Monday 1 January 2018

વારતા શિબિર ૨ (અમદાવાદ) : છાયા ઉપાધ્યાયનું વર્ઝન

અમદાવાદ બીજી વારતા  શિબિર, સ્ક્રેપયાર્ડ - ૨૪ ડીસેમ્બર ૧૭ છાયા ઉપાધ્યાય. 
હું સ્ક્રેપ યાર્ડ પહોંચી ત્યારે સવા અગિયાર થયેલા. પણ, સંકેત,રાજુ અને અન્ય મિત્રોને દરવાજે જોઈ હુંફ રહી કે કઈ ગુમાવાયું નથી.
અંદર પહોંચતાં જ ખ્યાલ આવ્યો કે અહીં કોઈ મંચન જારી હશે. મંચ ગોઠવાયેલો અને શિયાળાને અનુરૂપ બેઠક ગોઠવણ હતી. મને તો તે જ વ્યવસ્થામાં શિબિર જમાવવાનું મન હતું. પણ, કેટલાક મિત્રોને લાગ્યું કે વ્યવસ્થા બદલવી, તો બદલી.
પણ, શિબિરનો ટેમ્પો જામતો ના હતો. એક તબક્કે એકતાએ તો કહી પણ દીધું કે પહેલી શિબિર ધમાકેદાર હતી અને આજની... એક તો પાંખી હાજરી અને બીજું કે રાજુને જે સાહિત્યની જરૂર હતી તેની પ્રિન્ટ ના હતી. છેવટે, સુનિલ તે પ્રિન્ટ લેવા નીકળ્યા અને અહીં અમે અભિધા-લક્ષણા-વ્યંજનાનો ઉપક્રમ આરંભ્યો. અભિધા એટલે, વાચ્યાર્થ ; લક્ષણા એટલે સૂચિતાર્થ અને વ્યંજના એટલે ગર્ભિતાર્થ. રાજુએ પોતાનો પ્રસંગ કહ્યો : નોકરી માટે લોકલમાં અપ-ડાઉન. છાપું વાંચવાનો ક્રમ. સાંજે છાપું ખરીદી ટ્રેનમાં ચઢવું.જગ્યા મળે તો વાંચવું, ના મળે તો ઘરે પહોંચીને. તે દિવસે છાપાનો વિંટો હાથમાં કેમકે બેસવાની જગ્યા નહોતી મળી. બેઠક પામેલા એક સહપ્રવાસીનું છાપું માંગવું. વાંચવું હોય તો પોતે ખરીદો’-પ્રકારના કોપીરાઇટ વિચારક રાજુનો જવાબ : ઈટ’સ ઓકે.. આઈ કેન મેનેજ -. છાપું માંગનારના હાસ્યના પડઘા જેવું શિબિરાર્થીઓનું હાસ્ય,વર્ષો પછી, અમદાવાદમાં. વ્યંજનાની ખૂબી. 

એકતા અને વ્રજેશની પીન અગાઉની ટાસ્ક પરની સુત્રધારની વ્યંજનાઓ ઉપર અટકી હતી. રાજુ શું કહેવા માંગે છે તે અંગે તેઓ સતત પુછ્યા કરતાં હતા- અત્યંત ઉત્સુક વિદ્યાર્થીની જેમ. રાજુએ કારણ આપ્યા : ૧) બધાની ટિપ્પણી પછી મારે લખવાનું હોય અને મેં વર્ષોથી એ જ કામ કર્યું હોય તો હું લક્ષણા-વ્યંજનામાં જાઉં ને ! ૨) ના સમજાય તો સમજવા પ્રયત્ન કરો. કોક સમજાવી દે તેવું શા માટે ? ૩) ના સમજાય એવું શું છે ? ગુજરાતીમાં તો છે.
