Monday 11 July 2016

સળવળાટ ~~ નેહા રાવલ

મમતા 'શૃંગાર વિશેષાંક' (મે ૨૦૧૬)માં પ્રકાશિત સુરત સ્થિત સભ્ય નેહા રાવલની વાર્તા સળવળાટ

 આજે મુલાકાતીઓનો ધસારો ખુબ હતો. ચારેય દરવાજે ચેકિંગ ચાલી રહ્યું હતું. દરવાજાની ફ્રેમો જેવા સ્કેનર અને સામાન માટેના સ્કેનરમાંથી સામાનનું ચેકિંગ અને ત્યારપછી પરદા પાછળની કેબીનમાં વ્યક્તિગત ચેકિંગ. દરેકે દરેક વ્યક્તિ આ બધા ચેકિંગમાંથી પસાર થઇ ને જ અંદર જઈ શકતી. સ્ત્રી પુરુષોની અલગ લાઇન...અલગ દરવાજા, અને ચેકિંગની અલગ કેબીન. કપિલાની ફરજ આ કેબીનમાજ રહેતી. અઠવાડિયે એક વાર આવતી આ ફરજ પરત્વે કપિલા ખુબજ સતર્ક રહેતી . આવનાર દરેક સ્ત્રી, યુવતી કે બાળકીને એ પોતાના હાથ વડે બરોબર તપાસતી. હાથ પર હમેશા સ્વચ્છ સફેદ હાથમોજા પહેરતી, જે ગણવેશનો જ એક ભાગ હતા. કપિલા દરેકને ખભા પર હાથ ફેરવતી, સ્તન, પીઠ, કમર અને નિતંબ પર હળવું દબાણ આપી તપાસતી, સાથળ અને પગ પર હાથના પંજાની પકડ વડે ચેક કરતી. અને બધું ઠીક લાગે ત્યારેજ આગળ જવા દેતી.
બાજુની કેબીનમાંથી શોભાનો આવાજ આવ્યો.. “ અલી, કેમ આટલી ધીમી ચાલે તારી લાઇન...?”
“જેમ ભીડ વધારે...એમ ચેકિંગ વધારે સઘન...કેમ , ભૂલી ગઈ?” કહેતા સામે ઉભેલી સાડી પહેરેલી સ્ત્રીને તપાસતા કપિલા બોલી. જરા શામળી પણ નમણી, એ સ્ત્રી ને તપાસતા કપિલા પૂછી રહી, “ક્યાંથી આવવું..?”
“ રાજકોટ થી..” અને નિતંબ પરના કપિલાના હળવા દબાણથી એ શરમાઈને સંકોચાઈ ગઈ. કપિલા હસી પડી, “નવી પરણી છો..?”..એ શરમથી ડોકી હલાવી હા કહેતી ઝટપટ બહાર નીકળી ગઈ, અને બીજી યુવતી પ્રવેશી. ચુસ્ત જીન્સ અને રૂંવાટીવાળા ટોપમાં ઘાટીલી લાગતી એ ગોરી છોકરીને તપાસતા કપિલા ને થયું કે દેખાય છે એના કરતા વધુ સુડોળ અને વધુ ભરાવદાર છે. એના સ્તનને હળવું દબાણ આપી સ્પર્શાતાજ એ વિફરી અને તાડૂકી... “ એ બેન..આવી રીતે ચેક કરવાનું?” કપિલા સપાટ આવજે બોલી, “કરવું પડે, રીત છે. અહી બ્લાઉઝ માં ફુગ્ગા છુપાવીને લઇ જાય છે લોકો...અને અંદર ચાલુ સભામાં ફોડે. અમારીતો નોકરી જાય ને..” કહી એના પગ નું ચેકિંગ પતાવી એને બહાર જવા કહ્યું. પેલી યુવતી પોતાનો અણગમો અને આશ્ચર્ય સમેટી બહાર નીકળી.
