Sunday 8 January 2017

માયા ~~ રાજુલ ભાનુશાલી

લોકપ્રિય વાર્તામાસિક 'મમતા'ના વર્ષ ૨૦૧૬, ઓક્ટોબરનાં દીપોત્સવી અંકમાં ફોરમનાં સભ્ય રાજુલ ભાનુશાલીની લઘુકથા 'માયા' પ્રકાશિત થઈ. આ વાર્તા 'સર્જન' ગ્રુપમાં અપાયેલા ટાસ્ક નિમિત્તે લખાઈ હતી.
                                            

                                                 ~~ માયા ~~

"હેં?" હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા.
"એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!"

સૌરભ જોઈ રહ્યો. ડોક્ટરે શબ્દોમાં જે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું એ એમની આંખોમાં કેમ ડોકાતું નથી? કશુંક છે જે ઠીક નથી અને એથીય પરે કશુંક વિચિત્ર છે!

પળવાર માટે ડોક્ટર ચક્રવર્તીની આંખોમાં એકાદ પળ માટે ઉપસેલી એ વિચિત્ર ચમક પણ એણે નોંધી હતી.

એ સીધો લેબોરેટરીમાં આવ્યો. લેબની ઇંચેઇંચ એણે તપાસી. બધીજ વસ્તુઓ પોતપોતાની જગ્યાએ વ્યવસ્થિત હતી, માયા પણ!

'માયા' એટલે સૌરભનું માનસ સંતાન. એણે બનાવી હતી માયાને, માનીલો કે જન્મ આપ્યો હતો. માયા નામનું રોબોટ. માણસની જેમ વર્તતું, હસતું, બોલતું, રમતું અને દેખતું. જાણે જીવતો જાગતો માણસ. 5000થી વધુ લાગણીઓ અને સંવેદનાઓ સૌરભે માયામાં ફીડ કરી હતી. દુનિયા સામે માયાને લાવવામાં ફક્ત બે જ દિવસ બાકી હતા. આ વખતનું સાયન્સ માટેનું નોબેલ જગવિખ્યાત વિજ્ઞાની સૌરભ રાયને એની 'માયા' માટે મળે તો કોઈનેય નવાઈ નહિ લાગે. મળશે જ. માયાના આગમનના ન્યુઝથી જ આખી દુનિયામાં હલચલ મચી ગઈ હતી.

એણે નજદીક જઈને માયાના કપાળ પર હાથ મુક્યો. ચોંકી ગયો સૌરભ. ઠંડાગાર સ્પર્શને બદલે..
એણે એ જ ક્ષણે માયાને સ્વિચ્ડ ઓફ કરી નાખી. મેમરી સ્કેન કરી. ઓલમોસ્ટ એમ્પ્ટી! ફક્ત એકજ ઈમોશન!

લેબોરેટરીના કોમ્પ્યુટર્સનો ડેટા ચેક કરવા એણે સિસ્ટમ ઓન કરી. ત્યાં જ ડૉક્ટર ચક્રવર્તીનું અટ્ટહાસ્ય લેબમાં ગુંજી ઉઠ્યું.

"સેક્સ બે પગની વચ્ચે નહીં પણ દિમાગમાં હોય છે, જેન્ટલમેન તે સાચું કહ્યું હતું. તારી માયાના દિમાગમાં પણ હવે એ છે, ફક્ત એ જ.."

“તારા માનસ સંતાનને મેં સેક્સટોય બનાવી દીધું છે. કોઈ પણ એક્સવાય ક્રોમોસોમનો સ્પર્શ હવે એને ઉત્તેજિત કરશે. તારો પણ..”

અને સૌરભ..
~~ રાજુલ ભાનુશાલી
                                                   

No comments :

Post a Comment