરમની આઠમી બેઠક આગલી સાત બેઠકોથી અમુક બાબતે થોડીક જુદી પડી. એમ તો દરેક વખતે બેઠકમાં વૈંકુઠ નાનું ને વૈષ્ણવ જાજા જેવો ઘાટ હોય.. એટલે કે બેઠકમાં સભ્યોની સંખ્યા વધારે ને વેન્યુ નાનું.. પણ આ વખતે વૈંકુઠ મોટું એટલે કે યામિનીનું ઘર મોટું અને વૈષ્ણવ એટલે કે સભ્યો ઓછા હતાં. યામિનીના હસબન્ડનો એ દિવસે જન્મદિવસ હતો. સાંજે તેઓ ડીનર પર જવાના હતાં.યામિનીને ટ્રાવેલ કરવું ન પડે અને એ સમયસર નીકળી શકે તે માટે બેઠક એમના જ ઘરે આયોજિત થાય એવું નક્કી થયું.


લગભગ બધાજ મિત્રો સમયસર પહોંચી ગયા..
frown emoticon
frown emoticon

પણ સુત્રધાર રાજુ પૂ....રો એક કલાક મોડા આવ્યાં.. દર વખતની જેમ! 

હવે આ લેટલતીફજીનું શું કરવું?
સૂચનો આવકાર્ય..

મારું સુચન:

હવેથી બેઠકનાં દિવસે આપણે દરેક જણે સવારના સુત્રધારને દર અડધા કલાકે એક ફોન કરવો અને સમયસર પધારવા વિનંતી કરવી. ભલા આ ઉપક્રમની કંઈક અસર થાય અને તેઓ સમયસર (કદાચ !! ) પધારે! 
tongue emoticon
tongue emoticon

હવે બેઠક પર આવીએ..

આપણી આ શિબિર ની બેઠકમાં મરાઠીભાષી છાયા અને ઉર્દુભાષી મુનીરા એમ બે બિન-ગુજરાતી સદસ્યો નિયમિત આવે છે જે આ વખતે કોઈક કારણોસર નહોતા આવી શક્યા પણ જાણે એ બંને બિન-ગુજરાતી મિત્રો ની ખોટ પુરતા હોય એમ આ વખતે નવા બે મિત્રો હાજર રહ્યા. તેઓ પણ ગુજરાતી નથી. ગઈ શિબિર માં જીવંત ટાસ્કનું પાત્ર બની ને આવેલી પલ્લવી આ વખતે શિબીરાર્થી તરીકે આવી હતી અને બીજાં મિત્ર હતાં જગનભાઈ. જગનભાઈ
સાઉથઇન્ડિયન છે અને પલ્લવીના પતિ છે. એમણે કહ્યું કે એ ઘણા સમયથી આ શિબિરમાં આવવા માંગતા હતા.
એ ઉપરાંત સુત્રધારે આ વખતે મહત્વના હિસ્સાના વિડીયોકરણ માટે એક મિત્ર ને આમંત્રણ આપ્યું હતું. એમનું નામ રાજીવ સહાય
. જે પોતાનાં કેમેરા સાથે હાજર હતાં. આમ અમુક પરિચિતો ની ગેરહાજરી અને નવા ચહેરાઓની ઉપસ્થિતિમાં બેઠક શરુ થઇ .

આ વખતની બેઠક પહેલા અપાયેલા ટાસ્કનાં ઉત્તર ફેસબુક ફોરમ પર ન મુકાતાં સીધા બેઠકમાં વાંચવા, ચર્ચવામાં આવ્યાં. જે એક અલગ જ અને ખૂબ લાભદાયી ઉપક્રમ રહ્યો.
પરાગ અને નેહાની વાર્તા નોંધનીય રહી.

પરાગે લખેલી વાર્તામાં અંત પ્રેડિક્ટેબલ હતો. પણ તે છતાં એમણે વાર્તાની કરેલી માવજત ધ્યાનાકર્ષક હતી. અત્યંત ભાવપૂર્ણ. મારા સહિત બધાં સભ્યોએ પોતપોતાનાં અભિપ્રાય આપ્યાં. સુત્રધારે આ તબક્કે કહ્યું કે મને કશુંક જુદું જોઈતું હતું. અનએક્સપેક્ટેડ. જ્યાં સુધી એ નહિ આવે ત્યાં સુધી મજા નહિ આવે.