મારે જમ્પ-લાવવું એમ લાગ્યું. મેં મારો અનુભવ વહેંચ્યો : ફીલોસોફીની લેખમાળા, કઈ ના સમજાય. શ્રદ્ધા રાખી ત્રણ-ચાર વાર વાંચ્યું પણ પનો જ ટૂંકો. એક જ્ઞાનીજન જોડે સત્સંગ થયો, ફિલો બાબતે. ત્યારે પેલી લેખમાળા વિસરાઈ ગયેલી. પણ, પછી તે હાથ લાગતાં વાંચવા બેસી તો ,’યુરેકા !મેરે કહેનેકા મતલબ વો થા કી, રાજુ એ સમજાવવું. તે સમજાવ્યું. મચ્છરપરની ટિપ્પણી. ઘૂંટણ ક્યારે છોલાય? મેજિકલ રીઆલીઝમમાં શું થાય ? અને એકતા-વ્રજેશ પ્રસન્ન.
એકતા-વ્રજેશના પ્રશ્ન અને જવાબની વચ્ચે ગરબા આવ્યા. સુનીલે હું નહી ગાઉએમ રોકડી બાજી ફીટાન્શ કર્યા પછી તેઓ જોડાયા તો ખરા. પણ, હું ફોટા પાડું કહીને ડ્રેસિંગરૂમમાં જતા રહ્યા. ખેર, બાકીના બધાએ શિષ્યભાવે રમવાનું મુનાસિબ માન્યું. રાજુને નવું સ્ટેપ અજમાવતા જોઈ લાગ્યું કે  હમણાં કોઈ અર્થ પ્રગટ્યો જાણવો. હજી તો ગરબાનો રંગ જીભે અડ્યો ત્યાં મહેફિલ પૂરી જાહેર કરાઈ. અધૂરપનો મૂંઝારો વિરમે તે પહેલાં રાજુ એ કહ્યું : બે તાળી વચ્ચેની સ્પેઇસમાં જે રમાય તે અભિધા, એકતા રમતા હતા તે લક્ષણા, બે તાળી વચ્ચે નવી રજુઆત અને તાળી ય ઓગળી જાય અને તાલ વચ્ચે જે નર્તન રહે તે વ્યંજના. એવું નર્તન કોઈ વિદેશીને બતાવીએ તો કહે : ઓહ, અ ડિફરન્ટ કાઈન્ડ ઓફ ડાન્સ ..અને ગુજરાતીને બતાવીએ તો કહે : અચ્છા, હવે આવા ગરબા થવા લાગ્યા. મેં ઉમેર્યું કે વ્યંજના વ્યક્તિ વ્યક્તિને પોતાના અર્થની સ્પેઇસ આપે. રાજુ ઉવાચ : હા, પણ બે તાળી વચ્ચે. આ ચર્ચા પછી મારી અધુરપ મધુરપમાં પરિણમી. એ ઘડીએ તો મને લાગ્યું કે અભિધા-લક્ષણા-વ્યંજના વિશે મને બધું સમજાઈ ગયું છે.
આ પછી, સુનિલે લાવેલ પ્રિન્ટમાંથી રાજુ એ ઉદાહરણ વાંચવા શરુ કર્યા ત્યારે સ્પષ્ટ કર્યું કે અભિધા લક્ષણા અને વ્યંજના વિષે આપણે સભાન નથી પણ સહજતાથી આપણી વાતો અને કૃતિમાં એ વાપરતા હોઈએ જ છીએ. બીજા શબ્દોમાં આ તત્વ આપણે રચવાનું કે નવેસરથી પ્રયોજવાનું નથી બલકે આપણા વ્યવહારમાં છે જ જે ડિસ્કવર કરીશું એમ કહેતા રાજુ એ મુંબઈના શિબિરાર્થીઓ ના ટાંચણ માંથી અમુક વાક્ય ઉદાહરણ સાથે વાંચ્યા તેની વિગતો મને વિસરાઈ ગઈ છે. પણ કદાચ સુનિલના અહેવાલમાં તે આવી ગઈ છે. તે વિગતો અભિધા- લક્ષણા- વ્યંજનાની સમજુતી વિસ્તારનારી હતી.
