Sunday 8 January 2017

અભિધા, લક્ષણા અને વ્યંજના.

અભિધા, લક્ષણા અને વ્યંજના.

અભિધા, લક્ષણા અને વ્યંજના આ પ્રસ્તુતિના આયામ કાવ્ય સંબંધિત છે એવી મોટા પાયે ભ્રમણા છે. એવું નથી. સાહિત્ય માત્રને આ આયામ સાથે હમેશાં  સંબંધ રહ્યો છે. વારતાને પણ. 

અભિધા : જે કહ્યું છે તે.
લક્ષણા : કહ્યા દ્વારા સૂચવાય છે તે. 
વ્યંજના : કહ્યા દ્વારા જે  આડકતરું / વ્યંગ્ય સધાય તે.

હવે આપણે ઉદાહરણ જોઈએ. કેટલાક ઉદાહરણ તો આપણે જ રચ્યા છે...!! 

અભિધા : વાચ્યાર્થ. જે કહેવાયું છે તેનો સપાટી પરનો અર્થ. કવિ વારતાકાર રાવજી પટેલની એક અધુરી નવલકથા માં એક ચાર પુત્રનો પિતા અને ખેડૂત એવું પાત્ર પોતાના ખેતરના શેઢે વાવેલા તુવેરના છોડ પરની તુવેર ચકાસી નિરાશાથી બબડે છે..: એકેય દાણામાં ભલીવાર નથી... [ અભિધા /વાચ્યાર્થ – તુવેરનો પાક સારો નથી થયો ] 

લક્ષણા : સુચિતાર્થ : જે કહેવાયું છે તે દ્વારા કશુક સૂચવાય છે..? જો હા તો તે લક્ષણા છે . દાખલા તરીકે ઉક્ત કથામાં આગળ જતાં આ ખેડૂતના પોતાના સંતાન સાથેના વિસંવાદની વાત આવે છે અને સૂચવાય છે કે ચારે છોકરાં કેવાં અકર્મક છે. હવે ઉપરનું વાક્ય જુઓ. રાવજીએ તુવેરના દાણાની વાત આ સૂચવવા કહી હતી.. [ લક્ષણા ] 

વ્યંજના : 'इमाम, हम रुक क्‍यों गए?' एक बार हाजी-मुरात ने शामिल से पूछा। 'हमारी छाती में दिल धधक रहा है और हाथ में तेज खंजर है। इंतजार किस बात का है? हम आगे बढ़कर अपने लिए रास्‍ता बनाएँगे।'
'जरा सब्र से काम लो, जल्‍दी नहीं करो, हाजी-मुरात, तेजी से दौड़नेवाली नदियाँ कभी सागर तक नहीं पहुँचतीं। मैं किताब से सलाह लूँगा - वह क्‍या सलाह देगी। किताब-बड़ी समझदारी की चीज है।'
'इमाम, शायद तुम्‍हारी किताब समझदारी की चीज हो, लेकिन हमें तो बहादुरी की जरूरत है। और बहादुरी है तेज तलवार तथा घोड़े की सवारी में।'
'किताबें भी बहादुर होती हैं।'  [मेरा दाघिस्तान : रसूल हमझातोव , अनुवाद डॉ. मदनलाल मधु ] 

^^^ પુસ્તક --- >જ્ઞાન ---> માહિતી ---> શસ્ત્ર ---> બહાદુરી...  : વ્યંજના.

** 

એક સરસ કૃતિ, પછી એ કોઈના પણ દ્વારા આવે, પ્રસાદની જેમ સૌને મળે છે ! [ ફેસબુક પર ની એક પોસ્ટ : પરાગ જ્ઞાની ]

^^ નિરાકારની તુલના સાકાર સાથે. ભાવ પ્રત્યાયન માટે વ્યંજનાનો પ્રયોગ.

