અમારા વિશે

~~ વારતાલેખન શિબિર શ્રુંખલા અને આ બ્લોગ વિષે ~~

ગુજરાતી લેક્સિકોન અને ભગવદ્ગોમંડળમાં વાર્તાલેખન શબ્દનો આ અર્થ આપેલો છે
વાર્તાલેખન: વાર્તા લખવી તે....

એનો સહજ અને સરળ અર્થ કરીએ તો કોઈ એક ઘટેલી કે પછી ન ઘટેલી ઘટના કે બીનાનું (આ)લેખન કે ચિત્રણ કરવું.. આ ચિત્રણ કરતી વખતે એમાં કલ્પનાનાં રંગ ઉમેરવાભાવારોપણ કરવું અને એ દ્વારા સીધીસાદી ઘટનામાં રસ નિષ્પન્ન કરવો. લેખક જ્યારે પોતાના લેખનમાં 'પોતાપણુંઉમેરે છે ત્યારે જઈને એ આલેખાયેલી ઘટના  વાર્તા બને છે અને લેખકને એક પાયદાન ઉપર લઇ જાય છે,એને 'સર્જકબનાવે છે!




અહીં આપણે સહુ સાથે મળીને આપણી અંદરનાં એ 'સર્જકપણાં'ને શોધવાનો આયામ આદરીશું.
મિત્રોટૂંકી વાર્તા હોય કે લઘુકથાઅભિવ્યક્તિનું આ માધ્યમ અંધારી ગુફા જેવું છે. આ ગુફામાં ઘણાં રત્નો વેરાયેલાં પડ્યાં છે. ગુફાને પાર કરવા એક નિશ્ચિત સમયમર્યાદા આપવામાં આવી હોય છે અને એક છેડા થી બીજા છેડા સુધીનું આ અંતર આપણે એ નિશ્ચિત સમયમાં પાર કરવાનું હોય. સાથે સાથે ગુફામાંથી રત્નો પણ શોધવાનાં હોય છે. એ માટે આપણને એક મશાલની જરૂરત પડવાની. અહીં આપણે એ મશાલ બનાવતાં શીખીશું. એકબીજાનાં સહયોગથી! જ્ઞાનનાં વિનિયોગથી! તમને 'બાર્ટર સિસ્ટમયાદ છે મિત્રોઅહીં  એ જ અપ્લાય કરવાની છે.

"જે મારી પાસે છે એ હું તને આપીશ અને તારી પાસે જે છે એ તું મને આપજે."
આ વિનિયોગથી જે તત્વો મળશે એ આપણું અચીવમેંટ. એ તત્વોમાંથી આપણે પોતપોતાની મશાલ બનાવવાની છે.. તત્વ જેટલું ઉમદા હશે મશાલ એટલી જ ટકાઉ બનશે અને ભરપૂર અજવાળું આપશે. શરૂઆતી પ્રયત્નોમાં એવું  બને કે કદાચ મશાલ બરાબર ન બને અને સરખી પ્રગટે નહીં.... પણ આપણે ફરીફરીબનાવીશું.... સમય સાથે હથોટી આવતી જશે અને ક્રમશ: કામ સુધરતું જશે. આ બ્લોગઆ ફોરમ એ પ્રક્રિયા સતત ચાલતી રહે એ માટે ઇંધણ પૂરું પાડશે.

આવોઅહીંથી 'તણખોલઈએ અને પોતાની મશાલ પ્રજવલ્લિત કરીએ...

વાર્તા એક અવાજ હોય તો આ બ્લોગ કાન છે.....માઈક છે.... સ્પીકર છે.... હોંકારો છે.... અવાજનું ગતિમાપક યંત્ર છે!
વાર્તા એક અવાજ હોય તો એના સ્વર અને સૂર સંતુલિત કરવાની કાર્યશાળા અને એ કાર્યશાળાનું રજીસ્ટર છે આ બ્લોગ!

અસ્તુ.

6 comments :

  1. બહુજ સ્તુત્ય અને સરસ કામ કરો છો મિત્રો
    અમે સ્થળથી થોડાક ઉપર ઉઠીને આવું બધું જ ઘણા વરસોથી કરીયે છે
    આપ સૌને એ માતૃભાષા સંવર્ધનની પ્રક્રિયામાં જોડાવા આમંત્રણ
    www.gadyasarjan.wordpress.com અને www.shabdonusarjan.wordpress.com
    આ મહીને "વાચકો લખે છે " વિષયમાંડૉ ચીનુમોદી ની ગઝલોનો આસ્વાદ લખાય છે
    જરુરથી સક્રિય થશો

    ReplyDelete
  2. still i have not write any varta as strong but than also m trying to learing how to write a perfect story and this blog fb page varta re varta also helps a lot......very nice blog and members are also helpful and active.many of them start or already started story and get publish in mamta magazine ..tnx a lot

    ReplyDelete
  3. સુંદર. વાતને નવી રીતે રજૂ થતી જોઈ, વાંચી મજા મજા...એક નવા વિશ્વનો પરિચય કરાવવા બદલ એ મિત્રનો ખૂબ ખૂબ આભાર...

    ReplyDelete
  4. સુંદર. વાતને નવી રીતે રજૂ થતી જોઈ, વાંચી મજા મજા...એક નવા વિશ્વનો પરિચય કરાવવા બદલ એ મિત્રનો ખૂબ ખૂબ આભાર...

    ReplyDelete
  5. How upload my story onon this site. .?

    ReplyDelete