દરમ્યાન,પ્રશ્નની છૂટ મળતાં મેં પૂછ્યું : જેમ સ્પષ્ટ વાત ના કહી શકાતી હોવાથી સામાજીક દંભ પનપ્યો છે તેવું લક્ષણા વ્યંજનાને કારણે ના થાય? વાર્તામાં જુઠ ના પ્રવેશી જાય ?
રાજુએ કહ્યું કે વાર્તાકારે મૂલ્યની ચિંતા નથી કરવાની કેમકે તે તો બદલવાના જ છે. વાર્તાકારનું કામ પત્રકાર જેવું છે. (આ સાંભળતાં જ મારે કોઠે દીવા થઇ ગયેલા.) આ જવાબને આગળ વધારતાં રાજુએ રીડલી સ્કોટની ૧) થેલ્મા એન્ડ લુઇસ અને  ૨) જી આઈ જેન ફિલ્મોના ઘટનાક્રમની વિસ્તૃત રજુઆત કરી. ‘સક માય ડીક’ જેવો અભીધામાં વરવો શબ્દ પ્રયોગ થેલ્મા એન્ડ લુઇસ ફિલ્મમાં હિંસક વિરોધ કરવા ઉશ્કેરણી કરે તેવો આને જી. આઈ.જેન ફિલ્મમાં  સ્વાતંત્ર્યની ઓળખ બની જાય છે. આ તાકાત છે વ્યંજનાની.એક બીજી વાત નીકળી કલાકાર ના અંગત જીવન અને કળા યોગદાન ના સંબંધ વિષે એ અનુસંધાને રાજુએ ઉમેર્યું કે પરેશ રાવલ અને અનુપમ ખેરની રાજકીય વિચારધારા સાથે સહમતી ના હોય તેથી તેમના અભિનય બાબતે ખરાબ ના બોલાય. વાર્તાકાર માણસ છે અને તેથી મર્યાદિત છે.
આવી રસપ્રચુર ચર્ચા જામી હતી તેવામાં સવાલ સાથે એક નવી વ્યક્તિ આવી , ‘રાજુ પટેલ કોણ?’ ત્યારે બીજો વિચાર એ આવ્યો હતો કે રાજુએ આ નવું પત્તું ફેંક્યું. પહેલો વિચાર એ કે કોઈ વાર્તાપ્રેમી હશે જે મોડાંમોડાં ય જોડાવા આવી પહોંચ્યા છે.
પણ, ‘એલિસબ્રિજ પોલીસ સ્ટેશને લઇ જવાના છે.’ જેવી વાત આવતાં મારો બીજો વિચાર પાકો થયો. નવો વિચાર ફૂટ્યો : ચાલો જોઈએ રાજુ શું કરાવે છે. આ વિચાર ફૂટતાં જ દટાઈ ગયો કેમકે સંવાદો ગંભીરતાથી રજુ થઇ રહ્યા હતા. પણ અમે તો વાર્તા શિબિર માટે બેઠા છીએ. એવું બધું તો અપના અડ્ડામાં થતું હોય,’વાર્તા રે વાર્તામાં નહીં.” જેવા સંવાદો સાંભળી મને થયું કે ચાલો રમી લઈએ. મામલો બે ય રીતે જીતનો હતો.જો નાટક ભજવાઈ રહ્યું હોય તો આપણે ય પાત્ર ભજવી લેવું અને નાટક ના હોય તો તો આ કરવું જ પડે. એટલે મેં કર્તવ્યને પડકાર્યો : પહેલાં તો રાજુનો હાથ છોડો.પેપર્સ બતાવો. હું લોયર છું.” આ બોલતાં બોલતાં સમાંતર મને થતું હતું, “બધા જાણે છે કે હું તો માસ્તર છું. તે બધાના મન પર શુંવિતતી’ હશે?” જો કે મારું પરફોર્મન્સ દેખી રાજુ મુંઝાયા. મને કહે, “ છાયાબેસી જાઓ.” અને મને પહેલો નક્કર કલુ મળી ગયો : રાજુને આ ખેલ થવા દેવો છે અને મારે પાત્ર ટૂંકાવવું અથવા નબળું પાડી દેવું. એટલે હું બેસી ગઈ પણ હસવું આવી ગયું.
