Saturday 9 July 2016

શયનેષુ રંભા ~~ મીના ત્રિવેદી

વાર્તા રે વાર્તાના મુંબઈ સ્થિત સભ્ય મીના ત્રિવેદીની મમતા શૃંગાર વિશેષાંક (મે ૨૦૧૬)માં પ્રકાશિત વાર્તા શયનેષુ રંભા


રાતના ૨.૩૦ થયા હતા. સોસાયટીના વૉચમેન લાઈટના થાંભલાપર દંડૂકો મારીને ઊંઘ ફગાવવાના પ્રયત્નસમા ટ્ણ્‍ ટણ્‍ ટકોરા સંભળાતા હતા. મંજુ ડીમલાઈટમાં બારી પાસે બેસીને અંધારામાં મનમાં ચાલતા ઘમાસાણને નિર્લેપ ભાવે જોવાના યત્નમાં હતી.

થોડા દિવસ પહેલા પાડોશી નીનાબહેને મંજુને બોલાવીને કહ્યું , “મંજુબહેન, એમ છે ને કે મારી તબિયત બહુ સારી નથી રહેતી અને સાંજે ઘરમાં બહુ ખાઉપીચ સહન નથી થતી. હવેથી નિપુણને શાળામાંથી લાવવાની અને રાખવાની કંઇક ગોઠવણ કરો. મને નહિ ફાવે.”

મંજુને થયું કે નીનાબહેનને કશાયનું માઠું લાગ્યું હશે. એક બે દિવસમાં બધું ઠીક થઈ જશે. વળી થયું નિપુણે કશું તોફાન તો નહિ કર્યું હોય ને? ઘરે ગયા પછી, લેસન કરાવીને, જમીને બાલ્કનીમાં બેઠા બેઠા બીજા દિવસ માટે શાક સુધારતાં સુધારતાં નિપુણને પૂછ્યું, “નિપુણ બેટા આજે શું શું કર્યું? સ્કુલમાં ટીચરે તને શું કહ્યું? નીનામાસીને કનડગત તો નથી કરતો ને?”

નિપુણ મંજુપાસે આવીને ભોંયપર બેઠો. એક એક શબ્દ ગોઠવીને બોલ્યો, “ મમા, આજે છે ને રમ્યા અને હું સૂન ચોકડી રમતા હતાં. હું જીતતોજ નહોતો, મેં અનો હાથ જોરથી પકડ્યો. ઝપાઝપીમાં એનું ફ્રોક છે ને ફાટી ગયું. મમા, રમ્યા મારી જેમ ગંજીફરાક નથી પહેરતી. એની છાતીપર ને બે ગોરા ગોરા સુંવાળા બૉલ ઉગ્યા છે. તે હું જોતો હતો.” બાકીનું મંજુ સમજી. અને હવે શું કરવું કેમ કરવું એમાં મૂંઝાઈ. નિપુણ મંજુના પાલવ સાથે રમતો હતો..મંજુનો હાથ પકડીને એને હાફપેંટ પર મૂક્યો અને હસવા લાગ્યો. મંજુએ ડોળા કાઢ્યા,” છી, એમ ન કરાય” એટલે છણકો કરીને નિપુણ રીસાયો.

૧૬ વર્ષનો નિપુણ. થયો ત્યારે એના ફોઇએ નામ રાખ્યું નિપુણ. બધાને બહુ ગમ્યું. શરદ મંજુના પતિનું નિપુણ ૧૦ વર્ષનો થયો ત્યારે સામાન્ય માંદગીંમાં અવસાન થયું. ત્યાંસુધીમાં ખ્યાલ આવી ગયો હતો કે નિપુણ કશાયમાં નિપુણતા કેળવી શકે એમ નથી.

એની સાથેના બાળકો આઠમામાં કે નવમામાં હતા. નિપુણ હજી પાંચમામાં હતો. મંજુ અને શરદ બંને થોડોક સમય અવસાદમાં ઘેરાયા.. પણ સ્વીકારી લીધું કે બધા બાળકો સરખા નથી હોતા. ખૂબ પ્રેમ ચીવટથી નિપુણને સાચવતા, શીખવતા, બધા સામાજીક પ્રસંગોમાં સાથે રાખતા. બહારના જે કોઇ , “ગાંડો, પાગલ, નક્કામો” કે એમ ચીઢવતા એમનું ખરાબ નહીં લગાડવાનું એમ પણ નિપુણને શીખવી શક્યા હતા.