એકપછી એક...લાઇન આગળ વધતી રહી. ધસારો જોઇને કપિલાએ લંચ બ્રેકમાં પણ રજા ન લેતા કામ ચાલુજ રાખ્યું. એટલે શોભા એ એને ફળોના ટુકડા થી ભરેલો ડબ્બો ધર્યો. કપીલાએ ડબ્બામાંથી સફરજન નો ટુકડો લઇ કાંટા ચમચીથી મો મુકતાજ શોભા બબડી. “ ખરી છે તું તો...ગુરુવાર ની સ્પેશિઅલ ડ્યુટી મા જ આવે અને પાછો ઉપવાસ રાખે. કેમ અલી..થોડું થોડુ ખાઈલે તો તારો ગુરુવાર નઈ તૂટી જાય...” “ તે આ ખાઉં જ છું ને...” કાંટા ચમચીથી ડબામાંથી બીજો ટુકડો લેતા કપિલા જાણે શોભાને મનાવી રહી. અને પોતાના હાથે પહેરેલા સફેદ મોજા જરાય ન બગડે એની કાળજી રાખી ડબો પાછો આપ્યો. એ જોઈ શોભા પાછી બોલી, “ નવાઈના તારા મોજા....જાણે અમે તો યુનિફોર્મ પહેરતા જ નથી..!” માત્ર સ્મિત થી ઉત્તર આપી કપિલા કામે લાગી.
મુલાકાતીઓનો લંચ પછીનો સમય હવે શરુ થયો. ફરી એ જ લાઇન, એ જ ચેકિંગ—પણ કપિલાના મોજા પહેરેલા હાથ સઘળું માપીને જ આગળ વધવા દેતા. કેટલીયે સ્ત્રીઓ..યુવાન, ઘરડી,સુંદર, ગોરી, ઘાટીલી, ઠીગણી , સપ્રમાણ, ઉંચી, પાતળી, ભરાવદાર,નમણી, નખરાળી....કોઈ પણ હોય , સહુને આ ચેકિંગમાંથી ઓ.કે. થયા બાદ જ આગળ જવા મળતું.
“ આ શું કરો છો...?” શોભાની કેબીનમાંથી મોટેથી આવેલા અવાજે વાતાવરણની એકવિધતાને ખોરવી નાખી. કપિલા બેગ સ્કેનરવાળી દિવ્યાને કેબીન સોંપી ઝડપથી શોભાની કેબીનામાં દોડી. મોટી આંખો વાળી એક સુંદર યુવતી ગુસ્સાથી શોભા સામે જોઈ રહી હતી. શોભા નીચી નજરે એક તરફ ઉભી હતી. “ શું થયું?” કપિલાના પ્રશ્નના જવાબમાં એ યુવતીએ ધાણી ફૂટે એમ એના ભરાવદાર હોઠો માંથી ફરિયાદો કાઢવા માંડી... “આ બેન ચેક કરવાના બહાને કઈ વધારે જ છૂટ લે છે ....”છાતી અને કમર પર હાથ ફેરવી એ આગળ કહેવા લાગી... “અહી બધે અડતા જાય ને દબાવીને ગલગલીયા કરે...”
શોભા કઈ બોલવા જતી હતી..”...રે...એવું નથી .....કઈ ...એ જાતેજ ...” પણ કપિલાએ એને આંખોથી અટકાવી. એ યુવતી હજુ પણ બોલીજ રહી હતી... “ બહુ ચેકિંગો જોયા....આવું તે કઈ હોય....”..હાથ પકડીને એ યુવતીને કપિલા પોતાની કેબીનમાં લઇ ગઈ. દિવ્યાને શોભાની કેબીન સંભાળવાનું કહ્યું. આમેય હવે લગભગ છેલ્લાછેલ્લા મુલાકાતીઓ જ બાકી હતા. ક્પીલાએ એને પાણીની બોટલ ધરી. અને એ પાણી પીતી હતી, એ જોઈ રહી કે યુવતી પાણી પીતા પીતા થોડું ઢોળીને પોતાની ગર્તામાં જવા દઈ રહી હતી. કપિલાએ એને સમજાવવા કહ્યું, “ જો બેન, અહી તો ચેકિંગની રીત જ છે , આવી..”