આઈ.બી.માંથી પધારેલ કર્તવ્ય સાથે જવા રાજુ તૈયાર થઇ ગયાબુટ ચઢાવીને. અમે કેટલાંક એ સુચવ્યું કે બે-ત્રણ મિત્રોએ રાજુ સાથે પોલીસ સ્ટેશન જવું. કર્તવ્ય કહે કે આ કબીર ઠાકોરની પ્રોપર્ટી છે તો કબીરે જ રાજુને છોડાવવા’ આવવું પડશે. કલુ ક્રમાંક બે. કર્તવ્યએ અમને જોડાતા રોક્યા નહી અને કબીર ઠાકોર’ બોલતી વેળા આદરની મારી એની જીભ જરાક લડખડી. રાજુએ કહ્યું કે તે દસ મિનીટમાં ફોન કરશે. ફાલ્ગુનીનું માનવું હતું કે દસ મિનીટમાં એલિસબ્રીજ ના પહોંચાય. મેં કર્તવ્યને પુછ્યું કે તમારી પાસે શું વાહન છેતે ટુ વ્હીલર લઇ રાષ્ટ્રદ્રોહીને તેડવા આવ્યો હતો. કલુ ક્રમાંક ત્રણ. રાજુ તો કર્તવ્ય સાથે નીકળી પડ્યો અને તેની પાછળ કેટલાક મિત્રો ગયા. અહીં અમારી ચર્ચા આરંભાઈ.
મને અને સંકેતને લાગતું હતું કે આ પ્રેંક છે. પણફાલ્ગુની પોતાના આવા અનુભવ વિશે બોલ્યે જતા હતા અને વ્રજેશ પણ મામલાને ગંભીર ગણતા હતા. એટલે૧૦૦ ટકા પ્રેંક છે એમ કહેતાં અમે ખચકાતા હતા. મને થયું કે પ્રેંક હોય તો પણઆવી ઘટના ઘટે અને એક શક્યતા તરીકે ય તેને સાચી માનવા વિચારવું પડે તે બાબત જ કેટલી ભયાનક છે ! સાચે જ આ લોકશાહી છે હે સામંતશાહી મારી પિન આ વિચાર પર એવી ચોંટી કે આ શક્યતા કેટલી ભયંકર કહેવાય” એ મતલબનું વાક્ય ચાર વાર બોલી. કેટલીક મિનીટ પછી રાજુ પાછળ ગયેલા મિત્રો પાછા આવ્યા. બે શક આટલા સમયમાં કોઈ એલિસબ્રીજ પોલીસ સ્ટેશન જઈવાત કરી પાછું ના આવી શકે. તો પણ તેમાંના એક મિત્રએ આઈ.પી.એલ.ની કોઈ કલમનો ઉલ્લેખ કરી કહ્યું કે, “અમને ટોળું ના કરવા કહી પાછા મોકલી દીધા.” વધુ એક કલુ.
દરમ્યાન, ‘કબીર ઠાકોરના પ્રતિનિધિ ’ તરીકે જે યુવાન સવારથી હાજર હતો તેને અમે બોલાવ્યો અને તેણે કહ્યું કે તે કબીરને કોલ કરે. કોલ લગાડી પહેલાં તો તે યુવાને પુછ્યું કે કોણ વાત કરશે અને જવાબમાં વ્રજેશ તૈયાર પણ રહ્યાં. પણકોલ રિસીવ થયા પછી યુવાનને જાણે કે બધું સમજાઈ ગયું અને તેણે મોબાઈલ વ્રજેશને આપવાની જરૂરિયાત ના અનુભવી. કબીર સર પોલીસ સ્ટેશન પહોંચે છે.” ઓહો ! કલુ! સ્ક્રેપયાર્ડ પહોંચવા સવારે રિક્ષામાં બેસી ત્યારે મેં એફ.બી. જોઈ લીધું હતું. મને યાદ આવ્યું કે આશિષ કક્કડ આવવાના છે’ એમ રાજુ એ લખ્યું હતું પણ તેઓ હજી આવ્યા નહોતા. આ નાટકના માણસોકબીરઆશિષે ભોળા’ રાજુને આવો કુવિચાર આપ્યો હોઈ શકે એ શક્યતા ય ઊભી થઈ આ સાથે! વચ્ચે વચ્ચે અમે અમારા તુક્કા અને તર્ક લડાવતા હતા.