નિપુણ દેખાવે રૂપાળો, હસમુખ અને મળતાવડો હતો. એટલે શાળામાં પણ શિક્ષકો, પાસ પડોશના સબંધી નિપુણનું ધ્યાન રાખતા. અને એટલે જ તો મંજુ , શરદના અવસાન પછી ઘરથી નજીક એક કંપનીમાં ક્લેરીકલ નોકરી કરી શકતી હતી. સવારે શાળામાં બાજુવાળા નીનાબહેન એમના દર્શક અને રમ્યા સાથે લઈ જતા. આવતા પણ એને લઈ આવતા. નાસ્તો કરાવતા, કપડાં બદલાવતા. મંજુને ઓફિસથી આવતા સુધીમાં સહેજે ૬.૪૫ જેવું થઈ જતું.

મંજુ માટે આ કપરી કસોટી હતી.. આજે નીનાબહેનના મનમાં આ ભયે પેસારો કર્યો, “મારી સાથે અડપલાં કરે છે તેમ બીજી છોકરીઓ સાથે પણ કરતો હશેજ.” શાળામાંથી પણ આવાજ કારણસર ફરિયાદ આવવાની..

આવા ખાસ બાળકોના વાલીનું એક જાગૃતિ-સહાયતા મંડળ હતું. જેમાં મંજુ વખતોવખત જતી. એને ઘણો સધિયારો મળ્યો હતો આ મંડળમાંથી. મંજુએ નોકરીમાંથી બે મહિનાની રજા મૂકી. અને નિપુણ શાળાએ ગયો હતો તેવા સમયે મંડળમાં ગઈ. એની જ વયના સ્વાતિબહેન મળ્યા. એમને પણ એક દીકરો હતો જે ૧૮ વર્ષનો હશે. મંજુએ સ્વાતિ બહેન પાસે પોતાને મૂઝવતો પ્રશ્ન કહ્યો..

સ્વાતિબહેને મંજુનો હાથ હાથમાં લીધો. આંખોથી જ એકબીજાનાં દુઃખમાં સાથે છીએ એવો સંદેશ પહોંચાડ્યો. “મંજુ બહેન હું આમાંથી પસાર થઈ છું. હવે હું જે કહું તે શાંત ચિત્તે સાંભળ. સમજ અને નિર્ણય કર.” સ્વાતિબહેને જે ઉકેલ કહ્યો તે ખરેખર એવો સ્ફોટક હતો કે મંજુએ પોતાનો હાથ સ્વાતિબહેનના હાથમાંથી છોડાવી લીધો. “નિપુણ તમારો દીકરો છે. એ રાજી રહે, સમાજમાં સારી રીતે જીવી શકે એ માટે તમે બધું જ કરો. કરો ને? આ નાસમજ જીવને પણ શરીર છે. શરીરને એની જરૂરિયાતો છે. તમે કોઈ પણ સૂગ રાખ્યા વગર એને હસ્તમૈથૂન કરતાં શીખવો.” મંજુ અણગમાસાથે સ્વાતિબહેનને તાકી રહી. વળી સ્વાતિબહેને ચલાવ્યું, “આ સહેલું નથી. મેં મારા સંજય માટે કર્યું. અને આજે એને પોતાની જાતપર આવશ્યક નિયંત્રણ કરતાં પણ તૈય્યાર કર્યો છે. તમે વિચાર કરજો”.

મગજ બહેર મારી ગયું હોય એમ મંજુ વિચારશૂન્ય બેસી રહી. “મા થઈને શું તો..” “એમાં સ્વાતિબહેન શું ખોટું કહે છે? મા બાળકની બધી જરૂરિયાત પૂરી નથી કરતી?..”

અને પછીની ઘણી રાત મંજુએ નિપુણને પંપાળી પસવારીને ઉદ્દીપ્ત થયેલા શિષ્નને હાથમાં લઈને હસ્તમૈથૂન કરાવ્યું. નિપુણના અંગોમાં આવેશ, આનંદ, શાતા પ્રસરતા જોઈ શકાયું. આમ મંજુ મા તરીકે રંભાનું રૂપ ધારણ કરતી.

અને .. અને.. મંજુનું શરીર પણ એક સ્ત્રીનું હતું.. સ્ત્રી શરીર પણ આવેગ, આવેશ અનુભવતું હતું.. રંભાનું શરીર પણ આવેગ ઝીલવા માગતું હતું.. બે હાથમાં મોં છૂપાવીને મંજુ પોતાનાથી છૂપાવાનો રસ્તો શોધતી રહી..

No comments :

Post a Comment