... અને જેવું કપિલાનું બોલવાનું અટક્યું કે એ એકદમ લગોલગ આવીને ઉભી રહી....અને બોલી, “ આવી...? એટલે કેવી...?” કહેતા એણે કપિલાની કાનની બુટથી ગરદન પર આંગળી ફેરવી અને આંખોથી કપિલાને આમંત્રણ આપી રહી..કપિલાએ પણ પોતાના શરીર સાથે એને સ્પર્શથી રમવા દીધી. ચેકિંગની થોડી ક્ષણોમાં સ્પર્શની રમાય એટલી રમત રમી યુવતી હસતી હસતી બહાર નીકળી ગઈ. કપિલા પણ મનમાં મલકાઈ રહી....કે એ બિચારી શું વિચારીને આનંદ લઇ રહી હતી...?
દિવસ આથમતા પોતાની ચાલી પર પહોંચી કપિલા એ દરવાજો બંધ કર્યો. શહેરના છેવાડે આવેલી આ વર્કર્સ કોલોનીમાં છોટુ મગનની ચાલમાં એક રૂમ કપિલાનો પણ હતો. દર ગુરુવારે બીજા કારીગરોની પાળી પતે એ પહેલા એ આવી જઈ ઘરમાં ભરાઈ જતી. આજના દિવસને વાગોળતા એ વિચારી રહી...ખરેખર...ખુબ અજીબ રહ્યો આજનો દિવસ. રહી રહીને એને પેલી યુવતીએ કરેલા સ્પર્શ યાદ આવતા હતા...જયારે એણે ગરદન પર હોઠ મુક્યા ત્યારે જાણે અંગારા ...! અને એના સ્તન જયારે પોતાના સ્તન સાથે ઘસાયા ત્યારે....ખરેખર તણખા ઝર્યા હતા કે શું? કપિલા વિચલિત થઇ ઉઠી. પોતાના યુનિફોર્મના કુર્તામાં હાથ નાખી કમર પર કરેલો સ્પર્શ યાદ આવતાજ એનું સમગ્ર ચેતાતંત્ર કંપવા લાગ્યું. ઝીણી ઝીણી ધ્રુજારીથી એનું શરીર ઉત્તેજિત થવા લાગ્યું. અને છેલ્લે તો એણે હદ જ કરી નાખી...પોતાના સ્તનની ડીટડી પણ દબાવી ને હોઠ ગોળ કરી કીસ્સનો ઈશારો કરી બહાર નીકળી ગઈ. માત્ર એક દોઢ મિનીટમા .....આટલું બધું....જેનાથી પોતે અત્યારે કંપી રહી હતી.
કપીલાએ કપડાં બદલ્યા અને છેલ્લે હાથમાં પહેરેલા પેલા સફેદ મોજા ઉતર્યા...એ મોજા કપિલાના શરીરથી દુર થતાજ કાંચળીમાથી સરકતો સુંવાળો સાપ બહાર આવે એમ કપિલા કપિલ બની ગયો...સંપૂર્ણ પુરુષ.....ના સ્તન રહ્યા....ના સ્ત્રીત્વ ! રહ્યું માત્ર પૌરુષત્વ ! અને એ મોજા પહેરી કરેલો દરેક સ્પર્શ હવે પેલા સાપ ના સળવળાટની જેમ એની રગોમાં રક્ત બની ફેલાઈ રહ્યો.


#########################

2 comments :

  1. ઓહ... નેહા, તમારી કલ્પના અદભૂત છે.

    ReplyDelete