પરાગ ફોરમનાં અક્ટીવ સભ્ય છે. ઉત્સાહથી થનગનતાં .એમની અંદર એક વાર્તાકાર અને ગઝલકાર તરીકેની અમાપ શક્યતાઓ ધરબાયેલી પડી છે. પણ ન જાણે કેમ તેઓ આ બાબતે બહુ ધ્યાન આપતાં નથી. નિજાનંદમાં રહે અને લખે.. નિજાનંદ માટે લખવું સારી વાત છે.. પણ જ્યારે આપણી અંદર કશીક અખૂટ શક્તિ સતત ઉછાળા મારતી હોય ત્યારે એને સહી વળાંક આપીને, સહી દિશામાં વાળવી ને ઠારવી જરૂરી બની જાય છે.

પરીક્ષામાં આપણે પાસ થઈ ગયાં. ૪૦% આવ્યા. બીજા ધોરણમાંથી ત્રીજા ધોરણમાં પ્રવેશ મળી ગયો.. સરસ.. પણ ૪૦% એ કંઈ બહુ પ્રાઉડની વાત નથી. સુત્રધારે કહ્યું કે હું નથી કહેતો કે તમે ૯૯% જ લાવો.. પણ.. ડીસ્ટિંકશન લાવો તો કંઈક વાત બને..!

આશા રાખીએ કે મિત્ર પરાગ આ બાબતે થોડાં સીરીયસ થાય અને ધ્યાન આપે..

વાર્તાલેખનનું તો એવું કે તમને ખબર છે કે વાર્તા કેવી રીતે લખવી. પણ એટલું કાફી નથી. તમારી વાર્તા વંચાયા પછી સવાલ ઉઠવો જોઈએ કે આ વાર્તા કોની છે? કોની છે આ વાર્તા! તમારી વાર્તા તમારી ઓળખ બની જવી જોઇએ. અલગ વિચારો..પણ નેચરલ વિચારો. એવું બિલકુલ નથી કે તમે મંગળ ગ્રહની વાર્તા લાવો. એલિયનની વાર્તા લાવો.. નેચરલ લાવો પણ અલગ લાવો..

પરાગની વાર્તા ભાવપૂર્ણ તો હતી પણ એમાં ચમત્કૃતિ ન્હોતી. પ્રેડિક્ટેબલ અંત હતો.

નેહા એ પોતાની ટાસ્કની વાર્તાનું પઠન કર્યું.
એણે એક સામાન્ય વિચારની નિતાંત સુંદર માવજત કરી હતી. સાવ સરલ, સીધીસટ્ટ કથાવસ્તુ, વાતને લોકભોગ્ય બનાવી હતી. ટાંચા સાધનોમાંથી રસ નિષ્પસ્તિ કરવી સરળ નથી અને એ કામ નેહાએ સુપેરે પાર પાડ્યુ. સમયના અભાવે એ વાર્તા પૂરી ટાઈપ કરી શકી નહોતી પણ અધૂરો અંત એણે સરસ રીતે નરેટ કર્યો.

નેહાની અંદર બેઠેલા સફળ અને સજાગ વાર્તાકારનાં ચમકારા આપણે ઘણી વખત જોઈ ચુક્યા છીએ.

નેહા- ઓલ ધી બેસ્ટ.

મીનાબેન અને રોહીતે હાથ ઊંચા કરી દીધા કે એમણે ટાસ્ક ની વાર્તા તૈયાર નથી કરી.. !!

પણ રોહિત મારા એટલેકે રાજુલના આગ્રહને કારણે પોતાની એક બીજી વાર્તા પઠન માટે લઇ આવ્યા હતા.

યામિનીએ ટાસ્ક્ની વાર્તા ડાયરેક્ટ નરેટ કરી. એને પણ ટાઈપ કરવાનો સમય મળ્યો ન્હોતો. વાર્તામાં એણે જુદો જ કોણ પકડ્યો.જે કારગત પણ નિવડ્યો.

