Wednesday 23 March 2016

બિરીયાની ~~ નેહા રાવલ


સુરત રહેતાં ફોરમનાં સભ્ય નેહા રાવલની લઘુકથા 'બિરીયાની' દર મહિને  મુંબઈથી પ્રકાશિત થતા સામાયિક 'શબ્દસે'નાં ફેબ્રુઆરી ૨૦૧૬માં અંકમાં પ્રકાશિત થઈ.
                                   

                      



                                       
~~ બિરીયાની ~~


ચકાએ જોયું કે એ જ પુરાતન વડપર આજે  એક નવી ચકલી બેઠી છે.ચકાએ એની સામે એક રોફ ભરી ચાલથી ચહલ કદમી કરી....પણ અફસોસ....! ચકી બેનની ‘નિગાહે મસ્તાના’નો લાભ ન મળ્યો. ચકાએ ફરી એક વાર પૂંછડી ઉઠાવી, છાતી કાઢી ‘ એક ઔર ચાલ..’નો પ્રયત્ન કરી જોયો ...પણ નાકામિયાબ! હવે ચકાને લાગ્યું કે અહી તો ‘સીધી બાત’ જ કામ લાગશે. એણે ચકીની નજીક જઈને પૂછ્યું, “તમે ચોખાનો દાણો લાવશો...?તો હું દાળનો દાણો લાવીશ અને આપણી ખીચડી ‘પકાવીશું’.”

ચકી બોલી,“યુગો યુગો થી શું એ જ ખીચડી...?”

આ સંભાળતાજ એની બાજુમાં બેઠેલી બીજી એક ચકલીએ સ્મિત કરતા પેલી ચકલી તરફ ફરીને કહ્યું, “આપણે એમ કરીએ....તું ચોખાનો દાણો લાવજે....હું પણ ચોખાનો દાણો લાવીશ અને આપણે બિરીયાની બનાવીશું.....” અને જાણે એ પ્રસ્તાવ નો અમલ કરવા જ જતી  હોય એમ બંને ચકલીઓ ચકલાની પ્રતિક્રિયાની રાહ જોયા  વગર જ ફુર્ર્રર્ર્ર......!

~~ નેહા રાવલ

                                              

No comments :

Post a Comment