પંદરેક મિનીટ પછી રાજુ પધાર્યા !
આ સ્ટંટ નું કારણ સમજાવતા રાજકારણ આપણા જીવનને સ્પર્શે છે જ. તો પછી આપણી વાર્તાઓમાં કેમ નથી આવતું?” રાજુ એ કહ્યું. આપણી વાર્તાઓમાં વિજ્ઞાન પણ ક્યાં આવે છે!”, મેં ઉમેર્યું. આ બાબત પછીની ચર્ચા આપણા જીવનને સ્પર્શતા વિષયોને વાર્તાના વિષય બનાવવા અંગેની રહી. રાજુના મતે જે વાર્તા પોતાનો સમય બતાવતી નથી તે વાર્તા જ નથી. આશિષે ઉમેર્યું કે માનવીય સંવેદનોની વાર્તા ઓલ ટાઈમ ગ્રેટ’ હોઈ શકે પણ એ લખનારી કલમ ખુબ મંજાયેલ અને સંવેદનશીલ હોય.
ઝડપી ચર્ચા પછી રાજુએ ધાર્યા પ્રમાણે જ એક ટાસ્ક આપ્યું : એક પ્લેઝન્ટ ઘટના ઘટી રહી છે અને અચાનક પોલીસ આવે છે. લખો વાર્તા પંદર મિનીટમાં.થોડીક ચડભડ પછી બધા લખવા લાગી ગયા. સમય સમાપ્ત થતાં પ્રતિભાગીઓએ એક પછી એક પોતાનું લખાણ વાંચ્યું અને રાજુ તેમજ આશિષે તેના પર ટિપ્પણ કરી. મારા લખાણ બાબતે સારા એવાં સૂચનો મળ્યાં.
આગામી શિબિર માટેનો અભ્યાસક્રમ જણાવી દેવો એવું એક મંતવ્ય આવ્યું. મારું માનવું હતું કે તેની કોઈ જરૂર નથી કેમ કે આપણે કોઈ સુગઠિત અભ્યાસ નથી કરી રહ્યા. મને તોહવેની શિબિરમાં શું કરીશું?’ તે અજ્ઞાન જ રોમાંચક લાગે છે. અભ્યાસક્રમ અગાઉથી જાણવાથી શું ફેર પડે તે સમજાવવા આશિષે એક ઝડપી ટાસ્ક કરાવ્યું. તેમના ટ્રેડમાર્ક અવાજમાં તેમણે એક ડરામણું વર્ણન રજૂ કર્યું. તે પછી અમને આંખો બંધ કરાવી તે જ વર્ણન ફરી રજુ કર્યું. એક વાર સાંભળેલું વર્ણન ફરીથી બંધ આંખે સંભાળવાનું થતાં તે બિહામણું થઇ ગયું અને આશિષના છેલ્લા સ્વરે તો થથરી જવાયું મારાથી.
શિબિર એવી જામી કે સ્ક્રેપ્યાર્ડના પછીના મંચનના કલાકારોનું કામ શરુ થઇ ગયું ત્યાં લગી અમારી ચર્ચા બંધ નહોતી થઇ. લગભગ સાડા છએ સૌ વિખેરાયા.
મને મજા આવે છે આ શિબિરમાં જોડવાની કેમ કે, એક વિષય(અહીં વાર્તા)નો વિવિધ આયામી અભ્યાસ કરવો અને મિત્રો મેળવવા ગમે છે. વાર્તા લખવાનું મેં વિચાર્યું જ નહોતું પણ લાગે છે કે રાજુના ટાસ્ક ૨૦૧૯ જાન્યુઆરી સુધીમાં ૧૨ વાર્તા લખાવશે.

#################

                                                   

No comments :

Post a Comment