યામિની- કીપ ઈટ અપ..

વાંચતી વખતે વાર્તામાં ઘણા રંગ આવી શકે. જે નરેશનમાં ક્યાંક ખૂટતા હોય. રાજુએ કહ્યું કે સ્ટોરી ટેલિંગ ઈઝ અ આર્ટ એન્ડ ઇટ કેન ક્રીએટ વંડર્સ. યામિનીને એમણે કહ્યું કે વાર્તા ક્લીયર છે..લખાશે ત્યારે વધુ ઉઘડશે. ફક્ત એટલું ધ્યાન રાખજો કે ક્યાં રમવાનું છે.. બધાં જ પત્તા ખોલી નાખવાની જરૂર નહિ.

પિયુષભાઈ પાઠકએ પોતાની વાર્તાનું પઠન કર્યું. એમની વાર્તા કુલ ૧૧ ફૂલસ્કેપ પાનાની હતી અને એમણે પોતાનાં પઠનમાં કુલ ૪૦ મિનીટ લીધી. આ પ્રકારની બેઠકમાં પઠન માટે 11 પાનાની વાર્તા ખૂબ લાંબી ગણાય. ફોરમનાં ઘણખરાં સભ્યોને પણ વાર્તાની લંબાઈ કઠી.

ટુંકી વાર્તાનું તો એવું છે કે ડોક્ટર કહે રોજ એક 'પેગ' પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક નહિ પણ ફાયદાકારક છે. એનો મતલબ એ નહિ કે તમારો એ એક 'પેગ' એક લીટરનો હોય!

રાજુએ આ તબક્કે એક મહત્વની વાત કહી. એમણે કહ્યું કે ટાસ્ક છે મુંબઈથી વસઈ પહોંચવું. તમે આખા મુંબઈમાં ફરો એની ના નહિ પણ તમારો દરેક પ્રયાસ તો વસઈ તરફ જવાનો જ હોવો જોઈએ..! પિયુષભાઈની વાર્તામાં ખરેખર તો ટાસ્કને લગતી, કે ટાસ્કને સિદ્ધ કરતી વાત નવમા પાના પછી જ આવતી હતી!

મુદ્દાસર વાત માંડવી એ પણ વાર્તાલેખનનો
મહત્વનો ગુણ કહો તો ગુણ.. ને નિયમ કહો તો નિયમ!

રોહિત શાહની વાર્તા આ વખતે આખરે સમયના અભાવે રહી ગઈ. આગામી બેઠકમાં તેઓની વાર્તા ચોક્કસ સાંભળીશું.

સમયને કસવો રહ્યો. દરેક સભ્યને સમયની સમાન વહેચણી થવી ઘટે..

છેલ્લે નાસ્તા વખતે બધાએ સ્વીત્ઝરલૅન્ડની ચોકલેટ માણી.. કર્ટસી શ્રી ગુણવંત વૈધ
..

શિબિર ના શુભેચ્છક શ્રી ગુણવંત વૈદ્ય જેને પ્રેમથી બધાં દાદુ કહે છે એ આમ તો યુકેમાં સ્થાયી છે પણ હાલ ભારત ની મુલાકાતે છે. તેઓ વાર્તાલેખન પરિવારના બધાં સભ્યોને બેઠકમાં મળવા માંગતા હતા પણ પહોંચી શક્યા નહિ. સંયોગથી એમની મુલાકાત શિબિરના સદસ્ય મીના ત્રવેદી સાથે નવસારી ખાતે થઇ ગઈ અને આપણને આ ચોકલેટ મળી જે ગુણવંતદાદુએ મુંબઈ શિબિર માટે જ પેક કરાવી હતી..થેંક યુ દાદુ..થેંક યુ મીનાબેન..

આ વખતની બેઠક અત્યંત રસપ્રદ રહી..

સામાન્ય રીતે આપણે લખતા હોઈએ ત્યારે લખાણમાં થતી આપણી ભૂલો વિષે આપણને પોતાને ખબર પડતી નથી. ધ્યાન જતું હોતું નથી. સરસ લખાતું હોય તોય આપણે એ બાબતે સજાગ હોતા નથી.આ બેઠકની ફલશ્રુતિએ કે આપણને આપણી પોતાની કૃતિઓ પર તરત પ્રતિભાવો મળ્યા.