**
બન્નેને આમ અલગ અલગ રસ્તે આ રીતે જોઇ માસાની અનુભવી ઉંમરે તુક્કો કર્યો. [ વાત્રકને કાંઠે ભાગ ૨ – કુસુમ પટેલ ] 

^^^ ઉમર તુક્કો કરે..? ઉમર એ કોઈ વ્યક્તિ નથી. વસ્તુ પણ નથી. એક સંકલ્પના છે. લેખક સૂચવે છે કે માસા એ ખાસ્સી ઉમર વટાવી હોવાથી, એમના અનુભવના આધારે એક તુક્કો એમણે અજમાવ્યો – લક્ષણા / સુચિતાર્થ.]

**
વાતવાતમાં લંગડા એ એકવાર એને કહ્યું હતું....કે જે દી ખોરડાને એની કીમત થશે ...દોડતા ગોતવા નીકળશે.બાપનો લાડકો હતો તે ..! [ નેહા રાવળ - વાત્રક ને કાંઠે:અધુરી મુલાકાત ]

^^  આમ તો ખોરડું એટલે ઘર. ઘરની પોતાની વિચાર કરવાની ક્ષમતા નથી. પણ ખોરડાને કીમત થશે એટલે ઘરના લોકોને કીમત સમજાશે.. – લક્ષણા.

** 
ધીમેકથી નવલ ઊભી થઈ અને એક એક ડગલાંને જાણે પૂછી પૂછીને માંડતી હોય એમ ટેકરીનો ઢોળાવ ચડવા માંડી. [વાત્રકનો બીજો કાંઠો : યામિની પટેલ ]

^^ ડગલાંને કઈ પુછુવું હોય તો કેમ કરી પૂછવું..? નવલની અવઢવ માટે નું રૂપક : લક્ષણા. 

**
નવલના આંખે ચોધાર શ્રાવણિયો વરસતો હતો. આંસુઓ ગાલ પરથી સરકીને વહેતા વાત્રકના વહેણમાં સમાઈ જતા [ નીરજ કંસારા - વાત્રકનું વહેણ]

^^^^ કોઈના આંસુ નદીમાં મળે..? નવલ કંઈ નદીના કિનારે નથી જ રહેતી. પણ અહીં લેખક આંસુની માત્રાનો કદાચ ઈશારો કરે છે. એટલા બધાં આંસુ કે આખરે નદીમાં જ વિલીન થઈ શકે.. – વ્યંજના  

**
મેં ખુબ અવાઢવ વચ્ચે રમ્યા અને મેકીને રજા આપી.
બગીચામાં ઉગેલી નાગરવેલને પાણી પાયું અને કુંડા પર પ્રેમથી રમ્યા લખ્યું.
ડાઇનીંગ સાંકળું કર્યું, હોલમાં આવી રીમોટ લઇ અધુરુ રહેલી સ્ટાર વોરસ જોવા લાગી.... [ પુત્રીનો પરગ્રહવાસી પ્રેમી – કુસુમ પટેલ ]

^^^  આ પેરાના પહેલા વાક્યના ભાવની નિષ્પત્તિ પેરાના અંતિમ વાક્યમાં થાય છે કે “ આ પરવાનગી હવે માનસિક રીતે કઈ હદ સુધી સ્વીકૃત બની. પાત્ર ટીવીના નિયમિત કાર્યક્રમ ને સહજતાથી જોવાનું શરુ કરે છે. અર્થાત તે હવે સહજ છે.. અર્થાત જે ઘટના ઘટી એ કયા સ્તરે સ્વીકારાઈ તેનો અંદાજો મળે છે : વ્યંજના. ] 

**
ક્યારેક વાત્રકના ઉતરતા પાણી નવલના એકલા આયખાની જેમ કાંઠા કોરા રાખીને વહી જતાં. ને ક્યારેક પૂર આવી જતું એમાં પણ વાત્રકના નીર આ પા આવેલી નવલની ટેકરીએ ઝાંકવા સુધ્ધા નહોતા ચડતા.[ વાત્રકને કાંઠે – ૨= સમીરા પાત્રાવાલા]

^^^ નવલની એકલતા દર્શાવવા વાત્રકને સક્રિય કરી નાખી લેખકે : વ્યંજના 

મિત્રો : વાંચતા અને લખતાં સજાગ રહો...  :)

~~ રાજુ પટેલ

2 comments :