વાર્તા એક હોપ હોય છે.. એક ઈલ્યુઝન હોય છે.. એક સર્કલ હોય છે.. છેડાને છેડો ટચ કરે પણ વાર્તા ક્યારેય પૂરી થતી નથી. અને ખરું પૂછો તો ટાસ્ક જ્યાં પૂરો થાય ત્યાં વાર્તા શરુ થવી જોઈએ.

બીજી એક મહત્વની વાતઃ

વ્હેન ડેસ્ટીનેશન ઇઝ ડિસાઈડેડ ત્યારે કમાલ કેવી રીતે લાવવો એ વિચારવાનું હોય છે. ડેસ્ટીનેશન ફીક્સ હોય ત્યારે રસ્તા રસદાર હોવા જોઈએ.મૂવીમાં ખબર જ હોય કે લાસ્ટ્માં હીરો જ જીતવાનો છે.. પણ એ કેવી રીતે જીતશે એની ઉપર મૂવીની સફળતાનો આધાર રહેલો હોય છે.. વાર્તાકાર એ એક એવા પત્રકાર જેવો હોય છે કે જે ઘટનાઓના ઊંડાણમાં જઈ(પછી ભલે એ કાલ્પનિક હોય કે વાસ્તવિક) ને જેની ઘટના ઘટે છે એ લક્ષણના વિસ્તારમાંથી મેટર લઈ આવે છે..!

ટાસ્કમાં અધૂરી વાર્તા આગળ વધારવાના કાર્ય ઉપરાંત એક હજુ પ્રશ્ન હતો કે "વાર્તા લેખન એટલે..આપની મૌલિક વ્યાખ્યા આપો.. મહત્તમ બે વાક્યમાં.. આ પ્રશ્નનો કોઈ ખાસ મનભાવન સંતોષકારક જવાબ મળ્યો નહિ.

પરંતુ અહિ પણ પરાગની અમુક વ્યાખ્યાઓ ઊડીને આંખે વળગે એવી હતી..જેમ કે..

૧) વાર્તાલેખન એટલે-પહેલું વ્યસન..
૨) વાર્તાલેખન એટલે કાગળ અને કલમનું ઈશ્કિયા ફરજંદ..
૩) વાર્તાલેખન એટલે પપ્પા..
(કારણ વાર્તાઓ પપ્પા જ સંભળાવતા!)

મિત્રો, વાર્તાને અથવા વાર્તાલેખનને કોઈ એક ચોક્કસ પરિભાષામાં ન બાંધી શકાય! એનાં માટે વિશાળ ફલક પણ નાનું પડે..!

આ બધું 'સત્યનારાયણ'ની પૂજા જેવું છે. કોઈ એક ખુબ દુઃખી વ્યક્તિ છે.. કોઈ એક બ્રાહ્મણ સલાહ આપે છે કે તમારાં બધાજ દુઃખ દૂર થઈ જાય એટલે તમારે સત્યનારાયણની પૂજા કરાવવી જોઈએ.. પણ પૂજામાં કથા કઈ છે? કેવી રીતે આ પ્રથા પડી એના વિષે પેલા બ્રાહ્મણને કશીજ ખબર હોતી નથી..! વાર્તાલેખનની તાસીર પણ આવી જ..!

આ ઉપરાંત અન્ય મિત્રોની વાર્તા-વ્યાખ્યા પણ મળી જે આપણે આ વખતે અહીં વાંચીશું નહીં બલકે જોઈશું અને સાંભળીશું..!! આ વખતે અમુક વિગતો શૂટ કરી છે.. જે ફેસબુક ફોરમ તેમ જ બ્લોગ પર મુકવામાં આવશે.

છેલ્લે ફરીથી ધીરુભાઈની એ ફેમસ વાતને યાદ કરી લઈએ.

વિચારો..વિચારો..
વિચારો પર નથી કોઈનો ય ઈજારો..

અસ્તુ.

~~રાજુલ ભાનુશાલી (વાર્તા રે વાર્તા ટીમ)


                                      

No comments :

Post a Comment